ડૉ કૃષ્ણ ચૌહાણે ‘મહાત્મા ગાંધી રત્ન એવોર્ડ ૨૦૨૨’નું આયોજન મુંબઈ ખાતે કર્યું હતું. મુંબઈ ખાતે ૨જા વર્ષે મુંબઈમાં એવોર્ડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્ય અતિથિ તરીકે દિગ્દર્શક મેહુલ કુમાર,સંગીતકાર દિલીપ સેન,અભિનેત્રી સુજાતા મહેતા,અભિનેતા રણજિત, બીએન તિવારી,અનિલ નાગરથ, પંકજ બેરી, લોકસભા સાંસદ ડૉ.સુનિલ બલિરામ ગાયકવાડ, સંઘના નેતા અભિજિત રાણે, સામાજિક કાર્યકર સુંદરી ઠાકુર, મધુમંગલ દાસ , મધુમંગલ દાસ,સામાજિક કાર્યકર અને સાહિત્યકાર દીનદયાળ મુરારકા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. ક્રિષ્ના ચૌહાણે બોલીવુડ અને સામાજિક ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. સાહિત્ય અને લોક સેવા કરનારાઓને ‘મહાત્મા ગાંધી રત્ન એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત કર્યા હતા. મેહુલ કુમારે કહ્યું કે લોકો ગાંધીજીને અનુસરવાનું ભૂલી રહ્યા છે આપણે તેમના આદર્શોને અનુસરવાની જરૂર છે. સાથે પોતાની “કોહરામ” ફિલ્મમાં ગરૂબાની જે બનાવી હતી અને તેની માટે કેટલા ગુરૂદ્વારા માં ગયા હતા તેની વિશે પણ વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું. અનિલ નાગરથે કહ્યું કે આજે લોકો આંધળી દોડમાં સ્વાર્થી બની ગયા છે. દરેક વ્યક્તિને કોઈકની જરૂર હોય છે, તેથી તમારા લોકો માટે પણ થોડો સમય કાઢો.પોતે જે ફિલ્મો માં જજ નાં રોલ કર્યાં છે તેની માહિતી આપી હતી. રણજીતે કહ્યું કે સત્ય અને અહિંસાના પૂજારીએ બાપુને અનુસરીને પ્રેમભર્યું જીવન જીવવું જોઈએ. હું ફિલ્મોમાં વિલન છું પણ મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ડૉ કૃષ્ણ ચૌહાણે અને હાજર રહેલાં મહાનુભાવો એ પત્રકારો ફિલ્મ ફોટોગ્રાફર દિનેશભાઈ પરેશા તથા અનેક પત્રકારોને એવોર્ડ એનાયત કર્યા હતા.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877