આજે બંધ બારણા અને વળી લટકતું તાળું,
એક સમયે અહી સૌ સાથે બેસી કરતા વાળું.
શું લખીએ આપણે આપણી વિરાસત માટે.. ? એ વાતો એ વાર્તાની રાતો. એ મહેમાન એ માનપાન.
એ દૂધની તાંસળી, એ વિંયાયેલ ભેંસની બળી.
એ વાણનાં ખાટલા, એ રોટલા ખડકેલ પાટલા.
એ નદીઓનો ખળકતો ધોધ, એ પાણીથી ભરેલ હોજ.
એ સાતમ-આઠમનો તહેવાર, એ રજાનો રવિવાર.
એ પતંગનો દોર, એ ઉનાળાનો ટાઢોપોર.
એ બળદનું ગાડુ, એ મમરાના લાડુ.
એ બાપુએ આપેલ આઠાના, એ ‘માં’ એ છાનામાના આપેલ બારાના.
એ પાણીમાં તરતી હોડી, એ દાદાની લીધેલ ઘોડી.
એ ગારાના બનેલ પગરખાં, એ ભાઈબંધોએ કરેલ ડખા.
એ બેન ભાઈની મસ્તી, એ વાંચેલ પેપરની પસ્તી.
એ કંતાનનું દફતર, એ શિયાળામાં મફલર.
એ વડની ઘટા, એ આંખમા આંજેલ પોપટા.
એ લંગડીની રમત એ માચીસના પત્તાની ગમત..
ભાઈ ભાઈ….. હવે બસ બસ.. હવે નથી લખવું. આવું લખવા બેસીએ તો દસ કલાક લખી શકાય પણ જેમ લખીએ એમ આંખ સામે આ બધુ તાદ્દશ છવાય જાય છે. એક નિસાસો નખાય જાય અને મુખમાંથી અશ્રુ સાથે શબ્દો સરી પડે કે.. “કાશ! એ દિવસો પાછા આવે…! 😢
લિંબડી ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં શિષ્ય શ્રી મૌલિક પ્રવિણચંદ્ર દવે (દીક્ષિત નામ મહાનંદ) નાં નિવાસસ્થાને તા. 11 ડિસેમ્બર, રવિવારે સવારે 10 વાગે થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી જયોત્સનાબેને ભાવથી પુ. માડીને કપાળે કૂમકુમ તિલક કરી ને મૌલિકે પૂષ્પવૃષ્ટિ કરી સ્વાગત કર્યું. તેમનાં કૂળદેવી આશાપૂરીમાંના પૂજાઘરમાં જઇ પુ. માડીએ દિપ પ્રાગટય કરીને શુભાશીર્વાદ પાઠવ્યા. તે પૂર્વે લિંબડીમાં જ માડીનાં આત્મીય મિત્ર તરીકે રહેલા સ્વ. રૂપસિંહજી સોલંકી સાહેબનાં નિવાસસ્થાને જ્યારે પધરામણી કરી હતી ત્યારે માડી સહિત સમગ્ર પરિવાર ખુબજ ભાવમય બની ગયો હતો. રૂપસિંહજી સાહેબનાં ધર્મપત્ની વસંતબા, તેમનાં બંન્ને સુપુત્રો શ્રી વિશ્વરાજસિંહ, અનિરુદ્ધસિંહ, સુપુત્રીઓ ભાર્ગવીબા તથા ભુવનેશ્વરીબા હાજર હતા અને સંપુર્ણાનંદજી બાપુનું પુસ્તક ‘પ્રશ્નો આપણાં ઉત્તર ગુરુદેવનાં’ ભેટ આપ્યું હતું, જેમનું સંપાદન સ્વ. રૂપસિંહજી સાહેબે કર્યું હતું.
છેલ્લા
35 વર્ષોથી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય રહેલા શ્રી અરવિંદભાઈ રમણલાલ પ્રજાપતિ (દીક્ષિત નામ અરવિંદાનંદ) તથા હંસાબેનનાં સુપુત્ર શ્રી હિરેન (દીક્ષિત નામ હિરાનંદ) નાં શુભ લગ્ન શોભા સાથે થયા, જેનું રીસેપ્શન તા. 11 ડિસેમ્બર, રવિવારે સાંજે 7.30 થી 9.30 અમદાવાદ ખાતે ઇસનપુરમાં યોજાયું અને તેમાં પુ. શ્રી માડીએ નવદંપતીને ભાવિ મંગલ જીવનનાં શુભાશીર્વાદ પાઠવ્યા. એ ઉપરાંત મારા ધર્મપત્ની અને ગુરૂમાં નયના તથા શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ તરફથી વહુ શોભાને માતાજીની કિંમતી સાડી સહિત 5 જોડી કપડા, નાકનો દાણો, લાલ મોતીનો હાર-સેટ, ચુડલા તથા પાટલાની જોડી ભેટ આપવામાં આવી. આ શુભ પ્રસંગે સગાસંબંધી તથા સ્નેહીજનોનેએ સહપરીવાર ઉપસ્થિત રહીને શુભેચ્છા તથા આશીર્વાદ આપ્યા હતા.




Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877