વાપી તા.૪
પરાગ જોષી દ્વારા
આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વિકાસશીલ ભારત વિષય પર સુરતમાં ૨૪ કલાકમાં ૨૫૦ વક્તાઓ ભાગ લેશે અને વક્તવ્ય આપી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. જેમાં વાપી ની ડૉ.અંકિતા બેન ભટ્ટ ભાગ લેશે. સતત વક્તવ્યથી સુરતના નામે નવો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનશે. હાલ સતત ૨૪ કલાક બોલવાનો રેકોર્ડ યુએસના નામે છે; જેમાં ૨૩૫ વક્તાઓએ મેરેથોન સ્પીચ આપી હતી. વેસુ ખાતે આવેલ હોર્સ કાફે માં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટનાં પિયુષ વ્યાસે જણાવ્યું કે આગામી તા. ૯ એપ્રિલે સવારે ૭.૩૦ વાગ્યે એલપી સવાણી રોડના પરફોર્મિંગ ટ સેન્ટર ખાતે નોન સ્ટોપ સ્પીચનો આરંભ થશે. જે તા.૧૦ સુધી ચાલશે. વિકાસશીલ ભારત વિષય પર ૨૫૦ વક્તાઓ સતત સ્પીચ આપશે. આ રીતે વર્લ્ડ રેકોર્ડ થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડાશે. ભારતભરમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવશે. પુજા વ્યાસે જણાવ્યું કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સ્પીકર શોધવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું હતું. રેકોર્ડમાં ભાગ લેવા માટે ૬૦૦ લોકોએ અરજી કરી હતી . વીડિયો કોલ, ફોન મારફતે અરજીને સ્કુટીનાઈઝ કરવામાં આવી હતી. બાદમાં પસંદ પામેલા વક્તાઓને સ્પીચ અંગે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. વિકાસશીલ ભારતના મુદ્દાની શોધ કરવા પોલીટીકલ બોડી, ગેઝેટડ ઓફિસ, સરકારી વેબસાઈટનો સહારો લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ પહેલા અને બાદમાં થયેલા વિકાસના કાર્યોને શોધવામાં આવ્યા હતા. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના માધ્યમથી સામાન્ય લોકોને આ વિકાસના કાર્યની ખબર પડશે.
