ધાર્મિક કથા : ભાગ 40 પોષ મહિનાના તહેવારો – : Manoj Acharya

Views: 76
0 0
Spread the love

Read Time:5 Minute, 21 Second

ધાર્મિક કથા : ભાગ 40
પોષ મહિનાના તહેવારો – શાકંભરી નવરાત્રિ અને ઉત્તરાયણ
ભારતીય સંસ્કૃતિમાં દરેક માસનું પોતાનું આગવું મહત્વ છે. દરેક માસમાં તહેવારો, ઉત્સવો તેમજ વ્રત વિધાનોને, ઋતુ અનુસાર, સામાન્ય જનજીવનમાં આધ્યાત્મિકતા સાથે જોડીને વણી લેવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં એટલે કે પોષ માસમાં લીલા શાકભાજી અને કંદમૂળ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને લોકો તેને હોંશે હોંશે ખાય છે. આ કંદમૂળ અને શાકભાજી આપણને પ્રદાન કર્યા છે જગતજનની માતા જગદંબાએ. પૂર્વકાળમાં ભયંકર દુષ્કાળના સમયે માતા જગદંબાએ પ્રગટ થઈને શાકભાજી તથા કંદમૂળ પ્રદાન કરીને સમગ્ર સૃષ્ટિનું પોષણ કર્યું હતું અને આ કારણથી જ માતા ‘શાકંભરી દેવી’ તરીકે પૂજાય છે. પોષ સુદ આઠમથી પોષી પૂર્ણિમા સુધીનો સમય શાકંભરી નવરાત્રિ તરીકે ઉજવાય છે. દેવી ભાગવત, શિવપુરાણ તેમજ દુર્ગા સપ્તશતીમાં શાકંભરી દેવીના પ્રાગટ્યની કથા છે. હિરણ્યકશિપુના વંશજનો દુર્ગમ નામનો એક અસુર તપ કરવા લાગ્યો. તેના તપોબળથી બ્રહ્માજી પ્રસન્ન થયાં અને તેને વરદાન આપ્યું. વરદાન મેળવીને તેણે ચાર વેદ ચોરી લીધા. સ્વર્ગ પર આક્રમણ કરી ઈન્દ્રને અને દેવતાઓને હરાવીને સ્વર્ગનું રાજ્ય છીનવી લીધું. ઇંદ્રાદિક દેવતાઓએ સુમેરુ પર્વત પર આશ્રય લીધો. વેદો વિસરાઈ ગયા તેથી યજ્ઞ યગ્નાદિ પણ બંધ થઈ ગયા અને આ કારણથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા. તેથી પૃથ્વી પર દુષ્કાળ પડ્યો. લગભગ સો વર્ષ વીતી ગયા. લોકો ભૂખ તરસથી મરવા લાગ્યા. આખરે ઋષિઓએ પ્રાર્થના કરી અને માતા જગદંબા પ્રગટ થયા. માતાએ શતાક્ષી રૂપે દુર્ગમનો વધ કર્યો અને વેદોની મુક્ત કર્યા અને શાકંભરી રૂપે સર્વત્ર ફળ-ફૂલ અને શાક અને કંદ વરસાવીને પ્રાણીમાત્રને તૃપ્ત કર્યા. તેથી જ પોષ સુદ અષ્ટમીને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. આ દિવસથી નવરાત્રિ પર્વ શરૂ થાય છે.
પોષ માસમાં બીજો એક મહત્ત્વનો તહેવાર છે. ‘ઉત્તરાયણ’ એટલે કે ‘મકરસંક્રાંતિ’. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. પૃથ્વીનો ઉત્તર ભાગ સૂર્યની સામે આવવાની શરૂઆત થાય છે, તેથી તેને ઉત્તરાયણ કહેવાય છે. આ સમય બાદ દિવસો ક્રમશઃ લાંબા થતા જાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં ઉત્તરાયણનું મહત્વ સમજાવ્યું છે. “ઉત્તરાયણના છ માસ દરમિયાન બ્રહ્મવેત્તા એટલે કે પરમેશ્વરને પરોક્ષ ભાવે ભજનારા લોકો મૃત્યુ પામીને બ્રહ્મને પામે છે”. (ગીતા 8- 24) અને ત્યાર પછીના શ્ર્લોકમાં તેને શુક્લગતિ કે દેવયાન માર્ગ કહેવાયો છે. (ગીતા 8-25) આ માર્ગથી દેહ છોડનાર જન્મ-મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે અને પરમ પદને પામે છે. પિતામહ ભીષ્મ આ માર્ગે જનારા બ્રહ્મવેત્તા છે. બાણ શૈયા પર સૂતેલા પિતામહ આ દિવસની જ રાહ જોતા હતા. અને ત્યારબાદ દેહ છોડીને પરમ પદ પામ્યા.
આપણી સંસ્કૃતિમાં ઋતુ અનુસાર આહાર-વિહારના સંતુલન માટે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ઠંડીના સમયમાં જેવા આરોગ્યપ્રદ આહારનું સેવન તેમજ શરીર માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. તેથી ઉત્તરાયણમાં ખુલ્લા મેદાનમાં કે અગાસી પર પતંગ ચગાવીને તેમજ તલ ગોળના લાડુ ખાઈ ને તહેવાર ઉજવાય છે. વળી સંપન્ન લોકોને તો બધું સહજતાથી મળી રહે છે પરંતુ ગરીબ કે મધ્યમ વર્ગ તેમજ ભિક્ષા પર નભતા લોકોને પણ બધું સુલભ બને તે માટે દાનનો પણ મહિમા છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *