Explore

Search

November 21, 2024 2:56 pm

लेटेस्ट न्यूज़

ધાર્મિક કથા : ભાગ 92ભાદરવા સુદ બીજરામદેવ પીરનો પ્રાગટય દિવસ🚩 🙏🏻 🐎 🙏🏻 🚩 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 92ભાદરવા સુદ બીજરામદેવ પીરનો પ્રાગટય દિવસ🚩 🙏🏻 🐎 🙏🏻 🚩 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 92
ભાદરવા સુદ બીજ
રામદેવ પીરનો પ્રાગટય દિવસ
🚩 🙏🏻 🐎 🙏🏻 🚩
બાર બીજનાં ધણી એવા રામદેવ પીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના તંવર વંશના રાજા હતાં. રાણીનું નામ નેતાલ દે હતું. ગુરુનું નામ બાલીનાથ, ઘોડાનું નામ લાલી રાઅસવાર હતું. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મજયંતી ઉજવવામાં આવે છે. બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવીને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા. તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઈચારો વધારીને શાંતિથી રહેવાનું શીખવ્યું. બાબા રામદેવ પોકરણના શાસક પણ હતા પરંતુ તેમણે રાજા તરીકે નહીં પરંતુ જાહેર સેવક તરીકે ગરીબ, દલિતો, અસાધ્ય દર્દીઓ અને જરૂરતમંદોની સેવા કરી હતી. ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’નુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુપદે ગણે છે. તેમના આ પૃથ્વી પરના નિયત અવતાર કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગાસિંહે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું. લોકોની રક્ષા અને સેવા કરવા માટે તેમના જીવનકાળ દરમિયાન બાબાએ ઘણા ચમત્કારો દર્શાવ્યા છે. બાબા તેમની સમાધિ પર બેઠા છે અને આજે પણ તેઓ તેમના ભક્તોને ચમત્કારિક અનુભૂતિ કરાવતા રહે છે. બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે. તેમનાં ચરણોમાં કોટી કોટી ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग