Explore

Search

August 30, 2025 12:35 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

કર્મ કર્તા અને ધ્યાન : Varsha Shah

કર્મ  કર્તા અને ધ્યાન : Varsha Shah

એક 👩બહેન દરરોજ દેરાસર જતા. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે દેરાસર નહીં આવે.😞

👉 પૂજારીએ તેને કારણ પૂછ્યું.🤔
ત્યારે બહેન બોલ્યા “હું જોઉં છું કે દેરાસર આગળ લોકો ફોન પર સતત પોતાના નોકરી – ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો દેરાસર ને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“

👉 પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, “ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો ?”
બહેન બોલ્યા, “હા, કહો મારે શું કરવાનું છે?”
પૂજારીએ કહ્યું,” એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી ૩ વાર દેરાસર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં.”
મહિલાએ કહ્યું, “સારુ, હું એ મુજબ કરીશ. “

પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા –

🤔 ૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
🤔 ૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
🤔 ૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, “ના, મેં આમાંથી કંઈ નથી જોયું”

પૂજારી બોલ્યા, “જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ દેરાસર આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ભગવાન જ સર્વત્ર નજરે ચડશે. “

જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે ?🤔🤔
ના ભગવાન
ના ગ્રહ – નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.

તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.

તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.

તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.

તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.

તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.

તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.

ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કો!ઈક મૂર્ખામી જવાબદાર છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Varsha Shah
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements