Explore

Search

August 30, 2025 7:03 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે Life Changing For Students સેમીનાર નું મહિલા મંડળ દમણ દ્વારા આયોજન

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે Life Changing For Students  સેમીનાર નું મહિલા મંડળ દમણ દ્વારા આયોજન

આજે મહિલા મંડળ દમણ (AIWC) બ્રાંચ અને સાવઁજનિક વિદ્યાલય, દમણ મા સૌ પ્રથમ વાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે Life Changing For Students માટે એક સેમીનાર નું આયોજન થયું. જેમા વલસાડ ના ડૉ. શ્રીકાંત કનોજીયા સર ને સ્પીકર તરીકે આવકાર્યા હતા. ડૉ શ્રીકાંત કનોજીયા એટલે જ્ઞાનનો સાગર. એમના પરિચયમાં સ્કુલ થી કોલેજકાળ દરમ્યાન 200 થી વધું ટ્રોફી અને પ્રમાણપત્રો જીત્યા છે. શિક્ષણ ક્ષેત્રમા 30 વરસથી સરસ્વતી ના ઉપાસક છે.30,000 થી વધું વિધાથીઓ શિક્ષિત કરી સમાજને આપ્યાં છે. એમની વિશિષ્ટ અને આગવી શિક્ષણ કળાને માટે 13 રાષ્ટ્રીય એવૉડઁ અને 8 આંતરરાષ્ટ્રીય એવૉડઁ મળી ચુક્યા છે. જેમા ગ્રીનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું પ્રમાણ પણ સામેલ છે. એક પુસ્તક પણ પ્રકાશિત કયુઁ છે. ફોક્ષ સ્ટોરી ઈન્ડીયા મેગેઝીનના તરફથી નવા ઉભરતા 50 લેખકોમાં સમાવેશ કયોઁ છે. ખુબ જ ગૌરવની વાત છે. એમને અવિરત સાંભળવા એ સૌભાગ્ય ની વાત. વિદ્યાથીઁઓને સાચા ગુરુ, ઉતમ માગઁદશઁક ની જરુર છે. બાળકોને આત્મવિશ્વાસ અને મનોબળ ની જરુર છે. જે એમણે શિક્ષક તરીકે પૂરું પાડ્યું હતું. વિદ્યાથીઁઓને સમજાવવાની ભાષા તલસ્પર્શી છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી પરનું પ્રભુત્વ અદ્ભૂત છે. યુવા પેઢી ના સાચા સાથી છે. દરેક શાળામાં એક ડૉ. શ્રીકાંત સર હોવા જરુરી છે. ખુબ જ સરળતાથી બાળકો નું દિલ જીત્યું હતું એમને અંગત મળીને આભાર અને આનંદ વ્યક્ત કરતાં હતા. શ્રીકાંત સરની આજ સફળતા છે કે એમની વાણી અને જ્ઞાન વહેંચવાની શૈલી અનોખી છે. દમણની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને એમના જ્ઞાનનો લાભ મળે એવી આશા છે. બાળકોના વિકાસ માટે 1963થી કાયઁરત્ મહિલા મંડળ દમણ ને સહકાર આપ્યો. એમની આભારી છું. સાવઁજનિક વિદ્યાલય ના સંચાલકો, પ્રિન્સીપલ મિસ્ત્રી સર અને સ્ટાફ સાથે અમારા મંડળ ના સભ્યોની પણ આભારી છું. 09/12/2022

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements