10 કચ્છી સહિત રાજ્યના 86 ઇતિહાસરસિકને અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ અર્પણ
અમદાવાદ, તા. 25 : દશ કચ્છી સહિત ગુજરાતના 86 પ્રાચીન ઇતિહાસપ્રેમીને હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા આજે અતુલ્ય-વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022' અર્પણ કરાયા હતા. કચ્છનાં રણ પર ચાર દાયકા કરતાં વધુ સમયથી સંશોધન જેવા અનેક મહેનત માગી લેનારા વ્યાયામ કરનાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો)ના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. પ્રભુદાસ ઠક્કરને પણ રવિવારે
અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ જેવા ક્ષેત્રમાંથી કોઇપણ ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલા અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયને પુરસ્કૃત કરવા પાછળનો હેતુ જણાવતાં સ્થાપક કપિલ ઠાકરે જણાવ્યું કે સ્થાનિકસ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનારા અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરિમાથી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોંચાડવામાં ઉપયોગી સાબિત થશે. સેવાકીય ક્ષેત્ર ઇતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ અને જળ સરંક્ષણ, પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે) લેખન અને પ્રકાશન, હેરીટેજ પ્રવાસન ક્ષેત્રના એવોર્ડ વિતરણ કાર્યક્રમ આઇઆઇટીઇ ગાંધીનગર ખાતે આયોજિત કરાવામાં આવ્યો હતો. આ વિષયના જ નિષ્ણાતો દ્વારા આ એવોર્ડ એનાયત કરાયા જેમાં મુખ્ય અતિથિ સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ, અધિક અતિથિ વિશેષમાં લેખક અને ચિંતક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, હેરિટેજ પ્રવાસન સમિતિના સક્રિય સભ્ય પુંજાબાપુ વાળા, પર્યાવરણવિદ્ મનીષ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ વિજેતા દશ કચ્છના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓમાં સંશોધન અને લેખન માટે સંજય ઠાકર, નરેશ અંતાણી અને મહાદેવ બારડને, ચિત્ર માટે’ બિપીન સોની, કચ્છી લોક કલા માટે કનૈયાલાલ સીજુને, કચ્છી હસ્તકળાનો’ જયંતીલાલ વણકરને, સિંધી લેખન માટે કલાધર મુતવાને જ્યારે’ ‘ પ્રવાસન માટે પંકજ રાજદે, ઓસમાણ નોતિયાર તથા લિયાકત નોતિયારને એનાયત કરાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાતનાં સૌ નામાંકિત અને હેરિટેજ પ્રેમીઓની ઉપસ્થિતિમાં એક નવા’ અભિયાનનો શુભારંભ કરાયો હતો. `વાત વતનની’, રાજ્યમાં, રાજ્ય બહાર અને દેશ બહાર વસવાટ કરતા વતનના લોકો દ્વારા વતનના વારસાને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ આ અભિયાન દ્વારા થશે. જેની વધુ વિગતો જાહેર કરાઇ હતી.’ વધુ સમાચાર માટે ક્લિક કરો …..https: //epaper.kutchmitradaily.com
Share Post
: સંત કબીર રોડ, રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી મૂળ ચૂડા નિવાસી શિષ્ય શ્રી દર્શનભાઇ વ્યાસ તથા તેમનાં પાર્ટનર શ્રી દિવ્યેશ પટેલનાં નવનિર્મિત મેન્યુફેક્ચરિંગ યુનિટ ‘પ્રથા જ્વેલર્સ’ માં તા. 20 જાન્યુઆરી મંગળવારે સવારે 9.30 થી 11 દરમિયાન થઇ ત્યારે તેમનાં સુપુત્ર યશ વ્યાસ સહિત સમગ્ર મહિલા સ્ટાફે પુષ્ય વૃષ્ટિ કરીને સ્વાગત કર્યું અને પુ. શ્રી માડીએ સૌને કુમકુમ તિલક કરીને આશીર્વાદ આપ્યા. પૂજાઘરમાં માંનો દીપ પ્રગટાવી પૂજા કરી અને સૌએ માતાજીની આરતી ઉતારીને પ્રસાદ વહેંચ્યો. અહીં પ્રથા જ્વેલર્સમાં હોલસેલમાં ઇમિટેશન કડલી, બંગડી અને પાટલા બનાવવામાં આવે છે, જેનું નિરીક્ષણ પણ પૂ. માડીએ કર્યું હતું. સૌને શુભાશીર્વાદ પાઠવી પુ. શ્રી માડી વિદાય થયા.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877