મોહન ડેલકર આપઘાત કેસમાં પ્રફુલ પટેલની સંડોવણી હોય તાત્કાલિક પ્રશાસકના હોદ્દા ઉપરથી દૂર કરો : અભિનવ ડેલકરે PM મોદી – ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો
By HLNews -26/02/2021
– મહારાષ્ટ્રના ગૃહમંત્રીના નિવેદનનો હવાલાથી પ્રશાસકની સંડોવણી હોવાનું પત્રમાં જણાવ્યું
સંઘપ્રદેશ : મુંબઇની હોટલમાં સોમવારે સંઘપ્રદેશ દાનહના સાંસદનો ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.બુધવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એક વીડિયોના માધ્યમથી અને સ્યુસાઇડ નોટના આધાર બનાવીને સંઘપ્રદેશના પ્રશાસક તરફ ઉગલી નિર્દેશ કર્યો હતો. ગુરૂવારે સાંસદના પુત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પાઠવીને પ્રશાસકને તાત્કાલિક અસરથી પ્રદેશમાંથી દૂર કરવા માગ કરી છે.દાનહના સાંસદ મોહન ડેલકરે આપઘાત પૂર્વે 16 પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી જે પોલીસને મળી હતી.
આ નોટનો આધાર બનાવીને બુધવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એક વીડિયોના માધ્યમથી સ્યુસાઇડનોટમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના નામનો ઉગલી નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત આ કેસની તપાસ કરીને મૃતક પરિવારને ન્યાય મળે એ માટેનું આશ્વાસન પણ આપ્યું હતું.જોકે,આ બધા વચ્ચે ગુરૂવારે સાંજે મૃતક સાંસદ ડેલકરના એકમાત્ર પુત્ર અભિનવ ડેલકરે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પાઠવીને તેમની વ્યથા ઠાલવી હતી.પુત્ર અભિનવે લખેલા પત્રમાં તેમના પિતાના આપઘાતમાં પ્રશાસક પ્રફુલ પટેલની કથિત સંડોવણી હોવાની શક્યતા હોય તેમને તાત્કાલિક પ્રદેશમાંથી હોદ્દા ઉપરથી દૂર કરવા માગ કરી છે.
અંત્યત લાગણીસભર લખેલા આ પત્રમાં તેમણે પ્રદેશના લોકોની લાગણીને પણ વ્યક્ત કરી છે.ઉપરાંત વધુમાં લખ્યું છે કે,મારા પિતાની આત્મહત્યાની તપાસમાં મુંબઇ પોલીસ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે.આપ રાષ્ટ્રપતિ પછી દેશના સર્વોચ્ચ વડા છે એવા સંજોગમાં તપાસ બાધિત ન થાય એ માટે આ પ્રકારની માગ કરી હોવાનું જણાવ્યું છે.સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ તેમણે લખેલી 16 પાનાંની સ્યુસાઇડ નોટમાં કોના નામોનો ઉલ્લેખ હશે એ જાણવી સૌને ઉત્સુકતા છે.આ સંજોગમાં ગુરૂવારે દાનહના બે અધિકારીને મુંબઇ પોલીસે પુછપરછ માટે બોલાવ્યા હોવાની ચર્ચા ચાલી હતી.આ સંદર્ભે જે અધિકારીના નામોની ચર્ચા ચાલી હતી.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877