વાપીના ભાનુશાળી સમાજે “ઇશ્ક પશ્મિના” ફિલ્મ નિહાળી ભાવિન ભાનુશાળીને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા વાપી.તા.25 સપ્ટેમ્બર: ભાવિન ભાનુંશાળીની નવી હિન્દી ફિલ્મ “ઇશ્ક પશ્મિના” તા.૨૩ સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થઇ છે. ભાનુંશાળી સમાજ માટે ગૌરવની વાત છે કે બોલિવૂડમાં લોકો પોતાનો પગ અજમાવવા માટે કેટલો સંઘર્ષ કરતાં હોય છે. પરંતુ ભાવિન એમાંથી નોખો તરી આવ્યો છે; વાપીની સીનેપાર્ક ટોકીઝમાં શનિવારનાં રોજ રાત્રે એક પ્રીમિયર યોજાયો હતો. જેમાં ફિલ્મનો હીરો ભાવિન ભાનુશાળી ખુદ હાજર રહ્યો હતો. જેની સાથે ફોટો પડાવવા અને સેલ્ફી લેવા માટે દર્શકોની પડાપડી થઇ હતી. આ ફિલ્મની હીરોઇન ભારતિય ક્રિકેટર દીપક ચહરની બહેન ઓમીશા (માલતી ચહર) અભિનયનાં ઓજસ પાથરી રહી છે. વાપી ભાનુશાળી સમાજનાં આગેવાનો આ શનિવારની રાત્રે પૂરી ટોકિઝનો રાતનો શો બુક કર્યાં બાદ મોટી સંખ્યામાં ભાનુશાળી સમાજના લોકો ફિલ્મ નીહાળવા ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મ જોયા બાદ ફિલ્મના વખાણ કર્યા હતા અને ભાવિનને હજુ સારી ફિલ્મ મળે એવા આશીર્વાદ આપ્યા હતા. આ ફિલ્મનાં પ્રોડ્યુસર સૂરજ સુર્યા મિશ્રા અને શાલું મિશ્રા છે તથા ફિલ્મનાં રાઇટર અને ડાયરેક્ટર અરવિંદ પાંડે છે.