Explore

Search

November 21, 2024 6:36 pm

लेटेस्ट न्यूज़

ગુજરાતનાં પહેલા ઇન્વેસ્ટિગેટીવ પત્રકાર – સોરઠના સાવજ – અમૃતલાલ શેઠ [25/08/1891-1954] : Manoj Acharya

ગુજરાતનાં પહેલા ઇન્વેસ્ટિગેટીવ પત્રકાર – સોરઠના સાવજ – અમૃતલાલ શેઠ [25/08/1891-1954] : Manoj Acharya

ગુજરાતનાં પહેલા ઇન્વેસ્ટિગેટીવ પત્રકાર કે જેઓ સોરઠના સાવજ તરીકે ઓળખાયા એ અમૃતલાલ શેઠ [૧૮૯૧-૧૯૫૪] નો આજે જન્મદિવસ છે.
કવિઓ, પત્રકારો સમાજ પરિવર્તન અને ક્રાંતિનું મસ્તિષ્ક છે. અંગ્રેજોના શાસનમાં ગુજરાત અને ખાસ તો કાઠીયાવાડને જગાડવાનું યુગપરિવર્તનકારી કાર્ય અનેક પત્રકારોએ કર્યું તેમાંનું એક ગૌરવશાળી નામ અમૃતલાલ દલપતરામ શેઠનું છે. જન્મભૂમિ લીંબડી અને કર્મભૂમિ રાણપુર. મેટ્રિક પછી શિક્ષકની નોકરી કરી પણ મન ન ઠરતા વઢવાણમાં રહી વકીલાતનું ભણ્યા. હાઇકોર્ટનાં પ્લીડરની પરીક્ષા આપી લિંબડીમાં મેજીસ્ટ્રેટ બન્યા. એ ઉપરાંત મુનસફ, જેલ અધિક્ષક, સબ રજીસ્ટ્રાર અને બરવાળા રાજ્યના કારભારી પદે ફરજ બજાવી. એક ચુકાદાના કારણે મન ખાટું થઈ જતાં નોકરી છોડી અને માંહ્યલામાંનો રહ્યો પત્રકાર જાગ્યો. બચપણથી લાલ, બાલ, પાલની રાષ્ટ્રવાદી ત્રિપુટીથી ગાઢ રીતે પ્રભાવિત થઇ તેમની છબીઓ ઘરમાં ટીંગાડી હતી. છબીઓ ઉતારવા આવેલા પોલીસોને તે ઉતારવા દીધી ન હતી. આવી દેશદાઝથી કાર્યરત અમૃતલાલની મુખ્ય ઓળખ રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે છે.
“ખીચો ન કમાનો કો, ન તલવાર ચલાવો,
જબ તોપ મુકાબીલ હો તબ અખબાર ચલાવો”
કાવ્ય કણિકા અનુસાર પરાધીનતાનો મુકાબલો પત્રકારત્વથી કરવાનો નિર્ધાર કર્યો. ચુનીલાલ વર્ધમાન શાહ પાસે તેઓ પત્રકારત્વનો એકડો ઘૂંટતા શીખ્યા હતા. અમૃતલાલે “બોમ્બે ક્રોનિકલ”માં કાઠીયાવાડ લેટર લખવાથી પોતાનું પત્રકારત્વ શરુ કર્યું હતું પણ તેમનું મન તો અમુક અપવાદોને બાદ કરતાં લગભગ અંધેર વહીવટ અને અમલદારશાહીમાં સબડતા સૌરાષ્ટ્રની વેદનાને વાચા આપવા તડપતું હતું. પરિણામે ૨ ઓક્ટોબર ૧૯૨૧ના રોજ ગાંધી જયંતિના રોજ રાણપુરથી “સૌરાષ્ટ્ર” સાપ્તાહિક શરુ કર્યું. જાનના જોખમે પણ રજવાડી ગુજરાતની કમજોરીઓ સૌરાષ્ટ્રના પાને પ્રગટાવતા. ઝવેરચંદ મેઘાણી અને ગોપાલરાવ જેવા વિદ્વાનનો એમને સાથ હતો તેમજ અનેક સર્જકો તેમની નિશ્રામાં પાંગર્યા હતા. ૧૯૩૧માં સૌરાષ્ટ્ર ઉપર પ્રતિબંધ મુકાયો હતો. અમૃતલાલ શેઠ ૧૯૩૪માં રાણપુર છોડી મુંબઈમાં સ્થાયી થયા તે પહેલા ધોલેરા મીઠા સત્યાગ્રહમાં સ્થાનિક પ્રજાને કુશળ નેતૃત્વ પૂરું પાડી ચુક્યા હતા. મુંબઈથી તેમણે “જન્મભૂમિ” [૧૯૩૪], “ડેઈલી સન” [૧૯૩૪],” નુતન ગુજરાત” [૧૯૪૨] જેવા પત્રો શરુ કર્યા હતા તો ૧૯૩૫માં મરાઠી દૈનિક” લોકમાન્ય” પણ ખરીદી લીધું હતું. એ ઉપરાંત ‘રોશની’, ‘નઇ રોશની’, ‘ફુલછાબ’, ‘જન્મભૂમિ’ અને ‘સન’ અંગ્રેજી દૈનિકનાં તેઓ સ્થાપક હતા. તેઓ પત્રકારત્વના વ્યવસાય સાથે સંબધિત અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. ૧૯૪૦-૪૮ દરમિયાનના ગાંધી-જિન્હા પત્રવ્યવહારનું પ્રકાશન અને ૧૯૪૬માં વોર કોરસપોંડસ તરીકે જીવના જોખમે આઝાદ હિન્દ ફોઝનું સાહિત્ય બર્માથી ભારત લઇ આવ્યા તે ઘટનાઓ તેમની પત્રકારત્વની કારકિર્દીમાં યશકલગી સમાન છે. કાઠીયાવાડ રાજકીય પરિષદ, આરઝી હકુમત જેવી સંસ્થાકીય પ્રવુતિઓ અને શિક્ષણની અનેક સંસ્થાઓમાં પણ અમૃતલાલ શેઠનું બહુમુલ્ય યોગદાન રહ્યું હતું. રાષ્ટ્રવાદી પત્રકાર અને ઉમદા સ્વતંત્રતા સૈનિક અમૃતલાલ શેઠનું ૩૦ જુલાઈ ૧૯૫૪ન રોજ મુંબઈમાં અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग