: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -23
લક્ષ્મણ ભટ્ટજી એ પુત્રને જનોઈ દીધા પછી વિદ્યાદયયન કરાવવા શ્રી માધવાનંદ તીર્થ નામના એક વિદ્વાન સંન્યાસીની શાળામાં બેસાડ્યા. શ્રીમદ વલ્લભ તેમની પાસેથી ચાર મહિનામાં ચાર વેદો, છ શાસ્ત્રો, દસ મુખ્ય ઉપનીશદો, ૧૮ પુરાણો અને અન્ય સર્વ વાદો ભણી લીધા અને તે શાળામાં જેઓ પંડિત વિદ્યાર્થીઓ હતા તેમની સાથે વાદ કરીને તેમને પરાજિત કર્યા. આ ઉપરથી શ્રીમદ વલ્લભ ઈશ્વર છે એવું શ્રી માધવાનંદે અનુમાન કર્યું અને ગુરુદક્ષિણામાં પોતાના ગુરુના દર્શન માંગ્યા. શ્રીમદ વલ્લભ ગુરુનો એ મનોરથ તત્કાળ સિદ્ધ કર્યો અને ગુરુને એમના ગુરુના દર્શન કરાવી પ્રસન્ન કર્યા. ત્યારે શ્રી માધવાનંદ વિદ્યાગુરુ તરીકે શ્રીમદ વલ્લભ ને આશીર્વાદ આપ્યા.
“તમારા સ્વરૂપની મને થોડી થોડી પ્રતિતી થઈ રહી છે. તમે વિશ્વમાં અવશ્ય દિગ્વિજય કરશો. મહાન વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક બનશો. મારા ગુરુની પાસે મારી સાથે એકબીજા પણ નાની વયના શિષ્ય હતા. એમનું નામ નિત્યાનંદ તીર્થ. એમના નાના ભાઇનું નામ ચૈતન્ય છે. એ ચેતન્યનું વય પણ અત્યારે લગભગ તમારા જેટલું જ હશે. મોટા થતાં તેઓ પણ કૃષ્ણના પરમ ઉપાસક બનશે અને ગોડિયા સંપ્રદાયના સંસ્થાપક બનશે. ભવિષ્યમાં તમારા બંનેનું કો’ક વાર મિલન થાય એવો યોગ આવશે કરો ખરો. તમને દિવ્ય દાન આપ્યા પછી હવે મારે બીજો કોઈ મનોરથ બાકી નથી રહેતો. બસ, હરિભક્તિ પ્રાપ્ત થાય અને સંસારની વિરક્તિ કાયમ રહે એટલું જ તમારી પાસે માગું છું.”
“અવશ્ય, એમ જ થશે. સમયની રાહ જુઓ ……..”શ્રીમદ વલ્લભ ભાવિના ભેદ ને સહેજ રમાડતા કહ્યું. “બસ, હવે તમે વિદ્યાધ્યાયન સંપૂર્ણ કર્યું છે, સ્વગૃહે પાછા જઈ શકો છો. હું હવે વ્રજ ના દર્શને જઈશ……..”
માધવાનંદ તીર્થ પોતાનો આશ્રમ સમેટી લીધો અને વ્રજ તરફ પ્રયાણ કર્યું. શ્રીમદ વલ્લભ સ્વગૃહે પાછા પધાર્યા. થોડા જ સમયમાં શ્રીમદ વલ્લભ ના પ્રભાવની, ચમત્કારની અને પાંડિત્યની કીર્તિ કાશીમાં ફેલાતા અનેક પ્રકારના લોકો એમની પાસે આવવા લાગ્યા અને અનેક પ્રકારના વાદ-વિવાદ લક્ષ્મણ ભટ્ટજી ના ઘરના આંગણામાં થવા લાગ્યા. કુટીર અને દુરાગ્રહી સ્વભાવના પંડિતો આવીને નિરર્થક ચર્ચા કરતા ત્યારે શ્રીમદ્દ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીને ક્લેશ થતો. આ જોઈ લક્ષ્મણ ભટ્ટજી એ પુત્રને આવા લોકોથી દૂર રહેવા વિનંતી કરી. તેથી શ્રીમદ્દ વલ્લભાધીશ વાદ-વિવાદના ઉત્તરો પત્રો દ્વારા આપવા માંડ્યા. એ પત્રો વિશ્વનાથ મહાદેવના મંદિરની દિવાલ પર ચોંટાડી દેવામાં આવતા અને પંડિતો ત્યાં આવીને વાંચી લેતા. સર્વ પંડિતો એ એ પત્રો વાંચીને વાદ કરવાનો ઉત્સાહ છોડી દીધો. પરંતુ ‘ પત્રાવલંબન’ગ્રંથના નિર્માણ પછીથી ઘણા ઉદ્ધત અને તેજોદ્વેષી પંડિતોએ દ્વેષભાવથી શ્રીમદ્દ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીની શત્રુતા કરવા માંડી. આ જોઈ લક્ષ્મણ ભટ્ટજી એ કાશી છોડી જવાનો વિચાર કર્યો અને સહકુટુંબ પોતાના મુળવતન આંધ્ર પ્રદેશ તરફ ચાલી નીકળ્યા.
આ તરફ વ્રજમાં શ્રીનાથજીએ જમનાવતા ગામના કુંભન પર, અન્યોર ગામની નરો પર તેમજ અન્ય વ્રજવાસી બાળકો પર અત્યંત કૃપા વરસાવવી શરૂ કરી. પ્રત્યેક દેવી જીવોને નાના (વિવિધ) પ્રકારનું સુખ આપી પોતાના શરણમાં રાખવા માંડ્યા…
શ્રી ગોવર્ધનનાથજી જય👏🏻👏🏻👏🏻
: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -24
કાશીથી બધું સમેટીને નીકળી પડેલા માદવગોળીયા સન્યાસી શ્રી માધવાનંદ (શ્રી મહાપ્રભુજીના વિદ્યાગુરુ) વ્રજમાં ભ્રમણ કરતાં-કરતાં શ્રી ગિરિરાજજીની પરિક્રમા અર્થ અન્યોર ગામે આવી પહોંચ્યા. ગામના મુખી સદુ પાંડે સાથે મુલાકાત થઈ . થોડો સત્સંગ થયો. શ્રીનાથજીના મુખારવિંદ ના પ્રાગટ્ય ની વાત નીકળી. વ્રજવાસીઓ પર્વતના એ દેવની કેવા કેવા પ્રકારે માનતા રાખે છે અને એ દેવ કઈ રીતે સૌની માનતા પૂરી કરે છે એ વિશય પણ સત્સંગ દરમિયાન છેડાયો. શ્રી માધવાનંદ ને તાલાવેલી લાગી અને તેઓ પણ અન્ય વ્રજવાસીઓ સાથે ચાલ્યા એ પર્વત દેવના દર્શન કરવા.
શ્રી ગિરિરાજજી પર આવીને સોએ નિયમ પ્રમાણે દેવને દૂધ-દહીંનો ભોગ ધરાવ્યો. માધવાનંદ દેવ વાંકા વળી ગીરીકંદરા માં બિરાજતા એ શ્યામસુંદર શ્રી નાથજીના મુખારવિંદ ના દર્શન કર્યા. દર્શન કરતાં વેત શ્રી માધવાનંદ ને પરમસુખની પ્રાપ્તિ થઈ. વ્રજ માં આવ્યા પછી અને કે દેવ-દેવતાઓના દર્શન કર્યા હતા પરંતુ આવા પૂર્ણ બ્રહ્મનાં દર્શન ક્યાંય નહોતા કર્યા. સૌને દૂધ ધરાવતા જોઈ શ્રી માધવાનંદ ને પોતાના સન્યાસી પણ આ ઉપર ક્ષણવાર માટે ક્ષોભ થઈ આવ્યો. પોતાની પાસે કંઈક હોત તો અત્યારે આ દેવની ધરાવી શકત ને, એવી પ્રબળ ઈચ્છા એમને થઈ આવી. ની:સાધન બને દ્વંદ સ્વરે એમણે શ્રીનાથજી ની સ્તુતિ કરી.
એમના મનમાં એવું ઉદભવ્યું કે, જે કંઈ સુખી ભિક્ષા મળી આવે તે લાવી, શ્રીનાથજી ને ભોગ ધરાવવો અને પછી પોતે પ્રસાદ લેવો. ત્યાર પછીના પહેલા જ દિવસે તેઓ વ્રજવાસીઓને ત્યાંથી સુકી ભિક્ષા માંગી લાવ્યા. સ્વહસ્તે પાક સામગ્રી સિધ્ધ કરી અને શ્રી ગોવર્ધન પર્વત પર જઈ શ્રીનાથજી ને ભોગ સન્મુખ કર્યો ત્યારે શ્રીનાથજી એ આજ્ઞા કરી:
” યતીજી, તમારા વિદ્યા શિષ્ય શ્રી વલ્લભ તમને યાદ કરે છે? તેઓ અહીં અહીં પધારીને સ્વહસ્તે સામગ્રી સિધ્ધ કરીને અમને ભોગ ધરાવશે ત્યારે જ અમે અન્નપ્રાશન કરશું. ત્યાં સુધી તો અમે દૂધનું જ પાન કરશું.”
આ સાંભળીને શ્રી માધવાનંદ ફરીથી નિરાશ થયા. તેઓ નીચે ઉતરી આવ્યા. પરંતુ તેઓ ભક્ત હતા અને વિદ્વાન પણ હતા તેથી કંઈક એવો મનોરથ સેવ્યો કે જેમાં નિરાશ થવાય જ નહીં.
બીજે દિવસે વનમાં જઈ ગુંજા (ચણોઠી) અને ચંદ્રિકા (મોરપીંછ) લઈ આવ્યા. ગુંજા ની માલા કરીને શ્રીનાથજીના શ્રીકંઠમાં ધરાવી અને મોર ચંદ્રિકા નો પાગ (પાઘ) મસ્તક પર ધરાવ્યો. આથી શ્રીનાથજી ઘણા પ્રસન્ન થયા અને શ્રી માધવાનંદ ને આશ્વાસન આપ્યું.
“યતીજી, અમને ભોગ તથા શૃંગાર ધરાવતો તમારો જે મનોરથ છે તે અવશ્ય પૂર્ણ થશે પરંતુ થોડી ધીરજ ની જરૂર છે, હાલ તો તમે યાત્રાએ વિચરણ કરો. સમય આવશે ત્યારે શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રબંધ થી અમે તમારી સેવા અંગીકાર કરશું.”
સન્યાસી હરખાઈ ગયા. ઝૂંપડી બનાવીને. શ્રીગિરિરાજજીની તળેટીમાં વાસ કર્યો. નિત્ય શ્રીગિરિરાજજીની પરિક્રમા કરે અને શ્રીનાથજીના પ્રગટ થવાની રાહ જુઓ. શ્રીનાથજી ને સંપૂર્ણ પ્રગટ થવાની ઉતાવળ ન હતી. દરરોજ નવા નવા ખેલ કરે અને એ ખેલ દ્વારા વ્રજવાસીઓને અનેક પ્રકારનું સુખ આપે.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877