લિમ્બાચીયા સમાજ નાં લોકો નું સંઘઠન વધુ મજબૂત બનાવવા, એકબીજા સાથે ભાઈચારો વધે અને પોતાના કુળદેવી નાં વર્ષ માં એક વખત દર્શન નો લાભ મળે તે હેતુથી શ્રી લિમ્બાચીયા યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પાલનપુર થી તા.૧૮/૭/૨૦૨૨ ને સોમવાર નાં રોજ શ્રી લિમ્બચ માતાજીનો રથ લઈને લિમ્બાચીયા સમાજ નાં મહાનુભાવો પવિત્ર યાત્રા ધામ અંબાજી જવા પગપાળા જવા નીકળ્યાં છે. જે તા. ૧૯/૭/૨૦૨૨ ને મંગળવાર નાં રોજ અંબાજી પહોંચશે. બે દિવસ દરમિયાન જલાત્રા ગામે ગામ નાં લિમ્બાચીયા સમાજ નાં સેવાભાવિ લોકો તરફથી જમણવાર અને અંબાજી નજીક આવેલ દાતા ગામના સમાજ નાં મહાનુભાવો તરફથી યાત્રીઓ માટે ચા,પાણી અને નાસ્તા ની સગવડ કરવામાં આવી છે. મૂળ પાલનપુર નાં વતની અને હાલમાં વાપી માં સ્થાયી થયેલા રાજુભાઇ લિમ્બાચીયા એ જણાવ્યું હતું કે સિધ્ધપુર માં લિમ્બચ માતાજી નું મોટું મંદિર આવેલું છે. વર્ષો પહેલાં અમારા વડવાઓ સિધ્ધપુર થી માતાજી ને પાલનપુર લાવ્યાં હતાં. અહિયાં કુળદેવી ની પૂજા કરવામાં આવતી હતી. આ પગપાળા યાત્રા હવે દર વર્ષે કાઢવામાં આવશે. આ પગપાળા યાત્રા માં વેલફેર ટ્રસ્ટ નાં પ્રમુખ પ્રવિણ ભાઈ લિમ્બાચીયા, વિકાસ કુમાર લિમ્બાચીયા, પરેશ ભાઈ લિમ્બાચીયા તથા મોટી સંખ્યામાં લિમ્બાચીયા સમાજ નાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.