પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ની વાપી શાખા દ્વારા તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨ નાં રોજ સાંજે ૪કલાકે વાપી સેન્ટર ખાતે પત્રકારો માટે સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મકુમારી અને વાપી સેન્ટર નાં સંચાલિકા રશ્મિબેને જણાવ્યું હતું કે તા.૨ઓક્ટોમ્બર નાં રોજ આઝાદી નાં અમૃત મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થાની ટ્રાન્સપોર્ટ વિંગ્ દ્વારા વાપી માં “સ્વરછ, સ્વસ્થ અને સુરક્ષિત ભારત” અભિયાન અંતર્ગત ચલા નાં મહેશ્વરી ભવન ખાતે મંત્રી કનુભાઈ દેસાઈ, માં ફાઉન્ડેશન ટ્રસ્ટનાં અમિત ભાઈ મેહતા,મહેશ્વરી સમાજના રામનરેશ કાબ્રાજી,કરાટે માસ્ટર હાર્દિકભાઇ જોષી ની આગેવાની હેઠળ ૭૫ બાઇકર્સ હેલ્મેટ પહેરી સવારે ૭કલાકે મુક્તાનંદ માર્ગ થી નિકળી અલગ અલગ જગ્યાએથી પસાર થશે, જ્યાં તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે. આ બાઇક રેલી સવારે ૧૧કલાકે સોનોરસ ખાતે સમાપ્ત થશે.જ્યાં વાપી ન.પા.પ્રમુખ કાશ્મીરાબેન શાહ,મિલન દેસાઈ,રમેશભાઈ કોટડિયા દ્વારા બાઇકર્સ ને સર્ટિફિકેટ આપવામાં આવશે. સાથે તા.૮/૧૦/૨૦૨૨ નાં રોજ વાપી વીઆઇએ ખાતે સવારે ૬.૩૦ થી ૮.૩૦ કલાક દરમ્યાન “નયી સોચ નયી પ્રગતિ” વિષય પર હિન્દીમાં આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદીનું અધ્યામિક પ્રવચન નું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મકુમાર વિજયભાઇ એ બાઇક રેલી નાં રૂટ વિશે માહિતી આપી હતી અને બ્રહ્મકુમાર તરુણભાઇ એ ટ્રાફિક નાં અનુસંધાને જે નારા લગાવવામાં આવશે તે વિશે માહિતી આપી હતી.આ બાઇક રેલીમાં બ્રહ્માકુમારી,વાપી શાખાનાં ભાઈઓ,બહેનો,યુવા મોર્ચાનાં પ્રમુખ અમન ત્રિવેદી,કરાટે ક્લાસના યુવકો જોડાશે.જેમને બી.કે.સંસ્થા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877