શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ખુબ જ રંગેચંગે અને ભારે ઉત્સાહથી ઉજવાઈ ગયો. વરસાદ ઝાપટા પડી રહ્યા હતા તો પણ પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજીનાં દર્શનાર્થે આવતા શિષ્યોનો પ્રવાહ અવિરત હતો. સવારે 10.10 વાગે સ્તુતિ વંદના શરૂ થઈ અને તે બાદ પુ. ગુરુદેવની અમૃતવાણીનો લાભ સૌએ લીધો. આરતી બાદ ગુરૂપૂજન અને મહાપ્રસાદ સૌએ લીધો. સ્થાનિક અને બહારગામથી બહોળી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા. રાજકોટ વોર્ડ નં. 3 નાં પૂર્વ કોર્પોરેટર તથા ઓમ સાંઇ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ આસવાણી તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી રજનીબેન, બિલ્ડર શ્રી પ્રફુલભાઇ નળીયાપરા, શ્રી નરેન્દ્રસિંહ રાણા (દૂધરેજ, હાલ રાજકોટ) એડવોકેટશ્રી યોગીરાજસિંહ રાણા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજકોટ શહેરનાં મહામંત્રીશ્રી પથુભા જાડેજા – તેમનાં સુપુત્ર શ્રી ભગીરથસિંહ, પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસીના મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ પરમાર તથા ખજાનચીશ્રી કનકસિંહ પરમાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યશ્રી બાબુભાઈ ખાચર (ચોટીલા), શ્રી પ્રવિણસિંહ ઝાલા (નેકનામ), શ્રી નિરંજનસિંહ ઝાલા (રંગપુર-લિંબડી), શ્રી દિવ્યરાજસિંહ ઝાલા (નારીચાણા), શ્રી ભદ્રેશસિંહ રાઠોડ, શ્રી કપિલ ભટ્ટ, ૐ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીય યુવા ટ્રસ્ટનાં પ્રમુખશ્રી નિરજ ભટ્ટ, યશસ્વી પેકેજીંગ ફેકટરીનાં માલિક શ્રી તેજસ શાહ તથા તેમનાં ધર્મપત્ની કવિતા, રીટાબેન દોશી, શાસ્ત્રીશ્રી પ્રફુલભાઇ ત્રિવેદી, દૂરદર્શન રાજકોટનાં નિવૃત અધિકારીશ્રી કરસનભાઇ સંતોકી, ગાયક તથા ઇમિટેશન જ્વેલરીનાં શ્રી દર્શનભાઇ વ્યાસ તથા તેમનાં પાર્ટનર શ્રી દિવ્યેશ પટેલ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આરતીનો લાભ શ્રી દિલીપભાઈ આસવાણી તથા મોરબીથી આવેલા શ્રી વિપુલ જમનભાઇ વિરમગામા તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી શોભનાબેને લીધો હતો. માતાજીની સાડી તથા શણગારની સેવા શ્રીમતી મિરાં ભરતભાઈ દોશી તરફથી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર શાસ્ત્રીજી શાંતિભાઈ પંડ્યાએ કર્યા હતા.