ધાર્મિક કથા : ભાગ 122નવરાત્રિ અનુષ્ઠાન : Manoj Acharya

Views: 46
0 0
Spread the love

Read Time:5 Minute, 3 Second

ધાર્મિક કથા : ભાગ 122
નવરાત્રિ અનુષ્ઠાન
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
અનુષ્ઠાન એટલે, અનુ: સ્થાન = અનુષ્ઠાન અર્થાત્ આગળનું સ્થાન. સાધકનું પ્રગતિનું આગલું ચરણ એટલે અનુષ્ઠાન. સાધકનો આર્તનાદ એટલે અનુષ્ઠાન. જેમ માં માં કરતું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય તો ‘ઓ..મા’ એવી બૂમ પાડે છે અને માતા બધું કામ મૂકી બાળક પાસે દોડી આવે છે. આ જ છે અનુષ્ઠાન.. અર્થાત્ સાધકનો પોકાર જે સાંભળી જગદંબા દોડી આવે છે.
અનુષ્ઠાનના મુખ્ય ત્રણ પ્રકાર છે.
(૧) નવ દિવસમાં પૂરું થતું ૨૪,૦૦૦ મંત્રનું લઘુ અનુષ્ઠાન.
(૨) ૪૧ દિવસમાં પૂરું થતું સવાલક્ષ જપનું અનુષ્ઠાન તથા
(૩) એક વર્ષમાં પૂરું થતું ૨૪ લાખ જપનું મહાઅનુષ્ઠાન-પુરશ્ચરણ.
નવરાત્રીમાં સામાન્ય રીતે લઘુ અનુષ્ઠાન કરવામાં આવે છે. આપ જે પણ દેવીને માનતા હોય એમનું અનુષ્ઠાન કરી શકાય પરંતુ નવરાત્રિમાં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ઈચ્છીત ફળની પ્રાપ્તિ માટે જે તે “ખાતાના અધ્યક્ષ” એવા માતાની સાધના કરવી જોઈએ. જેમકે ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતી અને શત્રુ વિનાશ માટે ચંડી. બધી જ દેવી અંતે તો કલ્યાણકારી જ છે. સર્વપ્રથમ તો એ નક્કી કરી લેવું જોઈએ કે શક્તિનું અનુષ્ઠાન શા માટે કરાઈ રહ્યું છે. કોઈ ઉદ્દેશ વિનાની આરાધના એ મધદરિયે દિશા ભૂલેલા વહાણ જેવી છે. જો કોઈ વિશેષ ઉદ્દેશ ના હોય તો “સદબુદ્ધિ” અને “આધ્યાત્મિક ઉન્નતી” એવા ઉચ્ચ ઉદ્દેશ સાધી શકાય.
🚩 અનુષ્ઠાન કરવા માટે નવરાત્રીના પહેલા દિવસે માતાની મૂર્તિનું વિધિવત સ્થાપન કરવું અથવા ચિત્રપ્રતિમા પણ મુકી શકાય. સ્નાનાદી કરી, શુદ્ધ મનથી અનુષ્ઠાનમાં બેસતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું અને માતાજીનો દિવો સતત પ્રજ્વલિત રહે એનું ખાસ ધ્યાન રાખવું તથા સુગંધિત અગરબત્તી પણ પ્રગટાવવી.
🚩 માતાના જે તે સ્વરૂપ માટે શાસ્ત્રોમાં સૂચવેલ સૂક્ત, સ્તુતિ અથવા કવચ શોધી, રોજ દિવસમાં બે વાર (સવારે અને સાંજે) તેમનું પઠન કરવું અને દિવસ દરમ્યાન મનન કરવું. શાસ્ત્રોમાં સૂચવેલ બધીજ રચનાઓ સંસ્કૃતમાં હોય છે માટે પહેલા તેનો અર્થ સમજવો અને પછી જ તેનું પઠન કરવું. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી દેવીઓમાંથી મોટાભાગની દેવીઓને સિદ્ધ કરવા માટે ખાસ મંત્રો પણ પ્રયોજવામાં આવ્યા છે. જેમ કે ગાયત્રી માતા (જે તેજસ્વીતા અને જ્ઞાન આપે છે) માટે ગાયત્રી મંત્ર વગેરે. આવા મંત્રોના શક્ય એટલા વધારે જાપ કરવાથી આરાધના ખુબજ સામર્થ્યવાન બને છે. નવરાત્રીમાં લઘુ અનુષ્ઠાન (24,000 મંત્રજાપ) માટે નવ દિવસ લેખે રોજની 27 માળા કરવી આવશ્યક છે.
🚩 પુજાના અંતે શાસ્ત્રોમાં બતાવેલ જે તે સ્વરૂપની આરતી ગાવી. આરતીમાં ધૂપ અને દીવાનો ઉપયોગ કરવો.
🚩 રોજ બંને સમયે તામસિક પદાર્થો ભળેલ ના હોય એવી પ્રસાદી ધરવી.
🚩 અનુષ્ઠાનના છેલ્લા દિવસે “બલી” સ્વરૂપે શ્રીફળ વધેરીને માતાને અર્પણ કરવું.
🚩 આ નવે નવ દિવસો દરમ્યાન જેટલું બને તેટલું કઠોર તપ કરવું. આના માટે આકરા ઉપવાસ કરી શકાય, માતાના જે તે સ્વરૂપનું પ્રખર જપ/ધ્યાન કરી શકાય. આ વખતે માતાનું સ્મરણ મનમાં હોવું જોઈએ. આ દિવસો દરમ્યાન ચુસ્ત બ્રમ્હચર્યનું પાલન કરવું અને બને એટલું સાત્વિક જીવન જીવવું. સાધક માટે કશું જ અપ્રાપ્ય રહેતું નથી. જગદંબા સાધકને બ્રાહ્મણત્વ, આયુષ્ય, પ્રાણશકિત, સંતતિ, ભૌતિક સંપત્તિ, કીર્તિ, લક્ષ્મી આપી, આત્મબળ સંપન્ન કરી અંતમાં બ્રહ્મલોકમાં લઈ જાય છે. નવરાત્રી અનુષ્ઠાનના અંતે તમે એક વધુ બળવાન અને ઉન્નત મનુષ્ય થઈને બહાર આવશો. માતાના અનુષ્ઠાન આપ સર્વેને ખુબ ફળે તેવી શુભેછા સાથે સૌને મારા “જય અંબે”!! 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *