Explore

Search

August 30, 2025 11:47 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -19 & 20 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -19 & 20 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -19
એ અવાજમાં એટલું તો માધુર્ય હતું કે ભત્રીજા ને ત્યાં જ મૂર્છા આવી ગઈ! એના શરીરની અંદરના ભૌતિક પદાર્થો માં કોઈક ગજબની હલચલ મચી ગઈ. થોડીવારે એ ભાનમાં આવ્યો બંનેએ પેલી શીલા ને પ્રદક્ષિણા કરી અને દંડવત પ્રણામ કરીને ઘુમર ગાયને લઈને શ્રી ગિરિરાજજી પરથી નીચે ઉતર્યા. સીધા પહોંચ્યા સદુ પાંડેના ઘરના વાડામાં. પાંડેજી ત્યાં જ હતા અને સાંજે પાછી ફરેલી ગાયોના દુઝણાની દેખરેખ કરી રહ્યા હતા. ધર્મદાસ એ પોતાની ઘુમ્મર ગાય પાંડેજી ને સોપતા કહ્યું : ” મુખીજી, હમ હમારી એક ગયા ઠુઠવે નિક્સે હતે. મારગમેં યે ગૈયા અકેલી હિડત દેખી. પર્વત તે ઉત્તર રહી હુતી. નાહર કો ભરૂસો નાય. કબ લપક પડે કોણ જાને? તાસો હમને અપની ગયા કે સંગ યાકો હુ પૂચકર લીની. ગાવ તે હી યાને સ્વયં આપકે ઘર કી ઔર મારગ પગડ લીનો ઓર યહા આપકી ખીડક મેં આયકે ખડી હે ગઇ. તાસો માલુમ પડે કી યે ગયા આપ કી હોગી. સંભાલ લો ઈસે.”
” આપને ભલી કીની, ભૈયા. આજકાલ પિછલે છહ મહીનો સે યે ઘુમ્મર શામ કો વાપસ કે સમય અચાનક ગુમ હે જતી હે એસી ફરિયાદ હમારે ગવલિયાં ને હું હમકો કીની હે.”. કહેતા સદુ પાંડે એ બીજી ગાયો ની સાથે ધર્મદાસ ની ગાયને પોતાની ઘુમ્મર ગાઈ સમજીને બાંધી દીધી. ત્યાર થી પેલા પર્વત દેવ એ ગાયનું દૂધ આરોગવા લાગ્યા અને એ ગાય સદુ પાંડે ની ગાય તરીકે ઓળખાવા લાગી.
ધર્મદાસ ના ભત્રીજા કુંભને હવે નિયમ કરી લીધો. દરરોજ ગાયો ચરાવવા જાય. ખેતરે જવાનું સાવ ઓછું કરી દીધું. શ્રી ગિરિરાજજી પર ચડીને ગાયો પેટ ભરીને ઘાસ ચરે અને બીજી તરફ કુંભન પેલા પર્વતના દેવની સાથે પેટ ભરીને રમતો રમે.
સાંજ પડે ધર્મદાસ ની (અને હવે સદુ પાંડે ની) પેલી ઘુમર ગાય શ્રી ગિરિરાજજી ઉપર આવે અને થાકેલા દેવને પોતાનું ધરોષ્ણ દૂધ પીવડાવી જાય. ભત્રીજો કાકા ની ગાયને આ રીતે દૂધ સ્ત્રવતા જોઈને હરખાઈ ઊઠે. પરંતુ થોડા દિવસમાં તો આ વાત બધે ફેલાઈ ગઈ. કારણ રહેલું હતું. ગાય એના માલિકને દૂધ ઓછું આપવા લાગી.
સદુપાંડે વહેમ પડ્યો. એણે એના મોટાભાઈ માણેકચંદ ને વાત કરી. બન્ને ભાઈઓ બીજા થોડા અનુભવી વ્રજવાસીઓને લઈને એક દિવસ સવારથી જ ગાયની પાછળ પાછળ ગયા. ગાય શ્રી ગિરિરાજજી પર ચડી ગઈ અને પેલી શીલા પાસે જઈને પોતાની મેળે જ દૂધ સ્ત્રવવા લાગી. સૌ એ આ કૌતુક જોયું. ગાય દૂધ સ્ત્રવી ને ખસી ગઈ એટલે વ્રજવાસીઓએ ભેગા મળીને બળ વાપરી પેલી શીલા ખસેડી. જોયું તો નીચે ગીરીકંદરા માં એક સાતેક વર્ષનો શ્યામ વાન વાળો સુંદર બાળક રમી રહ્યો છે!
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻
: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -20
સદુપાંડેએ એને પૂછ્યું : ” તું કોણ છે?
” હું આ પર્વતના દેવતા છું . મારું નામ દેવદમન છે.”
“તું બહાર કેમ નથી નીકળતો? અમને તારા સંપૂર્ણ દર્શન કરાવ.”
“એમ કરવાને થોડા વર્ષની વાર છે. આજે તમે મારા મુખનાં દર્શન કર્યું છે એ જ ઘણું છે. આજના પાવન દિવસે, અન્ય કોઇ સ્થળે, મને સંપૂર્ણ પ્રગટ કરનાર નું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તે આવીને મને પ્રગટ ન કરે ત્યાં સુધી તમે લોકો મને દૂધ દહીં માખણ આરોગવ્યા કરજો. આ તમારી સાથે જે નાનકડી દીકરી છે એની સાથે દરરોજ સવાર-સાંજ દૂધ મોકલાવજો. એના હાથે હું દૂધ આરોગીશ અને પછી એની સાથે રમિશ….” દેવદમને તે દિવસે પોતાનો થોડોક ભેદ ખોલ્યો.
સદુ પાંડે ની બે ત્રણ વર્ષની નાની દીકરી નરો હરખાઈ ગઈ. સૌ આનંદભેર નીચે ઉતર્યા. વારાફરતી સૌએ નરો ને પોતાના ખંભા પર બેસાડીને ઝુલાવી અને એના ભાગ્યની સરાહના કરી. એ પરમ દિવસ હતો વી. સં.૧૫૩૫ ના ચૈત્ર વદ ૧૧(ગુર્જર) ને રવિવાર નો (ઈ. સ. ૧૪૭૯) કે જ્યારે મધ્યાહન સમયે અભિજીત આ નક્ષત્રમાં આ પ્રસંગ બન્યો.
જે સમયે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીની વામ ઉદ્ધવભુજા નું પ્રાગટ્ય થયું હતું એની જ આ આસપાસના અરસની આ બીજી વાત છે . 14માં -15 મો સૈકો હતો. દક્ષિણ ભારતના આંધ્ર (તેલંગ) પ્રદેશની આંકબીડું નામે જિલ્લો છે. આ જિલ્લામાં વ્યોમસ્તભ નામનો પર્વત. પર્વતમાંથી કૃષ્ણા નદ ી ખળખળ કરતી વહી જાય. આ પર્વતની તળેટીમાં અને નદીના દક્ષિણ તરફના રમણીય તટ પ્રદેશમાં કાકરવાડ , કાકરપાઢું નામે એક સરસ મજાનું ગામ વસેલું. આ ગામમાં ભારદ્વાજ ગોત્ર વાળા, કૃષ્ણ યજુર્વેદી તૈતરિય શાખાધ્યાય, વેલનાડું સંજ્ઞક કુળના તૈલંગ બ્રાહ્મણો નિવાસ કરતા હતા. આ કુળ પરાપૂર્વથી શ્રી ગોપાલકૃષ્ણની ભક્તિ કરતું હતું. આ કુળ વૈદિક સ્ત્રોત દીક્ષા લીધી હતી તેથી એ ‘દીક્ષિત કુળ’તરીકે પ્રસિદ્ધ થયું હતું.
આવા પવિત્ર બ્રાહ્મણ કુળમાં શ્રી ગોવિંદાચાર્ય થયા. એમના પુત્ર નું નામ વલ્લભ દીક્ષિત. એમના ઘરે શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટ પ્રગટ થયા. એમને વિષ્ણુ મુનિ નામના એક તપસ્વી સન્યાસીએ ગોપાલ મંત્રની દિક્ષા આપી હતી. તેઓ ચારે વેદ અને છ એ શાસ્ત્રોના પ્રખર જ્ઞાતા હતા. એમણે મોટી ઉંમરે દેવપૂર ના સુધર્મા નામે પવિત્ર બ્રાહ્મણની નર્મદા નામની કન્યા સાથે લગ્ન કર્યું હતું. પ્રતિ વર્ષે બંને જણ મળીને સોમ યજ્ઞ કરાવે. એક વખત વૃદ્ધાવસ્થામાં સૌમ્યજ્ઞ નું કાર્ય ચાલતું હતું. ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂર્ણાહૂતિ સમયે તેમણે પોતાના ઇષ્ટદેવ ગોપાલ કૃષ્ણનું સ્મરણ કરતા કરતા યજ્ઞમાં શ્રીફળ હોમ્યું. એ જ ક્ષણે વેદી માંથી દિવ્ય પ્રકાશ પ્રગટ્યો. આવા અલૌકિક દિવ્ય પ્રકાશની વચ્ચે શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટ ને પીતાંબરધારી, કમલનયન શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના દર્શન થયા.
ભગવાને તેમને આજ્ઞા કરી , ‘ભટજી, તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું. તમે કંઈક વરદાન માંગો.:’.પરંતુ ભટજી એ કંઈ ન માગ્યું ત્યારે આપ શ્રી એ ફરીથી આજ્ઞા કરી. ભટજી એ હાથ જોડી વિનંતી કરી, ,,’હે દયાળુ, કૃપાસિંધુ મને કોઈ જ કામના નથી . હું તો સદાય આપની ભક્તિ માંગું છું.’ ત્યારે ભગવાને આજ્ઞા કરી, “ભટ્ટજી, સ્વર ધર્મનું રક્ષણ કરવા માટે અને નિજ ભક્તોને શરણે લેવા માટે, જ્યારે તમારા વંશમાં સો સોમયજ્ઞ પુરા થશે ત્યારે અમે અમે સ્વયં વૈશ્વાનર સ્વરૂપે તમારા તે સમયના વંશજને ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈ શું. ,,,’ આમ વરદાન આપી આપશ્રી યજ્ઞવેદીમાં તિરોધાન થઈ ગયા અને એ જ ક્ષણે તે વેડીમાંથી શ્રી મદનમોહનજી નુ સુંદર સ્વરૂપ બહાર પધાર્યું
શ્રી ગોવર્ધનનાથજી કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements