ગીર સોમનાથ – ઝમઝીર ધોધ પ્રવાસ : ભાગ 39 તા. 14/11/2021, રવિવાર બપોરે 2
સાસણગીર ખાતે જંગલની મુલાકાત અને સિંહદર્શન કરીને અમે અમારી કારમાં કોડીનાર પાસે આવેલ જામવાળા ખાતે આવેલા સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત ‘ઝમઝીર ધોધ’ જોવા માટે પહોંચી ગયા. કાર પાર્કિંગ કરીને લગભગ અડધો કિલોમીટર ચાલીને ઝમઝીર ધોધ પહેલા ખળખળ વહેતી નદી પાસે પહોંચ્યા, જ્યાં બાળકો સાથે નહાઇ શકાય છે પરંતુ એથી આગળ જવું જરાપણ હિતાવહ નથી. ધોધ જોવા માટે ચાલીને થોડું આગળ જવું પડે છે, જેનો રસ્તો ખાડાટેકરાવાળો છે એટલે ખુબ જ સાચવીને ચાલવું એ સલાહભર્યું છે. શીંગવડા નદી પર આવેલો આ ધોધ પર્યટકો માટે ખાસ પસંદગીનું સ્થળ છે. જયોતિષલિંગ સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશભરના લોકો આ ઝમઝીરનો ધોધ જોવા માટે ખાસ આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાહવો છે. 30 ફૂટ ઉપરથી પડતી જલરાશીને નિહાળીને લોકો દંગ બની જાય છે. શીંગવડો નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્દભવી 80 કિલોમીટર નું અંતર કાપી ગીર જંગલને ચીરીને ગીર બોર્ડરનાં જામવાળા ખાતે અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક જમજીરનાં ધોધ સ્વરૂપે વહે છે. ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ રૂપ ધારણ કરે છે. આ ધોધનું દ્રશ્ય જેટલું મનોરમ્ય છે એટલુંજ ભયાવહ પણ છે. પવિત્ર શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ટુરિસ્ટો અહીં ઉમટે છે. અહીં આવનારા ટુરિસ્ટ ધોધ પર આવેલી નદીમાં ન્હાવા લલચાય છે અને ધોધ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતે ધોધમાં પડતા મોતને ભેટે છે. ધોધમાં કોઈ અકસ્માતે ના પડે તે માટે પ્રશાસન કટિબદ્ધ હોય છે. અમ સૌએ મનભરીને આ ધોધનાં માણ્યું અને સાથે મકાઈના ડોડાનો રસાસ્વાદ પણ માણ્યો… તસવીરો અને વિડીયો અત્રે પ્રસ્તુત છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877