ધાર્મિક કથા : ભાગ 56 લગભગ સવા સદી પહેલાંની દ્વારકાની એક સત્ય ઘટના 🛕🚩*🚩🛕 ગોકુળઅષ્ટમી સમયે દર વર્ષની જેમ દયારામ દવે (મોટા દાંતને કારણે દ નદીમાં ઝંપલાવે છે. સૌ નિરાશ થઈ પરત આવે છે. એટલામાં કોઈ બોલ્યું, ” ઓલા દયારામ દંતાને બોલાવો. એનામાં સત્ છે. પ્રભુ એને મળશે જ.” સ્વાભાવિક સૌને આશા બંધાઈ. સૌ એને શોધીને ગોમતી કિનારે લઈ આવ્યાં અને પ્રભુ ખોવાયાની વાત કહી. પુરુષોત્તમને ત્યાં જ ઊભો રાખી કંઈપણ બોલ્યા વગર દયારામે ગોમતીજીમાં ચાલવા માંડ્યું અને પોતે ગાયત્રી ઉપાસક હોવાથી સતત ગાયત્રીમંત્ર ઉચ્ચારતો ખાલી માથું દેખાય એટલાં પાણીમાં પણ એ તો ચાલતો જ હતો. અચાનક દેખાતો બંધ થયો એટલે કોઈ કહે કે એ ડૂબી ગયો, તો કોઈ કહે કે વાટ જુઓ. થોડી મિનિટોના ગણગણાટ બાદ અચાનક દૂરથી એક અવાજ આવ્યો, “દ્વારકાધીશ કી જય” સૌ હરખાઈને જુએ તો દયારામના ઊંચા હાથમાં દ્વારકાધીશની મૂર્તિ હતી! એટલે હવામાં “દ્વારકાધીશ કી જય”નો નાદ ગૂંજી ઉઠ્યો. લોકોએ હોંશથી પુરુષોત્તમને ઊંચકી લીધો. એ પણ દાદાને હરખભેર આવતાં નિહાળી રહ્યો. નદીમાંથી બહાર આવીને પૂજારીને મૂર્તિ સોંપી દયારામ તો પુરુષોત્તમને લઈને પાછો પૂજા કરવા જતો રહ્યો. આ તરફ ભક્તોનાં જીવમાં જીવ આવ્યો અને હરખનું ઘોડાપુર આવ્યું. સૌએ દ્વારકાધીશનાં ચરણોમાં હોંશથી અઢળક ભેટસોગાદ અર્પણ કરી. સૌએ એકઅવાજે આ તમામ ભેટસોગાદ દયારામને આપવાનું નક્કી કર્યું. એ પછી એને ભગવાનની મૂર્તિ સમક્ષ માનભેર લવાય છે અને સૌની ઇચ્છાને માન આપી ભેટસોગાદ સ્વીકારવા વિનંતી કરાય છે. એ સમયે વિનયપૂર્વક દયારામે કહ્યું, ” હું તો અજાચક (અયાચક) બ્રાહ્મણ છું. મને કોઈ ભેટસોગાદ ન ખપે.” આ સાંભળી પૂજારીજી કહે છે, “એકવાર જોઈ તો જો, તારી સાત પેઢી તરી જાય એટલું ધન છે. આ દાગીનાના બે મોટા ઢગલા સામું તો જો. આ ખૂટે નહિ એટલી રોકડ સામું તો જો. પછી પસ્તાવો થશે.” દયારામ કહે, “જે ગામ જાવું નહિ તે બાજુ જોવું નહિ. હું કાંઈ લેવાનો નથી.” પૂજારીજી કહે, “તો તું કહે એમ કરીએ. બાકી આજની એકપણ ભેટ મંદિરના ખજાનામાં નહિ જાય.” દયારામે કહ્યું, ” દર ગોકુળઅષ્ટમીએ મંદિર પર બાવન ગજની ધજા ફરકાવવી અને ગૂગળીની નાત જમાડવી.” ગૂગળી બ્રાહ્મણ શ્રીમાળી બ્રાહ્મણના ગોર થાય એટલે ગોરમહારાજને જમાડ્યાનું પુણ્ય મળે. એ દયારામની ભાવના હતી. સૌએ એક અવાજે એ વાત સ્વીકારી અને દયારામ તો નાનકડા પૌત્રને લઈ ચાલી નીકળ્યા. બસ, એ દિવસથી દર વર્ષે દ્વારકાધીશનાં મંદિર પર બાવન ગજની ધજા ચડે છે અને ગૂગળીની નાત જમે છે. 👉 હા, આ આખી ઘટનાને નજરે જોનાર પુરુષોત્તમ એટલે મારા પૂ. દાદાજી પુરુષોત્તમ મયાશંકર દવે. એમનાં સ્વમુખે બાળસહજ કૂતુહલથી અમે અનેકવાર હોંશભેર સાંભળતાં અને વાત પૂરી થાય એટલે “દ્વારકાધીશ કી જય” બોલીને રસોડામાંથી જે મીઠાઈ બની હોય – ખાસ તો ચુરમાના કે મગજના લાડુ બાપુજીને ભાવે એટલે બનતાં જ હોય – તે લાવીને હોંશથી ખાઈને રાજી થઈએ. અને હા, અમારા સમગ્ર દવે પરિવારમાં સાત પેઢીનાં નામ સૌને યાદ હોય જ એવો આગ્રહ રહેતો. એ નાતે મને આજે પણ યાદ છે. ભૈરવી – રસિકલાલ – પુરુષોત્તમ- મયાશંકર – દયારામ – કલ્યાણજી – ગંગારામ – સવજી દવે. 🌹🌹🌹🙏🏼🌹🌹🌹 : પ્રસ્તુતિ અને સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ) 🙏🏻 સૌજન્ય : ગુજરાતી મેળો 🙏🏻