સાતમી નવરાત્રિએ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બિરાજીત માં ગાયત્રીનાં કરો દિવ્ય દર્શન 🙏🏻🙏🏻
🛕 આજની માતાજીની કિંમતી સાડી શ્રીમતી મિરાં ભરત દોશી તથા પ્રસાદની સેવા તેમના તરફથી હતી. આરતીનો લાભ તેમણે તથા તેમનાં વેવાઇ વિમલ દોશી, તેમનાં ધર્મપત્ની શ્રીમતી વિણાબેન, તેમના સુપુત્ર શ્રેયાંસકુમાર તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી ધારાએ લાભ લીધો હતો. સવારની પુજા પુ. માડીનાં શિષ્ય શ્રી રુદ્રદેવ શર્મા (કાનપુર) તરફથી હતી.
🛕 તા. 2 ઓક્ટોબર, રવિવાર સાતમી નવરાત્રિએ સવારે 8.30 વાગે મોરબીથી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી વિપુલભાઇ વિરમગામા તેમનાં ધર્મપત્ની શ્રીમતી શોભનાબેન અને સુપુત્રી પંછી સાથે માતાજીનાં દર્શનાર્થે ખાસ આવ્યા હતા અને સૌએ પુ. માડી સાથે નિત્ય હવનનો લાભ લઇને આહુતિ આપી હતી. તા. તે પછી સવારે 10.30 વાગે પુ. માડીની પધરામણી રાજકોટનાં રેલનગર વિસ્તારમાં રહેતા તેમનાં શિષ્ય શ્રી જયેશભાઈ ભટ્ટનાં નિવાસસ્થાને થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી નિકીતાબેન, સુપુત્ર કરણ, તેમનાં ધર્મપત્ની શ્રીમતી એકતા ઉપસ્થિત હતા. સમગ્ર પરિવારે ગાયત્રી યંત્રરાજની પુજા કરી, માતાજીની આરતી ઉતારી અને ખુબ જ ભાવપૂર્વક પુ. શ્રીને સાડી ઓઢાડી સન્માન કર્યું. તે પછી તેમનાં મિત્ર અને માડીનાં શિષ્ય શ્રી પથુભા જાડેજાનાં નિવાસસ્થાને પધરામણી થઈ અને તેમણે પુષ્પહારથી માડીનું સ્વાગત કર્યું. તાજેતરમાં જ 21 સપ્ટેમ્બરે શ્રી પથુભા જાડેજાનાં મોટાભાભી રાજકુંવરબા કલ્યાણસિંહ જાડેજાનું 75 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. પુ. શ્રી માડીએ તેમનાં શ્રેયાર્થે 27,000 ગાયત્રી મંત્રજાપનું લઘુ અનુષ્ઠાનનું બળ દશાંશ આહુતિ સહિત કૃષ્ણાર્પણ કર્યું.
****************************((
પુ. શ્રી માડીનાં નિકટનાં શિષ્ય અને ઇતિહાસપ્રેમી શ્રી ગંભીરસિંહ ઝાલા (સચાણા, હાલ રાજકોટ) નાં નિમંત્રણનાં માન આપીને તેમનાં મિત્ર શ્રી ભરતભાઈ ગુણવંતભાઈ શુક્લનાં નિવાસસ્થાને તા. 3 ઓક્ટોબર, સોમવાર નવરાત્રિની અષ્ટમીએ પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજીની પધરામણી ગોંડલ ખાતે સવારે 8.45 થી 11.45 દરમિયાન થઇ ત્યારે સમગ્ર પરિવારે પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કર્યું. આપ સૌ એ વાતથી વિદીત છો કે સને 1962 થી દરરોજ પૂ. માડી હવન કરે છે, એ નિત્ય યજ્ઞનો લાભ આજે આ પરિવારે લઇને આહૂતિ આપી. આ સમયે ભરતભાઈનાં ધર્મપત્ની શ્રીમતી પારૂલબેન, તેમનાં સુપુત્ર મૌલિક, તેમનાં ધર્મપત્ની શ્રીમતી પુજા, દિકરીબા હેત્વી અને સુપુત્ર પ્રયાગ સાથે શ્રી ગંભીરસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. તે પછી શ્રી મૌલિકભાઇની દુકાન ‘જયશ્રી વારાહી ગીફ્ટ & ટોયઝ’ માં પધરામણી કરી જે B-114, વિક્રમસિંહજી કોમ્પલેક્ષ, વછેરાનો વાડો, ગોંડલ ખાતે આવેલી છે. અહીં શ્રી ગંભીરસિંહજીએ મને (મનોજ આચાર્ય) તથા મારાં ધર્મપત્ની નયનાને સુંદર મજાની ઘડિયાળ ગીફ્ટ આપી. મૌલિકનાં પિતાશ્રી ભરતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઓપરેટર છે. RSS નાં કાર્યકર છે તેમજ તેમનાં પિતાશ્રી ‘ગુણુભાઇ’ પાયાના કાર્યકર હતા. ગોંડલનાં તેમનાં જૂના નિવાસસ્થાને મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, પ્રવિણભાઈ મણિયાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સહિત અસંખ્ય મહાનુભાવો સાથે ઘરોબો રહ્યો છે.










Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877