Explore

Search

August 30, 2025 12:58 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 53 & 54 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 53 & 54 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 53
“લાલા, જજે.”નરો પગના અંગૂઠાના નખ વતી જમીન ખોતરતા નીચું જોઈને બોલી.
” જજે કે આવજે?!”
” જજે.”નરો ભાર દઈને બોલી.
” શીદ જજે ?!”શ્રીનાથજી એ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
” સખીતરા ગામમાં મારી જ્ઞાતિના ના ઘરે.”
” તારી જ્ઞાતિના તો એ ગામમાં ઘણા ઘર છે. કોના ઘરે જવાની વાત કરે છે?”
” માખણ કરતાંય વધુ લીસ્સા, નરમ અને ગોરા ગાલવાળી રસીકાના ઘરે.”
” ઠીક છે…… તું કહે છે તો જતો આવતો રહીશ એને ત્યાં. તારી આજ્ઞા અને અનુમતિ બને છે એટલે મારે જવું પડશે.’શ્રીનાથજી થોડું હાસ્યા.
” લાલા, તું બહુ જ ચતુર છો.”નરો નટખટ શ્રીનાથજી પર વારી ગઇ.
” અરે હા……. યાદ આવ્યું…… હવે તો ચતુરાની વારી છે. ઠીક યાદ દેવડાવ્યું.,……”કહેતા શ્રીનાથજી મંદિર તરફ પધાર્યા.
‘ ચતુરા? એ વળી કોણ? ક્યાં રહેતી હશે? કેવી હશે એ? નરો ના મનમાં નવી ગડમથલ પેદા થઇ. નરો શ્રીનાથજી દેખાયા ત્યાં સુધી ઉંચી થઇ થઈને જોતી જ રહી. દેખાતા બંધ થયા એટલે એના કંઠમાંથી એક કીર્તન સરી પડ્યું:
ગામના તિખળી યુવાનો હસી નાખીને પોતાની અણસમજુ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હતા…. બાળકો તથા કિશોરો કુતૂહલ રીતે આગળ પાછળ દોડી રહ્યા હતા…… વૃદ્ધો અસમંજસ માં ગરકાવ થઈ ગયા હતા….. અને વ્રજવાસીનિઓ ઘુમટાની આડમાંથી રસ્તા વચ્ચે થી પસાર થઈ રહેલા આચાર્યયુક્ત દ્રશ્યને નિહાળવા ઊંચી નીચી થઈ રહી હતી.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 54
વિ. સ.1552 ના શ્રાવણ સુદ 13 ને બુધવાર નો એ કુતૂહલદિન હતો. યાદ રહી જાય એવો પ્રસંગ એ દિવસે બન્યો. યવન બાદશાહની ફોજ હિન્દુ મંદિરો દોડતી અને લૂંટતી ઘોડાપૂર જેમ આગળ ઘસી રહી હતી. વાત મથુરાથી વાયુવેગે વ્રજ માં આવી. શ્રીનાથજીના મંદિરમાં ખાસ ખાસ સેવકોની ગુપ્ત મંત્રના ચાલી. હવે શું કરવું? કોઈ પણ ઘડીએ ફોજ વ્રજ પર ત્રાટકી તો? વિચારોને ઘણી આપલે કર્યા પછી પણ કોઈને યોગ્ય માર્ગ ન સુઝતા અંતે રામદાસ મુખ્યાજી ને શ્રીનાથજીની શું ઈચ્છા છે એ જાણવા માટે પ્રયત્ન કર્યો.
હરિ ઈચ્છા સર્વોપરી છે. હરિ લીલા સર્વ થી ન્યારી છે. ક્યારેક ચમત્કાર સર્જવા, ક્યારે કોને શરણે લેવા, ક્યારે કોનો ઉદ્ધાર કરવો, ક્યારે કોને સહાય કરવી, ક્યારે કોની કસોટી લેવી વગેરે સર્વ કઈ એવું તો અટપટું છે કે લૌકિક બુધ્ધિથી પારાશીશી કે ફૂટપટ્ટી આ બધું માપવા સાવ નિરર્થક છે. શ્રીનાથજી એ તે દિવસે રામદાસ મુખિયાજી ને એવું જ કંઈક અટપટુ કહ્યું. મુખિયાજી શિર ખંજવાળતા બહાર આવ્યા અને આગેવાન સૈનિકોને શ્રીનાથજી ની ઈચ્છા શી છે તે કહી સંભળાવી.
” ઠીક હે, વામે હું કછું સંકેત હોયહો……”કહીને સૌ સેવકો તૈયારીમાં લાગી ગયા. થોડીવારમાં તો ગામના ચાર આગેવાન મોવડી ઓ એક પાડાની આજુબાજુ સંભાળીને ચાલી રહ્યા હતા. પાડો ધીમા અને સમજદાર પગલા પાડી રહ્યો હતો. એની આંખમાં ગજબ ની ચમક હતી. પીઠ પર કંઈ ન હોવા છતાં જાણે ત્રિભુવન નો ભાર વહન કરીને જતો હોય એવી એની શ્રમ સભર ચાલ હતી. શ્રીનાથજીના મુખ્યાજી રામદાસજી અને કીર્તનયાજી, કુંભનદાસજી પાડા ની એક તરફ છે તો ગામના આગેવાન બે ભાઈઓ સદુ પાંડે અને માણેકચંદ પાંડે પાડાની બીજી તરફ છે.
“અરે ભૈયા, યા ભેંસકો ચારો જન મિલિ કે કહા લે જાત હો?”કોઈએ પૂછ્યું જ લીધું.
પાડા ના માલિક સદુ પાંડે એ જવાબ વાળ્યો. ” યવન કો ઉપદ્રવ ભયો હે, પતા હે ના? વાંકો જો પસંદ આયો વો લૂંટ લેટ હે. કોન જાને વાકો યહ તગડો ભેંસ પસંદ આય જાય ઓર મોંસો છીન કર લે જાય. વાહિ સો હમ યાંકો છીપાયવે કો સ્થલ ઢૂંઢ રહે હે. આપ લોગ આપનો અપનો સામાન્ સંભાલો, જાવ.”
આમ જવાબ આપતા આપતા અને જિજ્ઞાસુઓને પાછા વારતા ચારેય જણા પાડા ને લઈને ગોપાલપુર (હાલ જતીપુરા) થી ડીગ તરફના રસ્તે વળ્યા. થોડીવારમાં તો તેઓ એક અતિશય સઘન વૃક્ષોથી અચ્છાદિત એવા રમણીય વનમાં પ્રવેશ્યા. એ વન ‘ તોડ ન ઘના’ ના નામે ઓળખાય. ત્યાં ઝાડી ઝાખરા, કાંટા અને ગોખરુ પુષ્કળ પ્રમાણમાં થાય. ધોળે દિવસેય કોઈની હિંમત નહીં કે આ ઘના માં પ્રવેશે. યવનની ફોજ થી બચવા માટેનો આ કેવો ઉપાય?!
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements