મણિનગર, અમદાવાદ ખાતે તા. 17 જુલાઈ રવિવારે સવારે 10 થી 12. 30 દરમિયાન ગુરૂપૂર્ણિમા ઉત્સવ ખુબ જ ભાવસભર વાતાવરણમાં ઉજવાઈ ગયો. જીતેન્દ્ર પ્રજાપતિ (દીક્ષિત નામ જીજ્ઞાનંદ) પરિવારે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નું ફુલહારથી સ્વાગત કર્યું અને મંગલ સ્તુતિ ગાનથી કાર્યક્રમની શરૂઆત થઈ અને તે પછી સૌને ધર્મલાભ આપ્યો. સૌએ ગુરૂપૂજન તથા આરતીનો લાભ લીધો હતો. ખાસ વાત એ નોંધવાની કે છેલ્લા 15 વર્ષથી ગુરૂપૂર્ણિમાનું આયોજન પુ. ગુરુદેવનાં શિષ્ય શ્રી હેમેન્દ્રભાઇ શાહ (દીક્ષિત નામ હેમાનંદ) કરી રહ્યા છે. આ પ્રસંગે મેક્રો પોલિમર્સ પ્રા. લી. નાં ઉદ્યોગપતિ અને પુ. ગુરુદેવનાં શિષ્ય શ્રી મયંકભાઇ પરીખ, સૌ સત્સંગીઓનાં વરીષ્ઠ કેપ્ટન એવા શ્રી ધનશ્યામભાઇ બ્રહ્મભટ્ટ (મેઘાનંદજી), શ્રી અરવિંદભાઈ સોની (અલ્પાનંદ), પુ. માડીનાં ફૈબાના દિકરા અને સચિવાલયનાં નિવૃત અધિકારીશ્રી મધુકરભાઇ શુક્લ સહિત અન્ય શિષ્યો તથા સ્નેહીજનોનેએ સહપરીવાર ઉપસ્થિત રહીને સ્વાદિષ્ટ મહાપ્રસાદ લીધો હતો. સમગ્ર વ્યવસ્થા પાર્થિવ શાહે સંભાળી હતી.