Explore

Search

August 30, 2025 5:29 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 71 & 72 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 71 & 72 : Niru Ashra


શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 71
શ્રીનાથજીનો નવું મંદિર સિદ્ધ કરવા શ્રી મહાપ્રભુજીએ પુરનમલ ને આજ્ઞા અને આશિષ દીધી. અધુરુ રહેલું બાંધકામ પુરજોશે આગળ વધ્યું. ઘરે પાછા ફરેલા કારીગરો પણ ખબર મળતા વેત તરત આગરાથી આવી પહોંચ્યા.
લાકડા, પથરા, રેતી, ચૂનો, રંગ વગેરે કંઈ કેટલાય પ્રકારની વસ્તુઓ શ્રી ગિરિરાજજી પર દરરોજ આવા લાગી. કારીગરો વધવા લાગ્યા. ઓચિંતાની કોઈ વસ્તુ ખૂટી જાય તો મોટા શહેરમાં જઈ એને ખરીદી કરવી…… દુકાનદારની સમજાવવા…… વ્યવસ્થિત હિસાબ રાખવા…… કારીગરોને પગાર ચૂકવવા…… શ્રીનાથજી ની સેવા સંબંધી સામગ્રી ભેગી કરવી….. આ સર્વ કઈ માટે હવે એક અધિકારીની પણ જરૂરિયાત વર્તાવા લાગી….. અને વિ. સં 1567 ( ઈ. સ.1511) માં જ વળી એક યાદગાર પ્રસંગ બની ગયો….. એ યાદગાર પ્રસંગની પૂર્વ ભૂમિકા કંઈક આ પ્રકારની હતી….
વિ. સં 1554 ( ઈ. સ.1498) ના વર્ષમાં ગુજરાતના ખેડા જિલ્લાના ચિલ્લોતર ( હાલના ચરોતર ) વિભાગના મુખીને ઘરે પુત્રનો જન્મ થયો. મુખી નું ઘર એટલે ગામનું પહેલા દરજ્જા નું ઘર. એમાંય વળી પુત્ર નો પ્રસંગ એટલે શી વાત! મુખી કણબી પટેલ હતા છતાં મુખી હતા એટલે ગામેગામથી વિદ્વાન બ્રાહ્મણ પંડિતોને તેડાવી અને પોતાના નવજાત પુત્ર ના જન્માક્ષર બનાવરાવ્યા. પુત્રના લક્ષણો અને ભવિષ્ય જાણવા માટે મુખી બહુ જ ઉત્સુક બની ગયા. પંડિતોને મોં માગી દક્ષિણા આપવાની શરતે મુખીએ પુત્રની કુંડલી પાકી ગણતરી વાળી મનડાવી. ગણતરી કરીને પંડિતો ઊભા થઈ ગયા.
” મુખીજી, અમારી ગણતરી એમ કહે છે કે આ બાળક ભગવાનનો પરમ ભક્ત બનશે, સાધુ વૈરાગ્યની સોબત કરશે, વહીવટી કામકાજમાં ભારે નિપુણ બનશે, ગાન અને સંગીત વિદ્યા માં અતિ પ્રવીણ હશે, પુષ્કળ દેશાટન કરશે. અને એનું નામ ” કૃષ્ણદાસ ” રાખવામાં આવશે…….”
” હે વિદ્વાન ભૂદેવો, મને તો પુત્ર દ્વારા સુખ પ્રાપ્ત થશે ને? “
” મુખી આ પુત્ર એની કિશોરાવસ્થામાં જ તમારા ઘરનો ત્યાગ કરશે અને આજીવન અવિવાહિત રહેશે…. બોલો, તમે કયા પ્રકારના પુત્ર સુખની ઝંખના રાખો છો?”
સાંભળતા જ મુખીના ચહેરાનો રંગ ઊડી ગયો. ” ભૂદેવો, તમે ફરીથી ગણતરી માંડી જુઓ…. ક્યાંક કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો….”
” મુખી તમે અમને દક્ષિણા આપો કે ના આપો, અમે તો જે સાચું હતું એ કહી દીધું….”
” ઠીક છે, જેવી ભગવાનની મરજી….”કહેતા મુખી ઉદાસ થઈ ગયા અને દાન-દક્ષિણા આપી પંડિતો ને વિદાય કર્યા. પુત્ર ના નામકરણ ની વિધિ ને દિવસે પુત્ર નું નામ ‘ કૃષ્ણદાસ રાખ્યું…
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 72
સમય વીતતો ગયો. એમ કરતા કરતા કૃષ્ણદાસ ની ઉંમર 13 વર્ષની થઈ. એક દિવસ કૃષ્ણદાસના સત્યનિષ્ઠ પણાને લીધે કૃષ્ણદાસ ના પિતાનું મુખી પણું છૂટી ગયું. પિતાએ માથું ફૂટયું.
” આ સાધુડા ને કારણે આવેલું ધન પણ ગયું અને ગામનું મુખીપણુંય ગયું. ખબર નહીં, કયા જન્મનું વેર લેવા આવ્યો છે આ મારા ઘરમાં દીકરો બની ને! “
” બાપુ તમે ખોટા કર્મો કરીને બંને લોક બગાડી રહ્યા હતા. મુખીપણું છૂટ્યું એ સારું જ થયું. ઈશ્વર કૃપાથી તમારો જીવતો બચી ગયો. જો મુખી પદે ચાલુ રહ્યા હોત તો હજુ વધારે પાપના પોટલાં બંધત. હવે તો સુધરો…..”
” તુ પૂર્વ જન્મનો કોઈ ફકીર લાગે છે. અમને ભિખારી બનાવી ને જ જંપીશ શું? હવે તારો શું છે ઇરાદો છે?”
” જો તમે મને ઘરમાં રાખશો તો ખરેખર તમે ફકીર થઇ જશે. માટે મને વિદાય કરી દો. હું તમારે લાયક નથી. મારું મન તો શ્રી હરિ મા લાગેલું છે.”
” જા બાપા….. તને હાથ જોડ્યા…. તારે જે જોઈએ તે લઈને આ ઘરમાંથી ચાલતી પકડ અને અમને સુખેથી સંસાર ભોગવવા દે.”
” આ પહેરેલા વસ્ત્રો શિવાય મારે તમારુ કંઈ જ નથી જોતું…..” કહીને કૃષ્ણદાસે માતા-પિતાને નમસ્કાર કરીને ઘરનો ત્યાગ કર્યો.
ફરતા-ફરતા કૃષ્ણદાસ મથુરા આવી પહોંચ્યા. ત્યાં સ્નાન, ધ્યાન, દર્શન ઇત્યાદિ થી પરવારી વ્રજમાં શ્રી ગોવર્ધન તરફ પ્રયાણ કર્યું. શ્રીગિરિરાજજીની તળેટીમાં પહોંચીને કૃષ્ણદાસે વાત સાંભળી કે પર્વતમાંથી દેવ પ્રગટ થયા છે અને પુરનમલ નામના કોઈ શેઠ એ દેવને માટે નવુ મંદિર શ્રી ગિરિરાજજી પર બંધાવી રહ્યા છે.
કૃષ્ણદાસ ને દેવદમન શ્રીનાથજી ના દર્શન કરવાનું મન થયું. તેઓ શ્રી ગિરિરાજજી પર પહોંચી ગયા અને નવા મંદિરના બાંધકામને નેહા હતા નિહાળતા નિહાળતા નાના મંદિરમાં જઈ પહોંચ્યા. શ્રી મહાપ્રભુજી રાજભોગ આરતી કરી રહ્યા હતા. કૃષ્ણદાસે દર્શન કર્યા અને ત્યાં જ જડાઈ ગયા! ભાવની ઉથલપાથલના પગરણ મંડાયા.
શ્રીનાથજીની ઈચ્છાથી અને કૃષ્ણદાસ ની વિનંતીથી થોડીવારમાં તો શ્રી મહાપ્રભુજી એ શ્રીનાથજીની સનમૂખ કૃષ્ણદાસને નામ નિવેદન કરાવ્યું. આત્મસમર્પણ કરતા જ કૃષ્ણદાસ ને શ્રી હરિની લીલા રસનો અનુભવ થયો અને તરત એક પદ ગાયું:
” વલ્લભ પતિત ઉધારન જાનો……”
કીર્તન પૂરું થતાં જ શ્રી મહાપ્રભુજી એ પૂછ્યું:
” કૃષ્ણદાસ હવે શું વિચાર છે?.
” જે કૃપાનાથ આપ તો અંતર્યામી છે. હું ઘરનો ત્યાગ કરીને આપને શરણે આવ્યો છું. નાની ઉંમરનો જાણીને મને ન ધકેલી દેતા. શ્રી ગોવર્ધન ધરણનું નવું મોટું મંદિર સિદ્ધ થઈ રહ્યું છે. અનેક નાના મોટા કાર્યો માટે આપને સેવકોની જરૂર પડશે. મને આપ જે કહેશો તે કરવાને હું તૈયાર છું.”
” ઠીક છે… હાલ તો તમે પૂરનમલજી કહે એ રીતે એમને મદદ કરો…… પછી શ્રી ગોવર્ધન ધરણ ની જેમ ઈચ્છા હશે એમ થશે…….” કહીને શ્રી મહાપ્રભુજી એ કૃષ્ણદાસ ને શ્રીનાથજી ની બહારની વહીવટી સેવા માં રાખી દીધા.
સૌ સેવકોને શ્રીનાથજી ની સેવા સાવધાની પૂર્વક કરવાનું બજાવીને શ્રી મહાપ્રભુજી અડેલ તરફ પધાર્યા.
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements