શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રાજકોટના રેલનગર વિસ્તારમાં બે આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન તા. 3 એપ્રિલ, રવિવારે દિપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું, જેમાં 27 વર્ષોનાં અનુભવી અને નિષ્ણાંત વૈદ્ય શ્રી જે. પી. દંગી સાહેબે પોતાની સેવાઓ આપી હતી. પ્રથમ કેમ્પ પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટ શ્રી નિલભાઇ ગઢવીનાં આગેવાનીમાં શ્રી ઘનશ્યામ રેસીડેન્સીમાં સવારે 9.30 થી બપોરે 1 દરમિયાન યોજાયો. બીજો કેમ્પ શ્રી ઋષિકેશ મહાદેવનાં મંદિરે ટ્રસ્ટીશ્રી બળદેવસિંહ જાડેજાની આગેવાનીમાં સાંજે 4 થી 7 દરમિયાન યોજાયો અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ બંન્ને કેમ્પને સફળ બનાવવા માટે પરમાર ક્ષત્રિય સમાજ, મૂળી ચોવીસી ગુજરાતનાં મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ પરમાર અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજકોટ શહેરનાં મંત્રીશ્રી પથુભા જાડેજાએ જહેમત ઉઠાવી હતી. અતિથિ વિશેષ તરીકે શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠનાં ગાદીપતિ પ્રગટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી (ઝાલાવાડનાં સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્ ડો. ઇન્દ્રવદન આચાર્ય), શ્રી કિરીટસિંહ ફતેસિંહ જાડેજા (નિવૃત પ્રિન્સિપાલ, ભુજ), શ્રી રેલનગરનાં બિલ્ડર શ્રી પ્રફુલભાઇ નળીયાપરા, શ્રી હરૂભા જાડેજા, શ્રી દોલતસિંહ જાડેજા તથા શ્રીમતી અનુરાધાબા (પરમાર) ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી જીતુભાઇ પાટડીયા અને શ્રી ભવાનીભાઇ સોનીનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પુ. માડીનાં સુપુત્ર અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઇ આચાર્ય કર્યું હતું. સાંજે 7 વાગ્યે કેમ્પની પૂર્ણાહુતિ બાદ શ્રી ઋષિકેશ મંદિરમાં બિરાજીત માં મોમાઈ તથા મહાદેવજીની આરતીનો સૌ ભાવિકોએ લાભ લીધો હતો.