ગ્રહણ એટલે શું ?
શ્રી સ્વામિનીજી પ્રભુને પોતાનું મુખારવિન્દ ન દેખાડે એવી લીલા કરે એને આપણા માર્ગમાં ગ્રહણ કહેવાય છે.ભૂતલ પર ગ્રહણ બે જાતના છે..એક છે ચંન્દ્ર ગ્રહણ અને બીજું છે સૂર્ય ગ્રહણ ..હવે,શ્રી સ્વામિનીજી તો એક જ છે અને ગ્રહણ બે જાતના છે..તો બીજા સ્વામિનીજી કયા હશે?
ગૂઢ છે પણ સમજીયે..
જો સૂર્ય ગ્રહણ થાય તો રાધિકાજી પ્રભુથી રૂઠેલા છે એવો ભાવ છે.. રાધાજી વિરહાત્મક, તાપાત્મક અગ્નિસ્વરૂપ છે.. એટલે સૂર્યની ઉપમા આપી.. પ્રભુને પ્રતિક્ષણ રાધાજીનાં મુખારવિન્દના દર્શન થતા રહે તો પ્રભુને અતિશય સુખ છે પણ જો રાધાજી પોતાનું મુખ છુપાવી લે તો પ્રભુને રાધાજીનો વિયોગ થાય છે.. આવા સમયે પ્રભુનાં ભક્તો રાધાજીને મનાવવા માટે કીર્તનો ગાય છે જેને “માનસાગર” ના કીર્તનો કહેવાય છે..શ્રી રાધાજીનુ મુખ છૂપાવી લેવું એટલે સૂર્ય ગ્રહણ.. જે આજે ૪.૩૦ વાગ્યાથી શરૂ થશે..જે પ્રભુનાં સાચા ભક્તો છે એ આવા સમયે પ્રભુનાં સુખ માટે જયારે રાધાજીએ માન કરી મુખારવિન્દ છૂપાવી લીધું છે ત્યારે રાધાજીને મનાવવાના કીર્તનો ગાય છે એટલે પ્રભુ ને મનમાં આનંદ રહે છે કે હમણાં મારા ભક્તોના મનાવવાથી રાધેજૂ માન છોડી મારી પાસે પધારશે અને પોતાના મુખારવિન્દના દર્શન આપશે..એ આશામાં પ્રભૂનો સમય પસાર થઇ જાય છે અને રાધેજૂનું માન છૂટી જાય છે અને આ ભૂતલ પર સૂર્ય ગ્રહણ સમાપ્ત થઇ જાય છે.. એટલે ગ્રહણના સમયે પ્રભુને રાધેજૂનો વિયોગ ન સતાવે એટલે ભગવદ્ ગુણગાન અને માનલીલાના કીર્તનોથી પ્રભુની સેવા કરી તત્સુખાત્મક ભાવ કરવો ઉતમ સમય એ ગ્રહણનો સમય છે.. સૌથી ઉતમ સમય પ્રભુની નજીક જવાનો એક ભક્ત માટે એ ગ્રહણનો સમય છે.. હવે કીર્તન ગાતા ન આવડતા હોય તો શું કરવું ?
તો કહે શ્રીમદ્ ગોકુલ માં શ્રી ઠકુરાણી ઘાટ પર શ્રીમહાપ્રભૂજી, શ્રીગુસાંઈજી અને શ્રીદમલાજીની બેઠક પર ચિત્ત રાખી મનમાં એકાન્તમાં બેસી સતત શ્રીસર્વોત્તમજી નાં પાઠ કરવા. જયારથી સૂર્ય ગ્રહણ શરૂ થાય અને પૂરું થાય ત્યાં સુધી..
હવે ભૂતલ પર ચંન્દ્ર ગ્રહણ થાય ત્યારે કયા સ્વામિનીજી માન કરે છે.. તો કહે એ રાત્રી લીલાનાં મુખ્ય સ્વામીનીજી પરકિયા ચંન્દ્રાવલીજી પ્રભુથી માન કરે છે.. રાધાજી વિરહાત્મક છે, તાપાત્મક છે કેમ કે દિવસની લીલામાં પ્રભુના સાથે વિરહાત્મક સ્વરૂપે સંગસંગ રહે છે.. જ્યારે રાત્રી લીલામાં ચંન્દ્રાવલીજી પ્રભુના સંયોગાત્મક સ્વામિનીજી બની સંગેસંગે રહે છે એટલે ચંન્દ્રગ્રહણ રાતે થાય તો ચંદ્રાવલીજીએ પ્રભુથી મુખ છુપાવી લીધું એવો ભાવ છે..
તો રાતની લાલામાં પ્રભુ એકલા થઇ જતા ચંદ્રાવલીજી નો વિયોગ થાય છે અને પ્રભુની નિત્યલીલા જે શ્રી ગોપાલદાસજી છઠ્ઠા વલ્લભાખ્યાનમા ગાય છે કે:
સકલ વ્રજમાં પોઢીયા વ્હાલા,
કરત વિવિધ રસદાનજૂ ..
એ લીલામાં વિક્ષેપ પડે છે અને પ્રભુને પરકિયા સ્વામિનીજી નો વિયોગ થાય છે..
એ વિયોગ થી પ્રભુને સુખ મળે એ માટે ” માનમિલાપ, મહાત્મ્ય, વિનંતિ” ના કીર્તનો ગવાય છે..અને પ્રભુને સુખ આપવાની ભક્તો સેવા કરે છે..આ ઉતમ સમય છે પ્રભુના સેવા અને સમરણનો…
આ લીલાઓ ખૂબ જ ગુપ્ત છે.
અને આજેય નિત્ય ચાલી રહી છે પણ ભાવથી કરીયે તો સેવા પ્રભુ સુધી પહોંચે…
ગૂઢ નિકુંજલીલાઓ છૂપાયેલી છે ગ્રહણના સમયમાં પણ…
“ભાગ્ય હોય પાવે”
🙏🌹🙏❤️


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877