Gujarat વિસ્તારમાં રહેતા નગરજનોને સંભવીત તૌકતે વાવઝોડા અંગે તા.17.05.2021 થી તા.19.05.2021 સુધી નીચે મુજબ ની ખાસ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવે છે.
1.ઘરના બારી બારણા બંધ રાખવા અને તૂટેલ હાલતમાં હોય તો રીપેર કરાવી લેવા તેમજ,આપનું રહેણાંકનું મકાન જર્જરિત હાલત માં હોય તો તે મકાન માંથી વ્યવસ્થિત જગ્યાએ સ્થળાંતાર કરવું.
2.ફાનસ,ટોર્ચ, મીણબત્તી વગેરે સાધનો હાથવગા રાખવા.
3.પીવાના ચોખ્ખા પાણી ની વ્યવસ્થા કરી રાખવી.
4.ઘરમાં જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેમના માટે પૂરતી દવાઓની તેમજ ફર્સ્ટએડ બોક્ષ કીટની વ્યવસ્થા કરી રાખવી.તેમજ વડીલો,બાળકો, બીમાર વ્યક્તિઓની વિષેશ સાર સંભાળ રાખવી.
5.મોબાઈલ ફોન તથા ચાર્જેબલ ઇલેક્ટ્રીક વસ્તુઓ ચાર્જ કરીને રાખવી.
- વાવાઝોડાં ના સમયે મોટા વૃક્ષ અને ઇલેક્ટ્રીક થાંભલાઓ,છુંટા વાયરો પાસે ઉભા રહેવું નહીં.
7.વીજળી,ટેલિફોન,એક્ષચેન્જ,ટોરેન્ટ પાવર,આરોગ્ય સેવાઓના ઈમરજન્સી નંબરો હાથવગા રાખવા.
8.વરસાદના કારણે ભરાયેલ પાણી પર વાહન ચલાવવું નહીં
અફવાઓથી થી દૂર રહેવું માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો.
9.ચક્રવાતના અપડેટ માટે રેડિયો તથા ટીવી પર સમાચારો સાંભળતા રહો.
10.હાલની કોરોના મહામારી અનુસંધાને ગરમ અને હુંફાળુ પાણી પીવાનું રાખો.
11.વાવઝોડા સમયે ગેસ વીજળી કે અન્ય ઈલેક્ટ્રીક વસ્તુઓની મેઈન સ્વિચ બંધ રાખવી.
12.કીમતી ચીજ વસ્તુ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગમાં સાચવીને રાખવા.
13.સ્થાનિક અધિકારીઓ ના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો તથા તેમના તરફથી આપવામાં આવતી સૂચનાનો અમલ કરો.
ઇમરજન્સી નંબરો
1.ડિઝાસ્ટર મેનેજમેન્ટ-1070
2.ફાયર-101
3.મેડિકલ ઇમરજન્સી-108
4.પોલીસ-100
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877