બાળકોના શિક્ષણ માટે દર વર્ષે આટલા બધા પૈસા ખર્ચો છો તો પણ નોકરીની ગેરંટી કેમ નથી? : Krishna Amadavad

Views: 66
0 0
Spread the love

Read Time:3 Minute, 28 Second

સાભાર.
એક મિત્ર.

પોતાના બાળકને પ્રથમ વર્ગમાં મૂકતી વખતે માતા-પિતા ને આવેલો અફલાતુન વિચાર….

આ વિચારને 100 તોપોની સલામી 💣

આ વિચાર 100% પ્રેરક છે.

જેમનો પુત્ર અથવા પુત્રી 2022 માં “પ્રથમ વર્ગમાં” જશે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી.

મિત્રો, મારું નામ ભરત શીરોયા છે.

મારા ભાણેજ વિમલના પુત્ર માટે, મેં “પ્રથમ ધોરણ” ના પ્રવેશ માટે ઘણી શાળાઓમાં ફી ની તપાસ કરી, તો રૂ. 40,000 થી રૂ. 1 લાખ સુધીની છે, અને એ નર્સરી થી UKG માટે પણ સરખીજ છે.

ત્યારે મને એક વિચાર આવ્યો કે તમે તમારા બાળકોના શિક્ષણ માટે દર વર્ષે આટલા બધા પૈસા ખર્ચો છો તો પણ નોકરીની ગેરંટી કેમ નથી? જો કોઈ કહે કે છે, તોય ભારે સ્પર્ધા અને અન્ય મુશ્કેલીઓ તો છેજ.

તેથી મને લાગ્યું કે જો તેને દર વર્ષે લાગનારી ફીમાંથી રિલાયન્સ, ટાટા, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસીસ, અદાણી, બજાજ, આરવીએનએલ, લ્યુપીન, રેડ્ડી, અમેરજા, એલએન્ડટી, એસબીએન, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક, એક્સિસ જેવી વિશ્વ વિખ્યાત કંપનીઓના દર વર્ષે 1 લાખ ના શેર ખરીદી લઈએ અને બાળકને “જિલ્લા પરિષદ” ની શાળામાં દાખલ કરાવીએ. જો બાળક સક્ષમ હશે તો તે પોતાની રીતે પ્રગતિ કરશેજ કારણ કે કોન્વેન્ટમાં ફી ચૂકવીને પણ વિશ્વમાં એવી કોઈ શાળા નથી કે જે ખાતરી આપે કે તે સક્ષમ અને કર્તૃત્વવાન થશેજ.

આથી કોન્વેન્ટમાં આ ફી ભર્યા વિના જ્યારે બાળક પ્રથમ વર્ગમાં હોય ત્યારે 1 લાખ, 2જા માટે 1 લાખ, 3જા માટે 1 લાખ. આમ કરતા કરતા , 17 વર્ષે તેની પાસે રૂ. 17 લાખની કિંમતના શેર હશે, અને પ્રથમ વર્ગમાં લીધેલ શેરની કિંમત ઓછામાં ઓછી રૂ. 1 કરોડ થઇ ગઈ હશે અને તેના નામે 17 કંપની ના શેર હશે. જો તમે છેલ્લા 17 વર્ષમાં ઉપરોક્ત ટોચની કંપનીના શેરની કિંમત જુઓ તો મારા પુત્ર પાસે 17 વર્ષમાં કુલ શેર ની રકમ ઓછામાં ઓછી 1.5 કરોડ થી વધુમાં વધુ 21 કરોડ હશે…..

તો મને એવો વિચાર આવ્યો કે જો કોઈ આ વર્ષે બાળકોને શાળામાં એડમિશન અપાવે તો online અથવા સરકારી શાળામાં મૂકે. જે જિલ્લા પરિષદ/સરકારી શાળાઓને બચાવશે, માતૃભાષામાં શિક્ષણ આપશે, શિક્ષણ સમ્રાટો પર અંકુશ લગાવશે, બેફામ ભ્રષ્ટાચાર ઘટાડશે અને પિતાની જીવનની કમાણી બચાવશે. ભણતર પૂરું કરશે ત્યારે તેને કામ કરવાની જરૂર નહી રહે, ઉપરથી એ બીજાને રોજગાર આપી શકશે.

‘વ્યવહારિક બનો’ અને જરૂર વિચારો. ગમે તો અચૂક શેર કરજો, થોડીક લોકજાગૃતિ આવશે.

  • શિક્ષણ અને નાણા નિષ્ણાત માતાપિતા
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *