Explore

Search

August 30, 2025 7:49 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

અમૃત ઘાયલ (૧૯૧૬ – ૨૦૦૨ (મૂળ નામ: અમૃતલાલ ભટ્ટ) ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર હતા. આજે જન્મદિવસ : Manoj Acharya

અમૃત ઘાયલ (૧૯૧૬ – ૨૦૦૨ (મૂળ નામ: અમૃતલાલ ભટ્ટ) ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર હતા. આજે જન્મદિવસ : Manoj Acharya

અમૃત ઘાયલ (૧૯૧૬ – ૨૦૦૨ (મૂળ નામ: અમૃતલાલ ભટ્ટ) ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર હતા. આજે તેમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ ૧૯ ઓગસ્ટ, ૧૯૧૬ના દિવસે સરધાર, રાજકોટ ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુંં નામ સંતોકબેન અને પિતાનુંં નામ લાલજીભાઈ હતુંં. તેમણે વતન સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુંં હતુંં. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યું હતુ. તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ. (બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. પત્ની તારા ( લગ્ન – 1932, સણોસરા, અવસાન – 1947) ; ભાનુમતી ( લગ્ન – 1950 વાડોદર) 8 સંતાનોના પિતા બન્યા. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા. મૅટ્રિક સુધીના અભ્યાસ બાદ 1939માં ગઝલ લેખનનો આરંભ કર્યો. તેમના અનેક ગઝલસંગ્રહો બહાર પડ્યા છે. ‘શૂળ અને શમણાં’ (1954), ‘રંગ’ (1960), ‘રૂપ’ (1967), ‘ઝાંય’ (1982), ‘અગ્નિ’ (1982) અને ‘ગઝલ નામે સુખ’ (1984) તથા તેમની સમગ્ર કાવ્ય રચનાઓનો સંચય ‘આઠોં જામ ખુમારી’ (1994) પણ પ્રકાશિત થયો છે. ‘ઘાયલ’ શયદાની પરંપરાથી પરિચિત તો છે જ, પણ 1960 પછી બદલાયેલી પદ્ધતિને પણ તેમણે સફળપણે અપનાવી છે. ગઝલનો તળપદી ગુજરાતી ભાષા સાથે સંબંધ કરાવી આપવાનું શ્રેય એમને આપી શકાય. સૌરાષ્ટ્રની બોલીનું ખમીર, મીઠો કટાક્ષ અને તોછડાઈ વગરનું ગરવાપણું ‘ઘાયલે’ ગઝલોમાં વિશિષ્ટ રીતે ઉપયોગમાં લીધાં છે. ‘મલીર’, ‘ફાટેલો પ્યાલો’, ‘મભમ’ ‘ઓળઘોળ’, ‘હચુડચુ’, ‘બોલકી’, ‘બરકે’, ‘પળોજણ’, ‘વગોણાં’ વગેરે સંખ્યાબંધ તળપદા શબ્દોને કારણે ગુજરાતી ગઝલ ઉર્દૂ અને ફારસીની પકડમાંથી મુક્ત થતી લાગે છે. ‘ઘાયલ’ એક શબ્દના કાફિયાનો ઉપયોગ કરતા હતા. એ રીતે શ્રુતિસામ્ય ધરાવતા અનેક શબ્દોનો આસાનીથી ગઝલના મિજાજને ઉપસાવવામાં એકસાથે ઉપયોગ કરે છે. ગઝલનો કેફ જાળવીને અભિવ્યક્તિની કલાત્મકતાનાં વિભિન્ન પાસાંઓનો ઘાયલે એમની ગઝલોમાં વિશેષ રીતે વિનિયોગ કરેલો દેખાય છે. તેમનાં 34 થી વધારે સંસ્થાઓ દ્વારા સન્માન, ‘કુમાર’નો કલાપી એવોર્ડ તથા ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર મળેલો. અવસાનના થોડા સમય પહેલાં તેમને તેમનાં નિવાસસ્થાને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું. અમે મનોજ આચાર્ય તથા હાલ સિંગાપોર ખાતે રહેતો મારો નાનો ભાઈ નરેશ તેમને રૂબરૂ મળેલા. એ સમયે તેમની ખુમારી એવી જ અકબંધ હતી. ૨૫ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રાજકોટ ખાતે તેમનું અવસાન થયુંં હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements