ગુજરાત અસેમ્બલી ચૂંટણી-૨૦૨૨ માં ભાજપની પ્રચંડ વિજયશ્રી બદલ અભિનંદન- : Keshav Batak

Views: 79
0 0
Spread the love

Read Time:3 Minute, 33 Second

પરમ્ આદરણીય
શ્રી નરેન્દ્રભાઈ મોદીજી,યશસ્વી વડાપ્રધાનશ્રી, ભારત સરકાર, નવી દિલ્હી.

વિષય : ગુજરાત અસેમ્બલી ચૂંટણી-૨૦૨૨ માં ભાજપની પ્રચંડ વિજયશ્રી બદલ અભિનંદન-પત્ર.

માનનીય પીએમ સાહેબ,
સાદર પ્રણામ્. દેશનાં સૌથી પ્રગતિશીલ અને શાઁતિપ્રિય રાજ્ય આપણાં ગુજરાતનાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માં ભાજપની પ્રચંડ વિજયશ્રી બદલ આપશ્રીને હાર્દિક બધાઈ અને અભિનંદન પાઠવું છું. ‘ ગુજરાતની વિજય’ માં આપશ્રીનાં યોગદાનનું સિંહફાળો રહ્યો છે.
આપશ્રી રાષ્ટ્રનાં નવનિર્માણનું ભગીરથ કાર્ય વચ્ચે ગુજરાતને ઠગ અને રાષ્ટ્ર- વિનાશકોનાં હાથોમાં નહીં જવા દેવાની આપના મહેનતને અમે સૌ સલામ કરીએ છીએ. આખા દેશ જાણે છે કે ત્રણ દાયકા પહેલાં ગુજરાતની શું હાલત હતી, અને ભાજપનાં સુશાસન આવ્યા બાદ ગુજરાત કેવી રીતે પ્રગતિનાં નવા સોપાનો સર કરી વિકાસનો નવો મૉડલ બન્યું છે.
ગુજરાતની સ્વાભિમાની, કર્મઠ અને પોતાની સંસ્કૃતિનાં સંરક્ષણ પ્રત્યે સજાગ પ્રજા ક્યારેય પણ ભાજપની સાથ નહીં છોડશે એ વાત સૌને ખબર હતી. ભારતીય સંસ્કૃતિને બરકરાર રાખવા માટે આખા દેશવાસીઓને ગુજરાતની પ્રજાનો આ સંદેશને આત્મસાત કરી રાષ્ટ્ર-વિનાશક પક્ષોને કિક-આઉટ કરવી જોઈએ, નહીંતર બહુસંખ્યક સમાજને લીલા ધ્વજનાં તળે જીવાનો વારો આવી જશે.
આપશ્રીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અને આપશ્રીનાં માર્ગદર્શનમાં સંબદ્ધ રાજ્યોમાં ચાલતી ભાજપ સરકારોનાં લોકહિત તથા લોક વિકાસનાં કાર્યોને જોઈ ભારતીયોની સોચ ક્રમશઃ બદલાઈ રહી છે. જેથી ભારતભર માં ભાજપરાજની પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.
અમારા દમણ-દીવને પણ આપશ્રીનાં સ્નેહ અને આશીર્વાદ મળી રહ્યો છે.દરેક અચ્છાઈઓ સાથે થોડી-ઘણી ચુનૌતિઓ પણ આવે છે, જેને સંઘ પ્રદેશવાસીઓ અનુભવી રહ્યા છીએ. એ પણ સાચી વાત છે કે છેલ્લા ત્રણ-ચાર વર્ષોંમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં શિક્ષા, સ્વાસ્થ્ય, પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જેટલું કાર્યો થયા છે તે અત્યાર સુધી અશક્ય જેવા હતો. છતાં પણ અમારો દમણની સંસ્કૃતિથી સંકળાયેલી દમણગંગા નદીનાં સતત વધતો જળ પ્રદૂષણને રોકી સમાપ્તપ્રાય થઈ જતો મચ્છીમારીને બચાવવા આપશ્રીને ઠોસ પગલા લેવાની વિનંતી છે. લોકો અને લોક વ્યવસાય બચી રહે તો વિકાસનો આનંદ લેવાની મજા આવશે સરકાર. આપશ્રી દમણ-દીવ-દાનહથી સારી રીતે વાકેફ છો. વધારે કહેવાની જરૂર નથી.
એકવાર ફરી આપશ્રીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વિજય અને ભાજપ સરકાર બનવાની સફળતા પર હ્દયથી બધાઈ અને અભિનંદન.
સેન્ટ્રલ લંડન ભારતબંધુ
કેશવ બટાક

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *