Explore

Search

November 22, 2024 4:02 pm

लेटेस्ट न्यूज़

સીતાફળ : Niru Ashra

સીતાફળ : Niru Ashra

સીતાફળ :

સીતાફળ એ એક મીઠું બહુ બીજી ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળનું શાસ્ત્રીય નામ એનોના સ્ક્વોમાસા છે.

આ એક નિત્ય લીલી કે ઉપ નોઇત્ય લીલી વનસ્પતિ છે. તેનું વૃક્ષ નાનકડું હોય છે જે લગભગ ૬થી ૮ મીટર જેટલું ઊંચુ હોય છે.તેના પાન એકાંતરિત, સાદા, લંબગોળ અને ૫-૧૭ સેમી જેટલાં લાંબા અને ૨-૫ સેમી જેટલાં પહોળા હોય છે. તેના ફૂલો ૩થી ૪ના ઝૂમખાં ઊગે છે. તેના ફૂલ ૧.૫થી ૩ સેમી નો ઘેરાવો ધરાવે છે. તેને ત્રણ મોટી અને ત્રણ નાની પાંખડીઓ હોય છે. તેના તળિયે આ પાંખડી પીળલીલા જાંબલી ટપકાં ધરાવે છે.

આનું ફળ પ્રાયઃ ગોળ અને સહેજ શંજુ આકારનો હોય છે. તે ૬થી ૧૦ સેમી મોટું હોય છે. તેનું વજન ૨૩૦ ગ્રામ જેટલું હોય છે. તેની બાહ્ય ત્વચા ભીંગડા જેવી દેખાય છે. આના આકર અનિયમિતની આકારની હોય છે. આ ફળનો ગર મીઠો, સફેદ કે હલકો પીળો હોય છે. તેનો સ્વાદ કસ્ટર્ડ જેવો હોય છે. આ ફળનો ખાવાલાયક પદાર્થ તેની બીયા પર આવરણ સ્વરૂપે હોય છે. જેમ કે ટમેટાના બીજ પર પણ હોય છે. આના ફળોને એક અનેરી મીઠી સુગંધ હોય છે. તેનું ગર એકદમ પાકેલા પેરુના મધ્ય ગર જેવું હોય છે. જોકે સીતા ફળનો ગર થોડો દાણે દાર હોય છે. તે ઘણું ચીકણું, લીસું અને નરમ હોય છે. સમગ્ર ફળમાં બીજ એક સરખા વહેંચાયેલા હોય છે. આના બીજ કાળાશ પડતા રંગના હોય છે. તે લગભગ ૧૮ મિમી જેટલા હોય છે તેઓ કઠણ, લાંબા અને ચળકતા હોય છે.

સીતાફળનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને મોટા લાભ થઈ શકે છે.

ત્વચા માટે લાભદાયી :
સીતાફળમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર નીવડે છે, સીતાફળ તમારી ત્વચા ઉપર એજિંગની અસર જલદીથી નથી થવા દેતું, આ સિવાય સીતાફળ વાળ માટે પણ ફાયદાકારક છે

અસ્થમાથી બચાવે છે:
સીતાફળનું સેવન તમને અસ્થમાથી બચાવી રાખે છે. સીતાફળમાં વિટામીન B ભરપૂર હોય છે જે તમને અસ્થમાના એટેકથી બચાવી રાખે છે, આમાં બ્રોન્કાઈલ ઇન્ફ્લેમેશનથી બચાવવાના પણ ગુણો હોય છે, વળી સીતાફળમાં રહેલા મેગ્નેશિયમ તમારા હાર્ટને કાર્ડિયાક એટેકથી પણ બચાવી રાખે છે.

વજન વધારવામાં મદદરૂપ :
જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ વજન વધારવાની મથામણમાં હોય તે લોકો માટે સીતાફળ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. રોજે એક સીતાફળ અને તેની અંદર એક ચમચી મધ નાખીને ખાવાથી વજન વધારવામાં મદદરૂપ થાય છે.

પાચનશક્તિ વધારે છે :
સીતાફળમાં કોપર અને ફાઈબરની માત્ર હોવાથી તે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, અને સાથે સાથે કબજિયાતની તકલિફ પણ દુર થાય છે. જો તમને ડાયરિયાની તકલિફ હોય તો સીતાફળને તડકામાં સુકવીને રાખવું અને આ સુકવેલા સીતાફળનો પાઉડર બનાવીને પાણી સાથે એક ચમચી પાઉડર લેવાથી ડાયરિયા મટી જાય છે.

પ્રેગ્નન્સીમાં લાભ :
પ્રેગ્નન્સી દરમિયાન સીતાફળ ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનું મગજ, નર્વસ સીસ્ટમ અને ઈમ્યુન સીસ્ટમ મજબૂત બને છે, વળી સીતાફળના સેવનથી મીસ્કેરેજની આશંકા પણ ઘટી જાય છે.

બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે :
સીતફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી માનવીના શરીરમાં તે ઘણું ફાયદાકારક રહે છે અને તેના કારણે બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग