જઘન્યબળાત્કારીઓનેસખ્તસજામળવી_જોઈએ : BJPDNHDD
સંઘપ્રદેશ સેલવાસ ના સામરવરણી સ્થિત ક્રિશ્ચિયન મિશનરી શાળામાં અનુસૂચિત જાતિની સગીર બાળકી પર શાળાના સંચાલક દ્વારા કરવામાં આવેલા બળાત્કાર અંગે પ્રદેશ ભાજપના પ્રતિનિધિ મંડળે દ્વારા આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Deepesh Tandel જી ના નેતૃત્વમા પુલીસ અધિક્ષક શ્રી ને રૂબરૂ મળીને ધારદાર રજૂઆત કરવામા આવી છે.
ભાજપના પ્રતિનિધિ મંડળે કહ્યું કે આદિવાસી બહુલ વિસ્તાર દાદરા નગર હવેલીમાં અનુસૂચિત જાતિની સગીર યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પ્રદેશ ભાજપ આ બાબતે ખૂબ જ ગંભીર અને ચિંતિત છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુરુ શિષ્ય પરંપરાને કલંકિત કરનાર આ શાળા સંચાલક અને તેના સહયોગી શિક્ષકના બળાત્કારના જઘન્ય કૃત્યને લઈને સમગ્ર પ્રદેશમાં આક્રોશનો માહોલ છે. ભાજપ અને પ્રદેશની જનતા ઇચ્છે છે કે પોલીસ પ્રશાસન તાત્કાલિક અસરથી તપાસ પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીઓને આકરી સજા આપવામા આવે અને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી અન્ય લોકો માટે ઉદાહરણીય દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને કોઈ ભવિષ્યમાં આવી ઘટના કરવાની હિંમત ન કરે. ભાજપ માંગ કરે છે કે જે સંસ્થામાં આવી ઘટના બની છે. જે તે સંસ્થામાં સરકારી અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવી જોઈએ. નિષ્પક્ષ તપાસ પ્રક્રિયા માટે, એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આ ખાનગી સંસ્થાના કોઈ ટ્રસ્ટી સંસ્થાના શૈક્ષણિક/વહીવટી કાર્યમાં સામેલ ન હોય. તેમજ મિશનરીઓ દ્વારા સંચાલિત આવી ખાનગી સંસ્થાઓનો વિગતવાર સર્વે કરીને સીસીટીવી કેમેરા સર્વેલન્સની સુવિધા ફરજિયાત બનાવવી જોઈએ.ભૂતકાળમાં પણ શિક્ષણ ક્ષેત્રે આવી ઘટનાઓ દ્વારા પ્રદેશને રાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આવા જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા કે આવા ઈરાદા ધરાવતા લોકો સામે પોલીસ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877