Explore

Search

November 21, 2024 5:00 pm

लेटेस्ट न्यूज़

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 51 & 52 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 51 & 52 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 51
ચુંલા પર દૂધ ઉકળી રહ્યું હતું. શુદ્ધ દૂધના ઉકડવાની સુગંધ કંઈક ન્યારી હોય છે. શ્રીનાથજી ને દૂધના ઉકળવાની એ સુગંધ બહુ પ્યારી લાગી એટલે હજુ વધારે ઉકળવા દેવા માટે વાતમાં મોણ નાખ્યું:
” મારી વહાલી નરો……. મને એ નથી સમજાતું કે તને આ વાતની ખબર ક્યાંથી પડી? “સખાઓ સાથે પસાર થતી વખતે તારી જે કિલકારી ઓ હોય છે ને એ સાંભળીને હું મારા હૃદયનો એક ધબકારો ચુકી જાઉં છું. એ સમયે તુ મારી એકદમ નજીકથી પસાર થઈ જાય છે. હું દોડીને બારીમાંથી જોઉં છું પણ તું ક્યાંય નથી હોતો….. બીજી જ પડે જોઉં છું તો તું અનેક સ્વરૂપે ખેલતો, કુદતો નજરે ચડે છે. હું તને હાક મારવા જાવ છું પણ મારા કંથ માંથી અવાજ જ નથી નીકળતો. મને પરસેવો છૂટી આવે છે અને હું કંપવા લાગું છું….. તને આ બધું નહિ સમજાય લાલા…… હુંય ક્યા ની વાત ક્યાં લઈ ગઇ? ચાલ એ તો કહે દરરોજ તુ મારી જ્ઞાતિ વાળી પાસે શું કામ જાય છે?”
” એણે વિચારીએ મને માખણ આરોગાવવાની માનતા રાખી હતી”
“શા માટે?”
” એને ખોવાયેલી ભેંસ હું પાછી લાવી આપુ તો.”
” મારું પણ કઇક ખોવાઈ ગયું છે, પાછું લાવી આપીશ?”વેધક દૃષ્ટિ વડે નરો એ તીર છોડ્યું.
” ના.”શ્રીનાથજીએ વળતું તીર છોડ્યું .
નરો અંદરથી ખુશ થઈ પણ ઉપરથી રોસ બતાવવો ચાલુ રાખો.
” ઠીક છે, એની માનતા પૂરી થઈ? તને માખણ આરોગાવી ચુકી? હવે બીજી કઈ કઈ માનતા પુરી , કરવા જાય છે તું ત્યાં નિત્ય?”
” નરો એ વિચારીનું મારા શિવાય કોઈ નથી. સાસરીયા એને ત્રાસ આપે છે એટલે મારી પાસે હૈયા ઠાલવે છે. તારી જેટલી જ છે, તારી જેમ જ સુશીલ છે, ગુણિયલ છે….” ” પ્રેમાળ છે, ગૌરી છે અને રૂપાળી પણ છે….. ખરું ને? પછી એ તારો આવી રીતે હાથ પકડે છે… તને પોતાના પડખામાં બેસાડે છે…., અને માખણનો એક એક લોંદો તારા મુખ માં મૂકતી જાય છે. એના એવા મીઠા પ્રેમથી તારું પેટ જતું હશે, બરાબને
” એના એવા મીઠા માખણથી મારું પેટ ભરાઈ જાય છે.”
“ઠીક , દાદીમા ના કલેવાથી નહીં પણ વહાલસોયા પ્રેમથી મારું પેટ ભરાઈ છે અને અહીં રસિકાના મીઠા પ્રેમથી નહીં પણ માખણના રોઢા થી પેટ ભરાઈ છે, ખરું ને? પછી માખણ અરોગાવવા એ શું કરે છે?”
“એ શું કરે છે?”
“તારા ટુચકા સંભળાવી ને હસતી જાય છે અને તારા કેશ સવારતી જાય છે…. તને ખૂબ વહાલ કરતી જાય છે….. અને તું એના ગાલ પર……”
“હારે નરો, યાદ આવ્યું. જો આવું કરે છે એ…….
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -52
નરો બાજુમાં બેસતો…. કહેતા શ્રીનાથજીએ નરો ને પોતાની નજીક બેસાડી દીધી. પાસે પડેલી હાંડી માંથી માખણ કાઢી ને ધીમેથી નરોના મોમાં મૂકી દીધું અને કરો ના કેશ પર અત્યંત સ્નેહપૂર્વક પોતાનો હસ્ત ફેરવવા લાગ્યા. નરો ને ઘેન ચડવા માંડ્યું. એણે આંખો મીચી લીધી. ધીમેથી શ્રીનાથજીએ નરોના ગાલ પર માખણ નો લેપ કરી દીધો.
ચૂલા પરના દૂધમાં એકદમ ઉભરો આવ્યો અને બહાર આચ પર થોડું ઢોડાઈ ને છમકારો બોલાવી શમી ગયો.
“નરી….. તું તું છો. તારી તોલે બીજું કોણ આવી શકે? પણ એ તો કહે કે મારી ખાનગી પ્રવૃત્તિનો આંખે દેખ્યો અહેવાલ તને કોણ આપે છે?”
” કુંભનદાસજીના કીર્તન.”બંધ આંખો એ જ નરો એ જવાબ વાળ્યો. ” ઓહ! તો મારી લીલા ને કુંભન એ ના કીર્તનોમાં પ્રત્યક્ષ વર્ણવે છે અને તું એ કિર્તનો માંથી મારી લીલા ને પરોક્ષ માં પણ સાકાર રીતે જોઈ શકે છે….. ધન્ય છે તમને બંને ને!”
નરો ઊભી થઈ ગઈ.” સારુ હવે બહુ ચાપલૂસી છોડીને વાટકી ધર. દૂધ તૈયાર થઈ ગયું છે.”નરો ના સ્વરમાં મીઠી ઇર્ષા પણ હતી અને ભારોભાર સ્નેહ પણ! શ્રીનાથજીએ બંસી ને કેડે ખોસી બંને હ
હસ્તમાં વાટકી ધરી. નરોએ એમાં દૂધ રેડીયું.” વાહ, સુગંધ તો બહુ સરસ આવી રહી છે…..”કહીને શ્રીનાથજી દૂધ ગટગટાવી ગયા.” નરો, તારા હાથમાં જાદુ છે. આવું સુંદર દૂધ તું કઈ રીતે તૈયાર કરે છે? સવારે દૂધ લાવે છે એ પણ મને બહુ ભાવે છે….”
” બહુ થયું. ચાલ કટોરી ધર…..”નરો એ ફરીથી દૂધ રેડ્યું. પોતાનો જ એકમાત્ર અધિકાર છે લાલાને અરોગાવવાનો એવું એવી ભાવનાનું સહેજ ખંડન થયું. એના મનોભાવ નાથજી કડી ગયા.
” હજુ દે, નરો બહુ ભાવ્યું.”
કટોરીમાં દુધરેદતું ગયું અને પીવાતું ગયું. કેટલી કટોરી દૂધ પીવાયું એની કોઈ ગણતરી ન હતી.” બસ, નરી. હવે સંતોષ થઇ ગયો. મારા શયનનો સમય થયો છે. હું જાઉ છું……”કહીને નાથજીએ કટોરી ત્યાજ ધરી દીધી અને નરોની ઓઢણીથી મુખ લુંછી લીધું.
“લાલા તારી નવી કટોરી તો લેતો જા.”નકાર ના ભાવ માં લાલાએ હસ્ત હલાવ્યો.” નવી કટોરી નું તો બહાનું હતું, નરો. તારા હાથે દૂધ પીવાનું મન થયું એટલે એ રીતે આવી ગયો.”
” થોભ,લાલા. આ મુખવાસ લેતો જા.”
શ્રીનાથજી અટક્યા. નરો એ શ્રીનાથજીને મુખવાસ આપ્યો અને હસ્ત લૂછવા પોતાની ઓઢણી નો છેડો ઊંચો કર્યો. શ્રીનાથજી મુખવાસ આરોગ્ય, હસ્ત લુછી અને જવા લાગ્યા.
શ્રી ગોવર્ધનનાથ કી જય 👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग