Explore

Search

November 21, 2024 9:20 pm

लेटेस्ट न्यूज़

ધાર્મિક કથા : ભાગ 41 વિશ્વકર્મા જયંતી : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 41 વિશ્વકર્મા જયંતી : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 41
🙏🏻 વિશ્વકર્મા જયંતી 🙏🏻
🙇🏻‍♂️🌷🌷🌷🌷🌷🙇🏻‍♂️
દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્માની આજે જન્મજયંતી છે.
ભગવાન વિશ્વકર્મા વાસ્તુદેવ તથા માતા અંગિરસીના પુત્ર છે. તેમને વાસ્તુકલાના આચાર્ય માનવામાં આવે છે. એમની જયંતી પર આરાધનાની સાથે સાધનોની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુપુરાણના પહેલા અંશમાં વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે તથા શિલ્પાવતારના રૂપમાં યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. આવી માન્યતા અનેક પુરાણોમાં પણ જૉવામાં આવે છે. જયારે શિલ્પગ્રંથોમાં તેમને સૃષ્ટિકર્તા માનવામાં આવ્યા છે. સ્કંદપુરાણમાં તેમને દેવભવનોના નિર્માતા કહ્યા છે. સોનાની લંકા, ઈન્દ્રપુરી, યમપુરી, વરૂણપુરી, પાંડવપુરી, કુબેરપુરી, શિવમંડલપુરી તથા સુદામાપુરીનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. તેમણે ઉડીસામાં આવેલી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિનું નિર્માણ પણ કર્યું છે એવી લોકોમાં માન્યતાઓ છે. વિશ્વકર્મા શિલ્પકળામાં એટલા નિપુણ હતા કે, તેઓ જળ ઉપર માર્ગનું નિર્માણ કરી શકે છે. સૂર્યની માનવજીવનને નુકસાન કરતી જવાળાઓનો સંહાર પણ વિશ્વકર્માએ કર્યો હતો. રાજવલ્લભના વાસ્તુશાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ જૉવા મળે છે. આ ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે. વિશ્વકર્મા કંબાસૂત્ર, જલપાત્ર, પુસ્તક અને જ્ઞાનસૂત્ર ધારણ કરે છે. હંસ ઉપર બિરાજમાન, સર્વસૃષ્ટિના ધર્તા, શુભ મુકુટ તથા વૃદ્ધકાય જોવામાં આવે છે. વિશ્વના સૌથી પ્રથમ શિલ્પગ્રંથો ‘વિશ્વકર્મીય ગ્રંથો’ માનવામાં આવે છે. વિશ્વકર્માના ગ્રંથો સૌથી જૂના માનવામાં આવે છે. જેમાં કેવળ વાસ્તુશાસ્ત્ર જ નહીં પરંતુ રથ બનાવવા તથા રત્નોની જાણકારી આપવામાં આવી છે. ‘વિશ્વકર્મા પ્રકાશ’ જેને વાસ્તુતંત્ર પણ કહેવામાં આવે છે. આ વિશ્વકર્માના મતોનો જીવંત ગ્રંથ છે. વિશ્વકર્મા જયંતીએ ઘર, મંદિરો ઉપરાંત ઓફિસ તથા કારખાનામાં વિશેષ મનાવવમાં આવે છે. એન્જીનીયર, આર્કિટેક્ચર, કડિયા, શિલ્પકાર, ચિત્રકારી, વેલ્ડિંગ, કાષ્ટ કામ, સુથારી કામ તથા માટી કામ સાથે જોડાયેલા હોય તે લોકો પણ ખુબ ઉત્સાહથી આ જયંતી ઉજવે છે. આ દિવસે મશીન અને ઓફિસની સફાઇ થાય છે. ભગવાન વિશ્વકર્માના ફોટાને ફુલોથી સજાવવામાં આવે છે. ધુપ દિપ કરવામાં આવે છે અને આરતી કરીને પ્રસાદી ધરવામાં આવે છે.
મંત્ર
ૐ વિશ્વકર્મણે સુત્રવિદ્યાધારિણે વેદાય નમઃ |
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग