Explore

Search

November 22, 2024 3:41 pm

लेटेस्ट न्यूज़

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ : ગુજરાતી કવિ, સંપાદક, તેમનો જન્મદિવસ છે 10 ઑગસ્ટ : Manoj Acharya

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ  : ગુજરાતી કવિ, સંપાદક, તેમનો જન્મદિવસ છે 10 ઑગસ્ટ : Manoj Acharya

સુરેશ પુરુષોત્તમદાસX દલાલ (જ. 11 ઑક્ટોબર 1932, થાણે, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 2012, મુંબઈ) : ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક હતા. આજે તેમનો જન્મદિવસ છે.
ઉછેર અને શિક્ષણ મુંબઈમાં. ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. (1953), મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. (1955) અને તે જ યુનિવર્સિટીમાં ‘ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્ય : છ આધુનિક કવિઓના વિવેચનાત્મક અભ્યાસ સાથે’ એ વિષય સાથે પીએચ.ડી. (1969). તેમનું લગ્ન સુશીલાબહેન (તે વખતે ગાંધી) સાથે થયેલું. 1956થી 1973 સુધી મુંબઈની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. 1973માં મુંબઈની એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ. તે જ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અધ્યયન-સંશોધન વિભાગના નિયામક તરીકે વય-નિવૃત્ત થયા (1992). દરમિયાન તે યુનિવર્સિટીમાં અનેક વખત કાર્યકારી કુલપતિ રહ્યા. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના કુલપતિ તરીકે પણ કામ કર્યું (1992–93). તે ઉપરાંત તેઓ કવિતા માસિકના સંપાદક પણ રહી ચુક્યા હતા. એમની સાહિત્ય સફર જોઇએ તો… એકાન્ત’ (૧૯૬૬), ‘તારીખનું ઘ’ (૧૯૭), ‘અસ્તિત્વ’ (૧૯૭૩), ‘નામ લખી દઉં’ (૧૯૭૫), ‘હસ્તાક્ષર’ (૧૯૭૭), ‘સિમ્ફની’ (૧૯૭૭), ‘રોમાંચ’ (૧૯૭૮), ‘સાતત્ય’ (૧૯૭૮), ‘પિરામિડ’ (૧૯૭૯), ‘રિયાઝ’ (૧૯૭૯), ‘વિસંગતિ’ (૧૯૮૦), ‘સ્કાઈસ્ક્રેપર’ (૧૯૮૦), ‘ઘરઝુરાપો’ (૧૯૮૦), ‘એક અનામી નદી’ (૧૯૮૨), ‘ઘટના’ (૧૯૮૪), ‘રાધા શોધે મોરપિચ્છ’ (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે’ (૧૯૮૫) અને ‘પવનના અશ્વ’ (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતો એ એમનું મહત્વનું પ્રદાન છે. આ સંગ્રહોની રચનાઓને ‘કાવ્યસૃષ્ટિ’ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘ઈટ્ટાકિટ્ટા’ (૧૯૬૧), ‘ધીંગામસ્તી’ (૧૯૬૩), ‘અલકચલાણું’ (૧૯૬૪), ‘ટિગાટોળી’ (૧૯૯૭), ‘છાકમ છલ્લો’ (૧૯૭૭), ‘બિન્દાસ’ (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘પિનકુશન’ (૯૭૮) એમનો વાર્તાસંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના નિબંધસંગ્રહોમાં ‘મારી બારીએથી’-ભા.-૨ (૧૯૭૫), ‘સમી સાંજના શમિયાણામાં’ (૧૯૮૧), ‘ભૂરા આકાશની આશા’ (૧૯૮૨), ‘મોજાને ચીંધવા સહેલાં નથી’ (૧૯૮૪), ‘અમને તડકો આપો’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. વિવેચનમાં આ લેખક મુખ્યત્વે મુગ્ધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા’ (૧૯૫૮), ‘પ્રક્રિયા’ (૧૯૮૧), ‘સમાગમ’ (૧૯૮૨), ‘ઈમ્પ્રેશન્સ’ (૧૯૮૪), ‘કવિપરિચય’ (૧૯૮૬) અને ‘કવિતાની બારીએથી’ (૧૯૮૭) એમના વિવેચનગ્રંથો છે. સંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ‘ઉપહાર’ (૧૯૫૭), ઉમાશંકર વિષયક ‘કવિનો શબ્દ’(૧૯૫૮) સુન્દરમ્ વિષયક ‘તપોવન’ (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક ‘સહવાસ’ (૧૯૭૫), જયંત પાઠક વિષયક ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), મકરંદ દવે વિષયક ‘અમલપિયાલી’ (૧૯૮૦) વગેરે એમના સંપાદન ગ્રંથો છે. એમના અનુવાદોમાં નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ‘ચાંદનીની લૂં’ (૧૯૬૭) ઉપરાંત ‘મરાઠી કવિતા’ (૧૯૭૭) અને ‘ત્રિરાત’ (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો. ૧૯૮૮નો નર્મદ સુવર્ણ ચંદ્રક તેમના પુસ્તક પદધ્વનિ માટે એનાયત કરાયો હતો. ૧૦ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग