શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -25
તળેટીના પુછડી ગામના એક વ્રજવાસી એ શ્રીનાથજી ની માનતા રાખી કે, ‘મારા છોકરા નો વિવાહ થશે તો હું પર્વતના દેવને સવા મણ દુધ અને સવામણ દહીં આરોગાવી.’એ જ દિવસે છોકરા નો વિવાહ નક્કી થઈ ગયો. વ્રજવાસીઓએ માનતા રાખ્યા પ્રમાણે શ્રીનાથજીને દૂધ-દહીં આરોગાવ્યા. વાતને ફેલાતાં વાર ન લાગી. અભણ અને ભોળી પ્રજાના શ્રીનાથજીની નિર્દોષ માનતા રાખવાની પ્રથાએ વેગ પકડ્યો.
એક દિવસ ભવાનીપુર ના એક વ્રજવાસીની એક ગાય સાંજે પાછીન ફરી તેથી એને ચિંતા થઈ. એની ગાય જે જગ્યાએ ફરવા જતી હતી ત્યાં એક સિંહ રહેતો હતો. જેની ગાય એ જગ્યાએથી પાછી ન ફરે એ સમજી જાય કે આજે આપણી ગાય સિંહ નો કોળિયો થઈ ગઈ. પેલા વ્રજવાસીઓએ શ્રીનાથજી ની માનતા રાખે:”હે દેવ, જો મારી ગાય સિંહના પંજામાંથી બચીને હેમખેમ પાછી આવશે તો હું, એ ગાય જ્યાં સુધી દૂધ દેતી રહેશે ત્યાં સુધી, એનું દૂધ તમને આ આરોગાવીશ.”આ બાજુ સૂર્યાસ્ત પછી ભૂલી પડેલી ગાયનો અને સિંહ નો મેળાપ વનમાં થઇ જ ગયો. સિંહે ત્રાડ નાખી. ગાય ગભરાઈ ગઈ. ત્યાં તો શ્રીનાથજીએ પોતાની ભુજા પસારી ગાયો નો કાન પકડીને ખેંચી લીધી અને સિદ્ધિ એના વાડામાં પહોંચાડી દીધી! સવારે એ ગાયને ભાંભરતી સાંભળીને વ્રજવાસી ઘણો જ રાજી થયો અને માનતા રાખ્યા પ્રમાણે એ ગાયનું દૂધ નિયમિત રીતે શ્રીનાથજીને પહોંચાડવા લાગ્યો.
બીજે દિવસે શ્રીનાથજીએ રમતા રમતા કુંભન ને ફરિયાદ કરી:”કુંભના, યે હાથ જરા દબાય દીજો. બહુત પીડા કરે હે…..”
“કયો લાલા, એસો કા ભયો?”
“અરે, કલવા ભવાનીપુરાવારે કી ગયા કો કાન પકડ કે ખીજતો ખીચતો વાકે ઘર તક પહોંચાય આયો. હો ના પહોચતો તો ગયા કો સિંઘ ખાને હી વારો હૂતો. અબ તુ હી બતા, ગયા મેરી પ્યારી હૈ. હો ગોપાલ કહેલાઉ. મેરો કછુ કર્તવ્ય બને કી નાય?”
“હા લાલા, યે તુને આછી કીની.લા, એસી ચંપી કરદુ કી sagri પીડા પલ મે બાજી જાય.”
“તો યે લે………”કહેતા શ્રીનાથજી એ પોતાનો શ્રી હસ્ત કુંભન ના ખભા ઉપર મૂકી દીધો. એ ખભાના કેવા ભાગ્ય!! આપણા ખભે કોઈ પ્રેમથી માથું ટેકવે કે હાથ રાખે તો આપણને કેવું સારું લાગે? ત્યારે આ તો ત્રિભુવન ના ધણી એ પોતાનો હસ્ત સખા ને સોંપી દીધો! સિંહણ નું દૂધ કનક પાત્રમાં જ ટપકી શકે. ત્રિભુવન ના ધણી નો વરદ હસ્ત કનક જેવા શુદ્ધ ખભા પર જ પડી શકે.
“કુંભના, તું ચંપી તો બહુત આછી કરે હે……. અબ યે બતા, ભાજને મે (ભાગવામાં) તું કૈસો હે. ?”. “કયો? હો કછુ સમુજ્યો નાય.”
“તું ઈતનો સુધો કાહે કો હે ? થોરો થોરો હો જેસો ટેઢો હુ રહનો ચાહીયે…….ચલ , આજ ચૂપકેસે સખીતરા ગામ ચલતે હૈ. -ચંદ્રાવલીજીકી સસુરાલમે. વહા કો માખણ બહુત દીનાતે ચાખ્યો નાય હે.સબ સખાંનકો ગ્વાલ પોખરા પે બુલાય લીજો. લોટ તે સમયે વહા છાક લીલા ખેલેગે.
“યાને કિ આજ ફેરી મોકો…..”
“બસ, બસ, કુંભના, હો તેરો ધ્યાન રખવે વારો હો ના.તું કછુ ચિંતા મતિ કરે….” કહેતા શ્રીનાથજી એ કુંભન ના ખંભે થી હાથ લઈને એના મોં પર દબાવી દીધો.”બાત પક્કી……ખેલ પક્કો….”
આવી રીતે શ્રીનાથજી હકથી માનતાથી અને ચોરીથી- બળજબરીથી દૂધ, દહીં ,માખણ આરોગીને વ્રજવાસીઓ ના મનમાં વસી ગયા. મુખારવિંદ ના પ્રાગટ્ય પછી છેક ૧૪ વર્ષ સુધી આવી લીલાનો આનંદ લુટીયો અને લુટાવ્યો!
હવે સમય આવી પહોંચ્યો સંપૂર્ણ પ્રગટ થવાનો.
શ્રી ગીરીરાજધરણ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 26
કાશી છોડ્યા પછી શ્રીમદ્દ વલ્લભાધીશ પરિક્રમાનો પ્રારંભ કરે છે. વર્ધા, ઉજ્જૈન, ઓરછા વગેરે સ્થળોએ પોતાના પ્રતાપ બળથી અનેક ચમત્કારિક પ્રસંગો સર્જીને દેવી દેવોને શરણે લેવા માંડ્યા. દક્ષિણ તરફ આગળ વધતા આપ શ્રી ઝારખંડમાં બિરાજી રહ્યા હતા.
એક દિવસ ઓચિંતાના શ્રીનાથજી ઝારખંડના વનમાં પ્રગટ થયા અને શ્રીમદ વલ્લભાધીશ ને દર્શન દઇને આજ્ઞા કરી.
“હે શ્રી વલ્લભ, અમે શ્રી ગોવર્ધનધર સ્વરૂપથી વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરામાં બિરાજીએ છીએ તે આપ જાણો છો. ત્યાંના વ્રજવાસીઓ ને અમારા દર્શન થયા છે. તેઓ હવે અમારા સંપૂર્ણ પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા છે અને અમે આપની રાહ જોઈ રહ્યા છીએ. અમારા સારસ્વત કલ્પીય કૃષ્ણ અવતાર ના સમયના ઘણા જીવો વ્રજ માં આવી ચૂક્યા છે. આપ સત્વરે વ્રજમાં પધારીને અમને પ્રગટ કરો અને અમારી સેવાનો ક્રમ બાંધો. અમારે એ સર્વ જીવો સાથે ફરીથી ક્રીડા કરવી છે.”
વી.સં.૧૫૪૯ ના ફાગણ સુદ અગિયારસ ના દિવસે (ઈ. સ.૧૪૯૩) શ્રીમદ્દ વલ્લભાધીશ ને આવી આજ્ઞા થઈ અને આપશ્રી દક્ષિણ ની પરિક્રમા અધૂરી છોડીને વ્રજ તરફ પધાર્યા. પાંચેક મહિના ની યાત્રા પછી શ્રીમદ્દ વલ્લભાધીશ મથુરામાં આવી પહોંચ્યા.ત્યાં વિશ્રામ ઘાટ પર થોડા દિવસ બિરાજીને પછી ગોકુલ પધાર્યા. ગોકુલમાં શ્રી યમુનાજીના એક ઘાટ પર બીરાજીને એક રાત્રીએ શ્રી મહાપ્રભુજી મનમાં વિચાર કરી રહ્યા હતા.:
‘આ કયું સ્થળ હશે?’
ત્યાં જ બાજુના ઘાટ પરથી શ્રી યમુનાજી પ્રગટ થયા અને શ્રીમહાપ્રભુજી બિરાજે રહ્યા હતા એક ઘાટ તરફ પધાર્યા.મંજુલ વાણીમાં શ્રી યમુનાજીએ આજ્ઞા કરી:
“આ બિરાજી રહ્યા છો એ ગોવિંદઘાટ છે અને બાજુમાં છે એ અમારો-ઠકુરાણી-ઘાટ છે. આપ અમારા ઘાટ પર બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કરો એવી અમારી ઇચ્છા છે.”
તરત જ શ્રીમદ્દ વલ્લભાધીશ છે ઉભા થઈને શ્રી યમુનાજીને નમન કર્યું અને તત્કાળ પૃથ્વી છંદમાં આઠ સ્લોક (યમુનાષ્ટકમ) દ્વારા શ્રી યમુનાજી ની સ્તુતિ કરી ને નવમા શ્લોકમાં સ્તુતિ નું ફળ દર્શાવ્યું. એ દિવસથી શ્રાવણ સુદ ત્રીજ ‘ઠકુરાણી ત્રીજ ‘તરીકે પ્રસિદ્ધ થઈ.
શ્રાવણ સુદ ચોથથી શ્રીમદ્દ વલ્લભાધીશે ઠકરાણી ઘાટ પર બિરાજીને શ્રીમદ્ ભાગવતનું એક સપ્તાહ પારાયણ કર્યું અને વચનામૃત પણ કર્યા. દરરોજ શ્રી યમુનાજી પોતાના પ્રિયતમની કથા સાંભળવા પધારે…… શ્રીમદ્દ વલ્લભાધીશ શ્રી યમુનાજી ની સ્તુતિ કરીને પછી કથા વચનામૃત કહેવાનું શરૂ કરે……. અને સાંજ પડે વર્ષની ઝરમર શરુ થતા પોતાના અનન્ય સેવક દામોદરદાસ હરસાનીજી તેમજ અન્ય સેવકોને પણ વચનામૃતનું પાન કરાવે.
એમ કરતા અઠવાડિયું પૂરું થયું. શ્રાવણ સુદ એકાદશી ની રાત ઢળી. અન્ય સેવકો સાથે શ્રીમદ્દ વલ્લભાધીશ ગોકુળના ગોવિંદ ઘાટ પર નીજસ્થાંનકમા પોઢ્યા હતા. મધ્યરાત્રી થવા આવી ત્યાં આપ શ્રી નીનિંદ્રા ખુલી.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👌🏻
:
..


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877