Explore

Search

August 30, 2025 11:50 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 21& 22 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 21& 22 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 21
શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે પોતાના સમગ્ર જીવન દરમિયાન 32 સોમયજ્ઞ કર્યા. તેઓ સાક્ષાત વેદમૂર્તિ હતા. એક સમયે કોઈ તેજોદ્વેશી પંડિત ને પોતાની નિંદા કરતો અટકાવવા એમણે ભેંસને છડી મારીને વેદના પાઠ ભણતી કરી હતી. એમના પુત્ર ગંગાધર ભટ્ટ થયા. એમણે 28 સોમયજ્ઞ કર્યા. ગંગાધર ભટ્ટે લોક ચર્ચા ટાળવા એક સમયે પોતાની કેશજતા ખોલીને એમાંથી ગંગાજીની ધારા વહેતી કરી હતી. એમના પુત્ર ગણપત ભટ્ટે 3૦ સોમ યજ્ઞકર્યા. એમણે એક સમયે પોતાના સામર્થ્યથી એક યોજનના વિસ્તારમાં સવા પ્રહર (લગભગ ચાર કલાક) સુધી હુંડ (સોના મહોર) ની વર્ષા કરી હતી. એમના પુત્ર વલ્લભ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા. તેઓએ પણ પોતાના સામર્થ્ય વડે એક સમયે લોક નિંદાને ટાળવા બાર કોષના વિસ્તારમાં મધ્ય રાત્રીના સમયે ભર બપોર નો સૂર્ય પ્રજ્વલિત કર્યો હતો. એમના પુત્ર લક્ષ્મણ ભટ્ટ થયા. એમણે બાકીના 5 સોમયજ્ઞ પૂર્ણ કર્યા એટલે આકાશવાણી થઇ અને એમના ઘરે શ્રી પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુનું પુત્ર રૂપે પ્રાગટ્ય થવાની વધાઈ આપી.
થોડા સમય પછી લક્ષ્મણ ભટ્ટજી પત્ની સાથે કાશી ગયા. કાશી નગરી એ અરસામાં જોનપુર ના મુસ્લિમ રાજ્યની સત્તામાં હતી. દિલ્હીના બહલોલ લોદી અને જોનપૂર ના સુલતાન હુસેન વચ્ચે સંઘર્ષ તો હતો જ. એવામાં દિલ્હીના લશ્કરે કાશી ઉપર હુમલો કર્યાની અફવા ફેલાઈ. સૌ નાસભાગ કરવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટજી પણ સ્વદેશ કાકર વાડી જવા રવાના થયા. તેમના પત્ની ઇલ્લમગરું એ સમયે સગર્ભા હતા.
ચૈત્ર નો બળબળતો તાપ. ટૂંકી રાતો, લાંબા દિવસો, દિવસે અસહ્ય ગરમી, રાત્રે રૂડી ચાંદનીની ઠંડક. ગગન માં એક પણ વાદળું ફરકતું નથી. ચોખા ચત આકાશમાં નક્ષત્ર ચમકી રહ્યા છે. દક્ષિણ દેશ તરફ આગળ વધતાં વધતાં મધ્યપ્રદેશના વનમાં (ચંપારણ્ય મા) ઇલમગરું ને અધૂરા માસે ગર્ભસ્ત્રાવ થયો. અધૂરા માસે પ્રસવ થ તા
અંધારી રાતમાં ગર્ભ નિશ્ચેતન જણાયો તેથી ભગવદ્ ઈચ્છા માની. પોતાની સાડી માંથી કકડો ફાળી તેમાં ગર્ભને લપેટી એક વૃક્ષની બખોલમાં મૂકી , ઉપર પાંદડાં ઢાંકી દીધા.
અધૂરા માસે ગર્ભ સ્ત્રવી જતા ખેદ પામેલું યુગલ નજીકના એક ચોડા નામના નગરમાં જઈને રહ્યું. વિદ્વાન લક્ષ્મણ ભટ્ટજી એ વિચાર કર્યો કે ભગવદ આજ્ઞાનું ફળ મળવાનો સમય આવી ગયો લાગે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ક્યારેય કોઈ ના ગર્ભ માં આવતા નથી. માટે પ્રભુ સ્વેચ્છાથી જ પ્રાપ્ત થશે એવું હવે લાગી રહ્યું છે. લક્ષ્મણભટ્ટ જી જ્યોતિષ વિદ્યામાં નિપુણ હતા. એ સમયે રાત્રિએ બહારનું વાતાવરણ જોયા પછી એમને શ્રી પૂર્ણ પુરુષોત્તમ ના પ્રાદુર્ભાવ ના સર્વ ચિહ્નો જણાવવા લાગ્યા. બધી દિશાઓ પ્રફુલ્લિત થઇ રહી હતી. વન હર્યુભર્યું થઈને ઝુમી રહ્યું હતું. સર્વ પ્રાણીઓ આનંદ કિલ્લોલ કરતા હતા.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻


: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -22
એ જ રાત્રિએ નિંદ્રાધીન થયા પછી સ્વપ્નમાં લક્ષ્મણ ભટ્ટજી ને ભગવદ આજ્ઞા થઈ: “અમે તમારે ત્યાં અવતર થયા છીએ. અમને જંગલમાં મૂકીને ચાલ્યા ન જશો.” સવાર થતાં બંને ફાફડા ફાફડા થતા પાછા વન પ્રદેશમાં પ્રવેશ્યા. નદીના કિનારે પેલા વૃક્ષની નીચે જઈને જુએ છે ત્યાં તો અનિર્વચનીય ચમત્કાર વાળી શોભા પ્રગટ છે. બાર હાથ ના વિસ્તારમાં અગ્નિની જ્વાળાઓ કુંડ તેની મધ્યમાં નદીની વાલુકા (રેતી) નો ચાર હાથ જેટલો ગોળ ચોતરો. એ ચોતરા ઉપર કોટિ કંદર્પ લાવણ્ય યુકત એક બાળક પોતાના ચરણ નો અંગુઠો ચૂસે. બ્રહ્મા આદિ દેવતા ઓ અંતરિક્ષમાં ઊભા ઊભા તે બાળક ની સ્તુતિ કરીને પુષ્પવૃષ્ટિ કરે.
ઇલ્લમાગારુ ને આ પ્રકાર દૂરથી જોવામાં આવતા તેમના સ્તનો માંથી દૂધની ધારા છૂટવા લાગી. સર્વ દેવતાઓ અંતર્ધ્યાન થઈ ગયા અને અગ્નિ એ માતાને માર્ગ આપ્યો. ઇલ્લમાં ગારું એ દોડીને પુત્રને પોતાના ખોળામાં લીધા અને છાતી સરસા ચાપી સ્તનપાન કરાવવા લાગ્યા. એ બાળક તેજ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ વૈશ્વાનર વિભુ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી👏🏻👏🏻
વિ. સં. ૧૫૩૫ ના ચૈત્ર વદ ૧૧ ને રવિવાર નો (ઇ. સ.૨૪૭૯) એ દિવસ હતો કે જ્યારે શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રગટ થયા અને શ્રી વલ્લભ-શ્રી મહાપ્રભુજી-સ્વરૂપે ચંપારણ્યના અગ્નિકુંડમાં પ્રગટ થયા. એક સ્વરૂપ સેવ્ય બન્યું. બીજું સ્વરૂપ સેવક બન્યું. શ્રી હરિની આવી અટપટી લીલાઓ તો અપરંપાર છે જેને સમજવા માટે કે લખવા માટે મનુષ્યનો એક જન્મ મહાસાગરના જળભંડારના એક ટીપા સમાન છે. છતાંય વિરલ ભક્તો જેટલું સમજ્યા એટલું આપણને કહેતા ગયા કે : ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે……..
. દિલ્હીના લશ્કરનો ભય હવે કાશી ઉપર નથી રહ્યો એવા સમાચાર મળતા લક્ષ્મણ ભટ્ટજી ઇન્ડિયન પત્ની અને પુત્રને લઈને ફરીથી કાશી માં આવી સુખરૂપ પોતાના જૂના ઘરમાં નિવાસ કરવા લાગ્યા. શ્રી વલ્લભાધીશ બાળલીલા ના બહાને પોતાના પ્રભાવના અનેક પ્રકારના ચમત્કાર કાશીમાં દેખાડવા લાગ્યા. શ્રી વલ્લભે પોતાની માતાજીની વ્રજ મંડળ ના દર્શન કરાવવાની બહુ ઉત્કંઠા જાણી એક દિવસ માતાજી ના ખોળામાં સ્તનપાન કરતા કરતા બગાસું ખાઈને પોતાના શ્રી મુખમાં સઘળા વ્રજ મંડળનુંદર્શન કરાવી દીધુ.
શ્રીમદ વલ્લભ ની પાંચ વર્ષની અવસ્થામાં થતા, એક દિવસ લક્ષ્મણભટ્ટજી અગ્નિહોત્ર ની શાળામાં અગ્નિના કુંડમાં હોમ કરતા હતા અને સઘળા વિદ્વાન બ્રાહ્મણો વેદ મંત્ર ભણતા હતા ત્યારે શ્રીમદ વલ્લભ બહુ નમ્ર અને સુંદર વાણી માં શ્રીમદ્ ભાગવતના સારરુપ વચનો સર્વને સમજાવ્યા હતા અને હોમ હવન રૂપી સાધન કરતા વારીયા હતા. એ સમયે સૌને પ્રતીતિ થઈ કે, આ બાળક ભવિષ્યમાં કોઈ પ્રખર અને તેજસ્વી આચાર્ય બનશે અને ઉત્તમ ભક્તિ નો વિસ્તાર કરશે. પછી શ્રી વલ્લભ સાત વર્ષના થયા ત્યારે તેમને યજ્ઞપવિત્ર (જનોઈ) સંસ્કાર થયા. એ સમયે તેમને એક ધુરંધર બ્રાહ્મણે ગાયત્રી મંત્ર નો ઉપદેશ કર્યો અને શાકતત્વ જાહેર કર્યું.તરત જ મંડપની મધ્યમાં શ્રીમદ વલ્લભે રોશ ભરેલી દ્રષ્ટિથી એ બ્રાહ્મણ ના વચનનું વેદ શ્રુતિઓ ના આધારે ખંડન કર્યું અને ગાયત્રીની ઉપાસનાથી કે જપ થી કોઈ અંશમાં શાકતણું પ્રાપ્ત થતું નથી એ પ્રતિપાદિત કર્યું.
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements