પાંચાળ પ્રદેશનો ભાતિગળ લોકમેળો એવો તરણેતર મેળાની આમંત્રણ પત્રિકામાં સરકારી તંત્રએ ભાંગરો વાટયો
સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ૩૦-૮-૨૨ થી શરૂ થતા તરણેતર મેળાની આમંત્રણ પત્રિકામાં પાંચાળ પ્રદેશનો એક પણ ફોટો નહીં મુકવામાં આવેલ અને ડાંગ જિલ્લાનાં ફોટા મુકી સરકારી તંત્ર દ્વારા ગંભીર ભુલ કરવામાં આવતાં સમગ્ર ઝાલાવાડ વિસ્તારનાં સાહિત્યપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો છે ત્યારે સોશ્યલ મીડિયામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સરકારનાં એકપણ અધિકારી આ ભુલ સ્વિકારમાં એકબીજાને ટોપલો ઢોળી રહ્યા છે ત્યારે તરણેતર મેળા વિષે માહિતી મેળવીએ..
સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો મેળો હોય તો ઝાલાવાડ પંચાળ પ્રદેશનો તરણેતરનો ભાતિગળ લોકમેળો યોજાય છે, જેમાં ભજનોની રાવટીઓમાં મધુર સ્વરમાં ભજનોની રમઝટ સાથે ભાતિગળ લોક સંસ્કૃતિ સાથે રાસ, હુડો વખણાય છે. દુહા છંદની રમઝટ સાથે રાત્રે લોક ડાયરો પણ હોય છે અને પાંચાળ પ્રદેશ ઝાલાવાડ પંથકનાં લોકો જેમાં મુખ્યત્વે માલધારીઓ અને તળપદા કોળી સમાજ પોતાનાં પરિધાન પરંપરાગત પોશાકમાં શોભતા જોવા મળે છે. સાથે સાથે મેળાનું પ્રતિક ભરત કલાથી સજ્જ છત્રી લઈને આવે છે અને મુખ્ય જોડીયા પાવા પણ સાથે હોય છે. પશુપાલકો પશુઓ લઈને આવે છે, જેમાં ઘોડા, બળદો, ગાયો સાથે અન્ય પશુઓનું પ્રદર્શન યોજવામાં આવે છે. મુખ્ય મહત્વ મેળામાં ઋષિપંચમીનાં દિવસે ગંગા અવતરણના મહિમાનાં લીધે સ્નાન કરવા મોટી સંખ્યામાં લોકો જોડાય છે. મેળાને રાષ્ટ્રીય ફલક પર લઈ જવાં માટે જેમનું યોગદાન છે તેવાં સનતભાઇ મહેતા, અરવિંદભાઈ આચાર્ય (ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્યનાં કાકાશ્રી), રામકુભાઈ ખાચર અને ઝાલાવાડનાં લોકપ્રિય કલાકારોનો મુખ્ય ફાળો રહ્યો છે. ત્યારબાદ વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં મેળો મહાલવા આવે છે. જ્યારથી મેળામાં સરકારી તંત્રનો હસ્તક્ષેપ શરૂ થયો ત્યારબાદ મેળો એનું મુળ પરંપરા ગુમાવતો જાય છે. આમંત્રણ પત્રિકામાં ફોટા ડાંગનાં મુકવામાં આવે ત્યારે ઈતિહાસવિદો અને સાહિત્ય પ્રેમીઓ માટે બહુ દુઃખદ બાબત હોય છે. કલેકટર મુખ્ય આયોજક હોય છે તેમાં એક કમિટી હોય છે. અગાઉ કમિટીમાં ઈતિહાસવિદ રામકુભાઈ ખાચરે ૩૦ વર્ષ સુધી સેવા આપી હતી અને સફળ આયોજન કરતાં હતાં. હાલ કોઈ ઈતિહાસનાં માણસો કમિટીમાં ન હોય ત્યારે આવી ગંભીર ભુલો થતી હોય છે. તરણેતર મેળો તેની અસ્મિતા ગુમાવવાની શરૂઆત જ્યારથી ગુજરાતનાં મુખ્યમંત્રીઓ મેળામાં આવતા થયા ત્યારથી શરૂ થઈ છે અને તંત્ર દ્વારા રીતસર મેળાને બાનમાં લેવામાં આવે છે અને મેળો મહાલવા આવતા લોકોને હેરાનગતિ વેઠવી પડે છે ત્યારે આમંત્રણ પત્રિકામાં પણ હવે ડાંગ જિલ્લાનાં ફોટા લાગતાં પાંચાળ પ્રદેશનો તરણેતર મેળો હવે એની મુળ ઓળખ ગુમાવી ચુક્યો છે તેમાં મુળ કારણ સરકારીકરણ જ છે. જે અધિકારી અન્ય પ્રદેશોમાંથી આવતા હોય અને તેઓ આયોજન કરતા હોય ત્યારે આવી ગંભીર ભુલો થશે થશે ને થશે જ. માટે જાગો ઝાલાવાડ પંચાળ પ્રદેશનાં સાહિત્ય પ્રેમીઓ, ઈતિહાસવિદો. લોક કલાકારો અને પ્રજાનાં પ્રતિનિધિઓ
✍️ રામકુભાઈ કરપડા મુળી
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877