રોટરી ક્બબ ઓફ વાપી દ્વારા થનગનાટ-૨૦૨૨ નવરાત્રી નું આયોજન વાપી માં કરવામાં આવ્યું હોવાથી આજે બપોરે ૩ કલાકે વાપી ખાતે નવરાત્રીનાં આયોજન ની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્બબ ઓફ વાપીના પ્રમુખ હેમાંગ ભાઇ નાયકે અને આયોજનના ચેરમેન ભરતભાઈ પટેલ ના જણાવ્યામુજબ માતાજીની ભક્તિ અને ખેલૈયાનો ઉત્સાહના અવસરની સાથે સમાજને ઉપયોગી થવાના ધ્યેય સાથે અમારું આયોજનથતું હોય છે. આ વર્ષે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમમાંથી મફત ડાયાલિસિસ અને બાળકોના મફત હદય સર્જરીનાપ્રોજેક્ટમાં વપરાશે. આ ઉપરાંત રોટરી ક્બ ઓફ વાપી આખા વર્ષ દરમ્યાન અનેક સમાજોપયોગી કાર્યક્રમો જેવાકે આરોગ્યલક્ષી, રોફેલ કોલેજ દ્વારા શિક્ષણલક્ષી, રેગ્યુલર ફ્રી ડાયાલીસીસ, બ્લડ મોબાઈલ વેન દ્વારા બ્લડડોનેશન ના નાના મોટા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.




Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877