Explore

Search

August 30, 2025 7:48 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

સાહિત્યકાર અને શિક્ષકકાર અમૃતલાલ યાજ્ઞિક નો આજે જન્મદિવસ : Manoj Acharya

સાહિત્યકાર અને શિક્ષકકાર અમૃતલાલ યાજ્ઞિક નો આજે જન્મદિવસ : Manoj Acharya

સાહિત્યકાર અને શિક્ષકકાર અમૃતલાલ યાજ્ઞિક (1913-1961) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૮ ઓગસ્ટ ૧૯૧૩ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. પિતાનું નામ ભગવાનજી. તેમણે મેટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં પૂર્ણ કર્યું. ૧૯૩૬માં તેમણે બી.એ. અને ૧૯૩૯માં અંગ્રેજી અને ગુજરાતી વિષયોમાં એમ.એ.ની પદવી શામળદાસ કોલેજમાંથી મેળવી. ૧૯૩૯ થી ૧૯૪૦ દરમિયાન તેમણે રામનારાયણ રૂઇયા કોલેજમાં ખંડ સમયના વક્તા તરીકે કામ કર્યું અને ૧૯૪૦ થી ૧૯૬૦ દરમિયાન ગુજરાતી વિષયના પૂર્ણ સમયના વક્તા રહ્યા. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૧ દરમિયાન કે.જે. સોમૈયા કોલેજ, મુંબઈ ના સ્થાપક પ્રિન્સીપાલ રહ્યા. ત્યારબાદ તેઓ મીઠીબાઇ કોલેજના પ્રિન્સીપાલ રહ્યા હતા. તેમણે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય અને સમાજ સંસ્કૃતિ પર સર્જન કર્યું. તેમના વિવેચન લેખો ચિદઘોષ (૧૯૭૧) માં સંગ્રહાયા છે. મુખડા ક્યા દેખો દરપન મેં (૧૯૭૯) તેમનું શિક્ષણ અને સમાજ પરનું સર્જન છે. તેમણે કિશોરલાલ મશરૂવાલા (૧૯૮૦) અને ગુલાબદાસ બ્રોકર (૧૯૮૩)નું ટૂંકુ જીવનચરિત્ર ગુજરાતી ગ્રંથકાર શ્રેણી હેઠળ લખ્યું છે. જગગંગાનાં વહેતાં નીર (૧૯૭૦), આત્મગંગોત્રીનાં પુનિત જલ (૧૯૭૪), જાગીને જોઉં તો (૧૯૭૬), સમાજગંગાનાં વહેણો (૧૯૮૧), કુટુંબજીવનનાં રેખાચિત્રો (૧૯૮૭) અને વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં (૧૯૮૭) તેમના શિક્ષણ, સમાજ અને અનુભવો પરનાં નિબંધો છે. તેમણે સાહિત્યના બે સંપાદન કાર્યો કર્યા છે; લોકસાહિત્યનું સમાલોચન (૧૯૪૬) અને ગુજરાતમાં ગાંધીયુગ: ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન (૧૯૬૮). કાવ્યસુષમા (૧૯૫૯), વાઙમયવિહાર (૧૯૬૪), અક્ષર આરાધના (૧૯૮૦) અને સાહત્યિક વાદ (૧૯૮૦) તેમના મહત્વના સહ-સંપાદનો છે. ધૈર્યશીલોની વીરકથાઓ (૧૯૫૯), શિક્ષણ અને લોકશાહી (૧૯૬૪), અમેરિકાની સંસ્કૃતિની રૂપરેખા (૧૯૬૪), કુમારન્ આશાન્ (૧૯૭૯) તેમના અનુવાદો છે. આમ, સાહિત્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક તરીકે ઉલ્લેખનીય કાર્ય કરનારા અમૃતલાલ એક વ્યવહારદક્ષ અને ભાવનાશીલ આચાર્ય તરીકે સવિશેષ પ્રતિષ્ઠા પામ્યા છે. સામાને ખરાબ ના લાગે એ રીતે તેના હિતની વાત કહેનાર અમૃતલાલ તેમના વહાલસોયા સ્વભાવને કારણે અનેકોને માટે ‘યાજ્ઞિકસાહેબ’ બની રહ્યા હતા. તેમનું અવસાન 3 જાન્યુઆરી 1991 નાં રોજ થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

સાહિત્યકાર અને શિક્ષકકાર અમૃતલાલ યાજ્ઞિક (1913-1961)
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements