આજે થી વરસાદના મઘા નક્ષત્ર ની શરૂઆત.
મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે.
💦🌧️💧⛈️💦
- વર્ષાતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે.
– વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે.
વર્ષા તુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે.
જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે. જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે.
કહેવાય છે કે મઘાના મોઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે.
આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી.
ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે. જેમાં ખંભાતવાસી વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આાધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે.
તા. ૩૦ની રાત સુધી મઘા નક્ષત્ર અને વર્ષા યોગ
આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્યનું ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૭.૨૩ થી ૩૦/૦૮/૨૦૨૨ એ રાત્રીના ૩.૧૯ સુધી મઘા નક્ષત્રમાં રેહશે. તો આ ૧૪ દિવસમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ ૧૪ દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘાનો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રોમાં સીધો જ ભરાઈ જાય.
આ પાણીનો ઉપયોગ શું શું કરી શકાય ?
આંખોના કોઈપણ રોગમાં આખોમાં બે બે ટીપા નાખી શકાય. પેટના કોઈ પણ દર્દમાં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વાધી જવા પામે છે. આ પાણીથી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે.🙏💦🌧️⛈️🌈💦


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877