Explore

Search

November 21, 2024 6:46 pm

लेटेस्ट न्यूज़

ઝીંઝુવાડાનો સંક્ષીપ્ત ઇતિહાસ 🚩 : Manoj Acharya

ઝીંઝુવાડાનો સંક્ષીપ્ત ઇતિહાસ 🚩 : Manoj Acharya

🚩 ઝીંઝુવાડાનો સંક્ષીપ્ત ઇતિહાસ 🚩
હરપાળદેવ મકવાણાએ પાટડીમાં સત્તા સ્થાપી ત્યારથી ઇ.સ.૧૩૨૫ સુધી ઝીંઝુવાડામાં ઝાલાવંશની સત્તા રહી હતી. રાજકીય પરિસ્થિતિ બદલાતા ઇ.સ.૧૩૨૫ માં શાંતલજી અને ખીલજી વંશના શાહી સૂબા વચ્ચે યુદ્ધ થતા ઝીંઝુવાડા પર ઇ.સ. ૧૩૨૫ થી ઇ.સ.૧૪૦૮ સુધી મુસ્લિમ સૂબાનું શાશન રહ્યું. મુસ્લિમ સત્તા નબળી પડતા ઈસ ૧૪૦૮ માં ઝાલાઓએ પુનઃ ઝીંઝુવાડા પ્રાપ્ત કર્યું હતું. ઝાલાવંશના સંસ્થાપક હરપાળદેવ મકવાણાની ૧૮ મી પેઢીએ સત્રછાલજી પાટડીની ગાદીએ આવ્યા ત્યારે ઝીંઝુવાડા પર પાટણના શાહી સુબા ઝફરખાન તરફથી સુમરા જાતિનો થાણદાર નીમેલો હતો. તેનો ત્રાસ વધતાં તથા આઈ શ્રી રાજબાઈ માતાજીના મંદિર સામે ગૌ હત્યા કરતા માતાજીના સ્વપ્ન આદેશ તથા રાજ સત્રછાલજીની રજા લઈને નાનાભાઈ વનવીરસિંહજીએ ૫૦૦ સૈનિકો સહીત ઝીંઝુવાડા પર આક્રમણ કર્યું અને ઝીંઝુવાડા ને મુસ્લિમ હકુમતથી મુક્ત કરાવ્યું. પાટવી કુંવર સત્રછાલજી એ પોતાના નાનાભાઈ વનવીરસિંહજીને ઝીંઝુવાડા પરગણાની સ્વતંત્ર રાજગાદીનો મંજૂરી આપી કુંવર વનવીરસિંહજી ઝાલાએ ઇ.સ.૧૪૦૮ (વૈશાખ વદ આઠમને બુધવાર સવતં ૧૪૬૪) ઝીંઝુવાડામાં સ્વતંત્ર ઝાલા રાજ્યની સ્થાપના કરી હતી. તે સમયે વનવીરસિંહજીના તાબા હઠળે ૨૪ ગામ હતા. વનવીરિસંહજી પછી ઝીંઝુવાડાની ગાદી પર અનુક્રમે કુંભાજી, અજાજી, કરણજી, લાખોજી, હમીરજી, બલીયાજી, યોગરાજજી આવ્યા હતા. યોગરાજજીના પાટવી કુંવર સામંતસિંહજી, અમરસિંહ તથા અજાજી હતા. બે કુંવરો સામંતસિંહ તથા અમરસિંહજી એ સંન્યાસ ધારણ કર્યો હતો. તેઓ દુધરેજ તથા ભેંસાણમાં વડવાળા દેવ તરીકે છે. યોગરાજજીને તેમના સાઢુભાઈના કુંવર હળવદના રાજ રાયસિંહજીએ ઝેર આપીને હળવદ રાજમહેલમાં દગાથી મારી નાંખ્યા હતા. એમનું વેર લેવા અજાજીએ હળવદ ઉપર ચડાઈ કરી હતી એટલે અજાજી ને પણ દગાથી પકડીને પંદર વર્ષ હળવદની જેલમાં પુરી દિધા હતા. અજાજીના શાસનકાળ દરમ્યાન ૨૪ ને બદલે ૧૮ ગામ તેમના તાબા હેઠળ રહ્યા હતા. તેમના પછી ઝીંઝુવાડાની ગાદી પર અનુક્રમે કુંભાજી, હમીરજી જેહાજી અને વાસણસિંહજી આવ્યા હતા. જેહાજીના પાટવી કુંવર મેળાજી અને હઠિસિંહજી વચ્ચે આંતરકલહ થતાં હઠિસિંહજી બહારવટે ચડીને ધામા, સરુેલ, પાટીવાડી, ફતેહપરુ, વીસનગર અને નગવાડાનો ગરાસ મેળવ્યો હતો. આથી પાટવી કુંવર મેળાજી પાસે ૧૨ ગામનો ગરાસ રહ્યો હતો. ઝીંઝુવાડા રાજકીય ઇતિહાસ જોતા ઘણાં પરિવર્તન થયેલા જોવા મળે છે. ઝીંઝુવાડા પર ઇ.સ.૧૩૨૫ સુધી પાટડીના ઝાલાવંશનું શાસન, ઇ.સ.૧૩૨૫ થી ઇ.સ.૧૪૦૮ સુધી મુસ્લિમ શાસન શાસન રહ્યું. ઇ.સ.૧૪૦૮ માં સત્તા આવતા ઝાલા રાજ્યની સ્થપના થતાં પુનઃ ઝાલાવંશનું શાસન રહ્યું. ઇ.સ.૧૮૧૪માં ધ્રાંગધ્રાના શાસક અમરસિંહજીએ ઝીંઝુવાડા ઉપર ચડાઈ કરી ઝીંઝુવાડાના વેપારીઓ વચ્ચે પડીને સમાધાન કરાવતા ધ્રાંગધ્રાને કર આપવાનુંયનક્કી થયું. ત્યારબાદ ઇ.સ.૧૮૧૬માં ઝીંઝુવાડા ગાયકવાડના તાબા હેઠળ આવ્યું હતું. ઝીંઝુવાડા દેવાદાર થતા અંતે અંગ્રેજોએ ઝીંઝુવાડા કબ્જે કરી અમદાવાદ સાથે જોડી દીધું હતું, જે 1943 માં દેવું ભરપાઈ થતા ઝીંઝુવાડા તાલુકદારોને સોંપી દીધું હતું.
🙏🏻 જય માતાજી 🙏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग