Explore

Search

August 30, 2025 6:39 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

ગઝલગાયક મનહર ઉધાસના આલ્બમ “આસમાન” માં કુલ ૧૧ ગીતો સાંભળવા મળશે. પરાગ જોષી દ્વારા

ગઝલગાયક મનહર ઉધાસના આલ્બમ “આસમાન” માં કુલ ૧૧ ગીતો સાંભળવા મળશે.          પરાગ જોષી દ્વારા

AMA અમદાવાદ ખાતે જાણીતા ગઝલગાયક અને ગાયક મનહર ઉધાસના ૩૬માં ગુજરાતી આલબમનું વિમોચન મુખ્ય મહેમાન સાંસદ પરિમલ નથવાણી,અતિથિ વિશેષ જેપીઇસ્કોન ગૃપના ચેરમેન પ્રવિણભાઇ કોટક,નિતિન પારેખ,શ્રી પ્રકાશ જાડાવાલા,ઉદગમ ટ્રસ્ટનાં મયુર જોશી ના હસ્તે કરવામાં આવ્યું હતું. પરિમલ ભાઈએ મનહરભાઈ સાથેના પ્રસંગો વાગોળ્યા હતા અને ગુજરાતી ગઝલના આઇકોન તરીકે બિરદાવ્યા હતા અને આલ્બમ “આસમાન” ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આલ્બમ લોન્ચિંગ ના ઇવેન્ટ બદલ શ્રી પ્રકાશ જાડાવાલાના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રવિણભાઇ કોટકે કહ્યું કે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં મનહરભાઈ ની ગઝલો ગવાય છે.તેમણે પોતાની દિલની વાત રજૂ કરતાં કહ્યું હતું કે “હું આસ્તિક નથી,હું નાસ્તિક પણ નથી,હું જે કંઇપણ છું એ વાસ્તવિક છું.”કાર્યક્રમના અનોખા આયોજન બદલ કહ્યું કે “પ્રજા” એ પ્રજા ના માણસ છે.આસમાન આલ્બમના ગઝલકાર નીતિન પારેખે તેમણે લખેલ દરેક ગઝલ રજૂ કરતાં પહેલાં તેની પૂર્વભૂમિકા બાંધી ગઝલના સર્જન અંગે વાત રજૂ કરી હતી.મનહર ઉધાસના બધા જ આલ્બમ “અ” અક્ષર થી શરુ થાય છે તે પ્રમાણે આલ્બમ નું નામ “આસમાન” રાખવામાં આવ્યું છે. ૧૦વર્ષ મંત્રી સૌરભભાઇ પટેલના અંગત મદદનીશ, ૨૫ કરતા પણ વધુ વર્ષોથી સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સક્રિય એવા રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક એમ ત્રણેય ક્ષેત્રના મહારથી એવા શ્રી પ્રકાશ જાડાવાલા કે જે “પ્રજા”ના હુલામણા નામથી લોકપ્રિય છે, તેમના પ્રજા ફિલ્મ્સ & ઇવેન્ટ કંપની દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ માં પ્રજા ફિલ્મ્સ & ઇવેન્ટ એ ગરીબ બાળકોના અભ્યાસ અર્થે સંસ્થા ઉદગમ ટ્રસ્ટને સાથે જોડી હતી.જેના પ્રમુખ મયુર જોશીએ સંસ્થાની કામગીરીનો પરિચય આપ્યો હતો.ઉગતા ગઝલકારોને પ્રોત્સાહન આપવા “ગઝલ સ્ટાર” ઑનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૨૦જેટલા ગાયકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા ગઝલ સિંગર નૌશાદ લાઈટવાલા અને ડો મિતાલી નાગે સેવાઓ આપી હતી.એંકર તરીકે નીરજ ગજ્જર અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે ચિન્મય મહેતાએ સેવાઓ આપી હતી.AMA તરફથી માલતી મહેતા અને ઉન્મેષ દિક્ષિતે આયોજન સંભાળ્યું હતું.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements