ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 138
સતી અણદીમાં અને સતી લક્ષ્મીમાં દર્શન, વઢવાણ 👏
🕉️ * 🕉️
ઘણાં વર્ષો બાદ અમે ત્રણ ભાઇ-બહેનનાં પરિવારોએ કુલ 12 સભ્યો સાથે બે દિવસનાં ધાર્મિક પ્રવાસનું આયોજન બે દિવસ તા. 21/22 ડિસેમ્બર 2022 દરમિયાન કરવામાં આવ્યું. સવારે પાંચ વાગ્યે મારા મિત્ર શૈલષભાઇનાં 17 સિટવાળા ટ્રાવેલ ટેમ્પોમાં રાજકોટની નીકળીને સૌપ્રથમ વઢવાણ જવા સવારે 7.30 વાગે ગઢ પાસે આવેલ બારી રોડ દરવાજે પહોંચ્યા. વઢવાણ રાજ સ્મશાનમાં મારી દિકરી-જમાઇ દિવ્યા-કૃતાર્થકુમાર શુકલનાં ત્રિવેદી પરિવારનાં બે સતીમા આવેલા છે, ત્યાં જઈને ચુંદડી ઓઢાડી ભાવવંદન કર્યા. એ પછી અમારા આચાર્ય પરિવારનાં નાના બહેન સતી અણદીમાં તથા મોટાબેન લક્ષ્મી માં કે જેઓ દવે પરિવારનાં સતીમાં છે તેમનાં દર્શન કરીને ચૂંદડી ઓઢાડી ત્યારે દિકરી-જમાઇ, અમે મનોજ આચાર્ય, મારા ધર્મપત્ની નયના, સુપુત્ર ભાર્ગવ, નાની બહેન સોનલ, તેની સુપુત્રી દિક્ષા, સુપુત્ર નિર્ઝર (અમદાવાદ), નાનો ભાઈ નરેશ, તેમનાં ધર્મપત્ની ઉષા, સુપુત્ર ઋષિલ અને સુપુત્રી ભવ્યા (સિંગાપોર) ઉપસ્થિત હતા. અમારા સતીમા સંવત 1993 માં સતી થયા, જેનો કડીબદ્ધ ઇતિહાસ મારા પિતાશ્રી અને ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય કે જેઓ પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” તરીકે ઓળખાય છે તેમણે આલેખ્યો છે, જેની pdf આ સાથે મોકલું છું. આ ઇતિહાસ તેમનાં Ph. D. પુસ્તક “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” માંથી લેવામાં આવ્યો છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877