ઝીંઝુવાડા રહેતા મારા પરમ આત્મીય મિત્ર અને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી મનહરસિંહ ઝાલા (નિવૃત P. I.) નાં નિવાસસ્થાને અમે (મનોજ આચાર્ય) તથા મારાં ધર્મપત્ની નયનાએ મુલાકાત લઇને તેમનાં ધર્મપત્ની શ્રીમતી કમળબાનાં ખબરઅંતર પૂછ્યા. ઘણાં સમયે મળ્યા હોય અમે સૌ ખુબ જ ખુશ હતા. તેમનાં મોટા સુપુત્ર પ્રયાગરાજસિંહ, તેમનાં ધર્મપત્ની શ્રીમતી ગાયત્રીબા અને બાળકો પણ હાજર હતા. મારા સાસુમાં જયોત્સનાબેનનાં કુટુંબી સવિતામાસીએ પરસ્પર મળીને આનંદ વ્યક્ત કર્યો. એ પછી મનહરસિંહનાં નાનાં દિકરા પ્રતિપાલસિંહનાં હેન્ડીક્રાફટનાં શોરૂમે ગયા અને શુકનવંતી ખરીદી કરી આશીર્વાદ આપ્યા, જેનું ઉદ્ઘાટન પુ. શ્રી માડીએ 21 ઓક્ટોબર 2021 નાં રોજ ભારે ધામધૂમથી કરેલું. એ પછી ઝીંઝુવાડાનાં અગ્રણી એડવોકેટશ્રી પ્રદ્યુમનસિંહજી ઝાલાનાં નિવાસસ્થાને ગયા અને અમે બંન્નેએ તેમને પગે લાગ્યા અને તેમણે ખુબ જ ભાવપૂર્વક અંતરનાં આશીર્વાદ આપ્યા. શ્રી પ્રદ્યુમનસિંહજી અને પુ. શ્રી માડી વચ્ચે મિત્રતાનો અનોખો નાતો એટલા માટે પણ છે કે પુ. શ્રી માડી જ્યારે પ્રોફેસર ઇન્દ્રવદન આચાર્ય હતા અને સને 1969 થી 1974 દરમિયાન તેમનાં Ph. D. રિસર્ચ દરમિયાન ઝીંઝુવાડાની મુલાકાતે આવતા ત્યારે તેમની સાથે જ તેઓશ્રી રહેતા હતા અને ત્યારબાદ “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” વિષય ઉપર થીસીસ લખીને પુ. શ્રી માડી ડો. ઇન્દ્રવદન આચાર્ય તરીકે સને 1974 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સૌપ્રથમ Ph. D. થયા અને એ પછી સને 2016 માં આ થીસીસ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ. આમ, તેમનાં સંશોધન દરમિયાન ઝીંઝુવાડાનો પણ ફાળો ખુબ જ મહત્વનો છે. આ વાતનો પડઘો શ્રી સુરૂભા ઝાલાની મુલાકાત દરમિયાન પણ થયો જ્યારે અમે બંન્ને તેમને પણ મળ્યા. તેઓશ્રી ક્ષત્રિય અગ્રણી અને સામાજિક કાર્યકર પણ છે. 2 જુલાઈ 1985 માં ડો. ઇન્દ્રવદન આચાર્ય 44 મે વર્ષે સંન્યાસી બની ગાયત્રી ઉપાસક બન્યા અને આજે 37 વર્ષની સાધનાને અંતે અને તેમની હાલની 82 વર્ષની ઉંમરે સૌ કોઇ હવે તેમને માડી તરીકે ઓળખે છે અને તેઓ ઝાલાવાડનાં ઇતિહાસવિદ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમનાંમાં છુપાયેલો ઇતિહાસકાર 2015 માં ફરી એકવાર જાગૃત થયો અને માંભોમ ઝાલાવાડની સેવાર્થે સંશોધન પ્રવાસ શરૂ કર્યા તેમજ અત્યાર સુધીમાં 1 લાખ કિલોમીટર કરતાં પણ વધુ પરિભ્રમણ કર્યું છે અને હવે એ પ્રમાણે તેમનાં પુસ્તકો પ્રકાશિત થવાનાં છે, જેમાં ઝીંઝુવાડા ઉપર પણ ખુબ જ મહત્વનું પુસ્તક પ્રકાશિત થવાનું છે કારણ કે ઝીંઝુવાડાનું ઝાલા શાસનનાં ઇતિહાસમાં ખુબ જ મહત્વનું પ્રદાન રહેલું છે અને તેની અસ્મિતા પણ ઐતિહાસિક રીતે ખુબ જ જુની છે, જે જાણવા માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઝીંઝુવાડા તેમજ આસપાસનાં ગામો તથા વિસ્તારોની અનેક મુલાકાત કરી છે, જેમાં શ્રી ઉદુભા ઝાલા, સુરૂભા ઝાલા, મહાવીરસિંહ ઝાલા, મનહરસિંહ ઝાલા, જનકસિંહ સોલંકી સહિત અનેક વડિલો, મિત્રો તથા ગ્રામજનોનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. આમ, 28 નવેમ્બર, 2022 ની સવારે 9.30 થી 11.30 દરમિયાન આ શુભેચ્છા મુલાકાત થઇ ખરા જે ખરા અર્થમાં યાદગાર બની રહી.
👉 ખાસ નોંધ : – આપ કોઇની પાસે પણ ઝીંઝુવાડા વિશે કોઇ અગત્યની માહિતી, દસ્તાવેજ કે જુના ફોટોગ્રાફ હોય તો મહેરબાની કરીને મારો સંપર્ક કરશોજી 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
M – 98244 17344
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877