Explore

Search

November 21, 2024 5:56 pm

लेटेस्ट न्यूज़

પ્રોફેસર રૂપસિંહજી ભનુભા સોલંકી સાહેબ- પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ : Manoj Acharya

પ્રોફેસર રૂપસિંહજી ભનુભા સોલંકી સાહેબ- પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ  : Manoj Acharya

ઝાલાવાડનાં ઇતિહાસવિદ્ ડૉ. ઇન્દ્રવદન આચાર્ય (પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી”) નાં કોલેજકાળનાં મિત્ર પ્રોફેસર રૂપસિંહજી ભનુભા સોલંકી સાહેબનું લિંબડી ખાતે તા. ૧/૧/૨૦૨૧ નાં રોજ દુ:ખદ અવસાન થયું હતું. આજે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. તેમનાં દિવ્ય આત્માનાં ચરણોમાં શત કોટી ભાવવંદન સાથે અશ્રુભીની શ્રધ્ધાંજલી 💐👏😢
ડો. ઇન્દ્રવદન આચાર્ય તથા સ્વ. રૂપસિંહજી સાહેબનું ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવન પણ સાથોસાથ જ ચાલ્યું છે. બંન્નેની શિક્ષણ કારકિર્દી પણ ઉચ્ચ રહી. તેમનો જન્મ તા. ૨૨/૪/૧૯૩૬ નાં રોજ થયો હતો. બંન્નેએ સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કોલેજમાં 1959 થી 61 દરમિયાન સાથે અભ્યાસ કર્યો અને તેઓ લિંબડીમાં જી. એસ. કુમાર વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા, ત્યારબાદ પ્રોફેસર પણ થયા. અંગ્રેજી તથા હિન્દીમાં M. A. થયા અને ડોઢીવાલા આર્ટસ કોલેજ, થાનગઢમાં પ્રિન્સીપાલ તરીકે સેવા આપી અને નિવૃત થયા. આ સમયગાળા દરમિયાન સખીદા આર્ટસ કોલેજ, લિંબડીનાં હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનાં સિન્ડીકેટ મેમ્બર (1996-2002) રહ્યા. લિંબડીની દિગ્વિજયસિંહ રાજપૂત બોર્ડિંગ સાથેનો તેમનો અતુટ નાતો રહ્યો અને તેઓ શ્રી ક્ષત્રિય યુવક સંઘનાં પણ સહયોગી રહ્યા. વર્ષો પહેલા સંપુણાનંદ બાપુનાં સંપર્કમાં આવ્યા અને એ તેમનાં જીવનનો આધ્યાત્મિક વળાંક સાબિત થયો. પૂ. બાપુએ તેમનાં અવસાન પહેલાં જ તેમણે પોતે લખેલ સમગ્ર સાહિત્ય રૂપસિંહજી સાહેબને સોંપી દીધું જે અમૃતવાણીરૂપે “મૌન બોલે છે” માસિકમાં પ્રકાશિત થતું રહ્યું, જે સૌને નિ:શુલ્ક મોકલતા રહ્યા અને તેઓ તેનાં આજીવન તંત્રીપદે રહ્યા તેમજ નિમ્બાર્કપીઠ, મોટા મંદિર, લિંબડી દ્વારા પ્રકાશિત થતાં મેગેઝિન ‘નિમ્બાર્ક દર્શન’ નાં પણ તેઓ તંત્રીપદે રહ્યા. ડો. ઇન્દ્રવદન આચાર્યમાંથી શ્રી સ્વરૂપાનંદ – “માડી” સાથે પણ તેમના જીવનના અંત સુધી અતુટ નાતો રહ્યો. વર્ષો સુધી એક ક્રમ અખંડ જળવાયો. બેસતા વર્ષ પછી તુરંત ત્રીજ કે ચોથનાં દિવસે તેમને મળવા અચુક લિંબડી જવાનું જ અને એ સિવાય પણ પણ શુભેચ્છા મુલાકાત થતી રહેતી. બંન્ને મિત્રો જયારે પણ મળે ત્યારે બંન્નેની આંખોમાંથી અશ્રુધારા સતત વહેતી રહેતી એ અલૌકિક અને વિરલ દ્રશ્ય મંત્રમુગ્ધ થઈને આપણે જોતા જ રહીએ… તેઓ પૂ. માડીનાં મિત્ર તો હતા જ અને સાથે તેમનાં આધ્યાત્મિક ગુરુ પણ માનતા હતા. તેમની ઇચ્છા પૂ. શ્રીનું જીવનચરિત્ર “ઇન્દ્રથી માડી સુધીની સફર” પુસ્તકરુપે પ્રકાશિત કરવાની હતી અને મને કહેલું કે, “મનોજ, આ પુસ્તકનું ભવ્ય વિમોચન કરવાનું છે, હોં. મને ખૂટતી માહિતી પહોંચાડતો રહેજે, જે હું કહું.” અમે આ બાબતે તા. 9 જાન્યુઆરીએ 2021 નાં દિવસે તેમનાં નિવાસસ્થાને મળવા જવાના પણ હતા પરંતુ એ ખબર નહોતી કે વિક્રમ સંવતના નવા વર્ષમાં અમે મળેલા અને અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસે જ એ ચાલ્યા પણ જશે… પૂજય માડી એ દિવસે આખો દિવસ સૂનમૂન જ રહ્યા હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તથા તેમનાં ગુરુદેવ પૂજય શ્રી સંપૂર્ણાનંદ બાપુનાં ચરણોમાં શાશ્વત શાંતિ પામે એ જ અભ્યર્થના. 🙏🏻 મારી સાથે હંમેશા પુત્ર સમાન સ્નેહ રાખનાર મનોજ ઇન્દ્રવદન આચાર્યનાં ભાવવંદન. 👏💐
🌷 આ સાથે તેમનાં સુપુત્ર અને મારા મિત્ર શ્રી રવિરાજસિંહે મોકલેલી કાવ્યમય શ્રધ્ધાંજલી અત્રે પ્રસ્તુત છે. 👇 ॐ शांति ॐ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग