જે પ્રદેશમાં સાંસદ સુરક્ષિત ન હોય શકે ત્યાં સામાન્ય જનતાની શુ હાલત હશે : કૌશલેન્દ્ર કુમાર ,સાંસદ બિહાર
બિહાર નાલંદાના સાંસદે આપી સ્વ.મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ
આરોપીઓને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ચૂપ નહીં બેસીશું : કૌશલેન્દ્ર કુમાર
દાદરા નગર હવેલીના લોકલાડીલા સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકરના નિવાસ સ્થાને રાખવામાં આવેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નાલંદા, બિહારના સાંસદ કૌશલેન્દ્ર કુમાર ખાસ પધાર્યા હતા.અને તેઓએ કલાબેન અને અભિનવને મળીને સાંત્વના આપી હતી.
મોહનભાઈ ડેલકરના અકાળે થયેલ મૃત્યુથી તેઓ વ્યથિત ક્રોધિત અને દેખાતા હતા. તેઓએ પ્રદેશની જનતાને અને મોહનભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.તેમજ આરોપીને અહીંથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ચૂપ નહીં બેસીશુ જેના માટે સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભાની અંદર અને બહાર હંગામો કરવાની નોબત આવે તો તેના માટે પણ અમારા તમામ સાંસદો તૈયાર હોવાની વાત કરી હતી.
સાંસદ કૌશલેન્દ્ર કુમારે મોહનભાઈ ડેલકરને ઝુઝારૂ નેતા અને પ્રભાવશાળી વ્યક્તિ ગણાવ્યા હતા. મોહનભાઈમાં મર્દાનગીની ઝલક સાફ દેખાતી હતી. સંસદમાં આ પ્રદેશની જનતાનો બુલંદ અવાજનો હું સાક્ષી છું. આવા નેતાની ખોટ પૂરી શકાય તેમ નથી.આ પ્રદેશના લોકોએ કોહિનૂર ગુમાવ્યો છે.તેઓના મોતની પાછળ જે પણ જવાબદાર છે તેને બક્ષવામાં આવશે નહીં તેવું આશ્વાસન પણ બિહારના સાંસદે આપ્યું છે.
