નાટ્ય, નિબંધ અને નવલકથાકાર યશોધર મહેતા (1909-1989) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૧૯૦૯માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્યકાર નર્મદાશંકર મહેતાને ઘરે થયો હતો. ૧૯૩૨માં તેમણે ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૪૦માં તેઓ લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. અને તેમણે વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહ્યા હતા. તેમણે ઘણાં નાટકોનાં પુસ્તકો લખ્યા છે જેમાંના અમુક આ મુજબ છે.
રણછોડલાલ અને બીજાં નાટકો (૧૯૪૭) મંબો જંબો (૧૯૫૧) ઘેલો બબલ (૧૯૫૨) સમર્પણ (૧૯૫૭) રણછોડલાલ. અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. મંબો જંબો અને ઘેલો બબલ પ્રહસનો છે અને સમર્પણ રેડિયો નાટક છે.
▶️ નવલકથાઓમાં : – સરી જતી રેતી ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨) વહી જતી જેલમ (૧૯૫૫) તુંગનાથ (૧૯૫૭) સંધ્યારાગ (૧૯૬૩) મહમદ ગઝની (૧૯૬૬) મહારાત્રિ (૧૯૫૪) નેવું વર્ષ (૧૯૭૪–૧૯૮૩) છે.
▶️ ઐતિહાસિક પ્રેમકથા, યોગસિદ્ધિના અનુભવો અને વ્યક્તિ વિશેષનાં ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે.
પ્રેમગંગા (૧૯૫૪) રસનંદા (૧૯૫૪) કીમિયાગરો (૧૯૫૧)
▶️ અન્ય રચનાઓ : પ્રવાસ વર્ણનો : – શ્રી નંદા (૧૯૫૮) અને ૪૪ રાત્રિઓ (૧૯૬૦)
▶️ નિબંધો :- – સરી જતી કલમ (૧૯૫૪), યશોધારા (૧૯૫૬), શિવસદનનું સ્નેહકારણ (૧૯૫૯)
▶️ રેડિયો વાર્તાલાપ : – નદીઓ–નગરો (૧૯૫૦)
▶️ અધ્યાત્મિક : – અગમનિગમ (૧૯૫૯), શૂન્યતા અને શાંતિ (૧૯૬૨), ઋષિઓનું સ્વરાજ્ય (૧૯૬૭), શ્રદ્ધાની રાત્રિ (૧૯૬૯), આનંદધારા (૧૯૬૯), સાક્ષાત્કારને રસ્તે (૧૯૭૨), શ્રદ્ધા અને અનુભૂતિ (૧૯૭૫) અને સમાપ્તિ (૧૯૭૭)
▶️ જ્યોતિષ : – ભાવિના ભેદ (૧૯૫૪), ભાવિના ગગનમાં (૧૯૬૬), ભાવિના મર્મ (૧૯૭૮)
તેમણે તેમના પિતા નર્મદાશંકર મહેતા વિશેના નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ (૧૯૬૮) ના સંપાદનમાં અન્ય સાથે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો લખ્યા છે. ૧૯૪૬માં તેમને કુમાર ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. અમદાવાદ સ્ટેશનની ઉત્તર તરફ આવેલા એક ચોકને યશોધર મહેતા ચોક નામ આપવામાં આવ્યું છે. ૧૯૮૯માં તેમનું હૃદયરોગથી અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877