શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 75
શ્રીનાથજીના મધુર સ્મિત ની પાછળ રહેલા એક ગૌણ રહસ્યને શ્રી મહાપ્રભુજી એ તત્કાળ ઉકેલીને અમલમાં મૂક્યો. આપ શ્રી એ પુરનમલને કહ્યું:
” પૂરનમલ, આજે અમે તમારા પર અત્યંત પ્રસન્ન છીએ. તમારે જે માગવું હોય તે માંગો. શ્રી ગોવર્ધન ધરણ ની ઈચ્છા પણ કંઇક એવી જ છે. આજે કચાસ ન રાખતા તમારા સકળ મનોરથો આજે પૂર્ણ કરી નાખો…….”
” મહારાજ આપની આજ્ઞા એ મારે મન શ્રી ગોવર્ધનધરણ ની આજ્ઞા સમાન છે.. આપે કચાશ ન રાખતા એમ કહ્યું છે તો પછી મારે એટલું જ માગવું છે કે…. મારા પોતાના હાથે અતિ સુગંધી અલગજા શ્રી ગોવર્ધનનાથજી ના સમગ્ર શ્રી અંગે સમર્પુ. ગ્રીષ્મ ઋતુ છે. સુગંધ અને શીતળતાથી પ્રભુ પ્રસન્નતામાં બિરાજશે……”.
” ભલે આજે એ મનોરથ પણ પૂરો થવા દો, અસ્પર્શ માં સ્નાન કરીને જલ્દીથી આવો.”
” હમણાં આવ્યો જે.”
પુરનમલ અસ્પ્રશ માં નાહીને તરત પાછા આવી ગયા. હાથમાં સોનાના વાટકામાં સુગંધી અરગજા ભરીને લેતા આવ્યા. ઉંચી જાતનું શુદ્ધ અતર અને ગુલાબ જળ ભેળવીને લેપ તૈયાર કરવામાં આવ્યો.
કમાંડ બંધ કરવામાં આવ્યા.
શ્રી મહાપ્રભુજી એ શ્રીનાથજીના શણગાર અને વસ્ત્રો વડા કર્યા. સમગ્ર શ્રી અંગ ની ઝાખી થતાં પુરનમલને અતિ વહાલ ઊભરાયું. ધીમે પગલે શ્રીજી ની પાસે જઇ જમણા હાથની હથેળીમાં સુગંધી અરગજા લઈ શ્રીજી ના બંને કપોલ ( ગાલ) પર લગાડ્યો. કપોલ નો સ્પર્શ થતાવેત પુરનમલના રુવે રુવે રૂવા ખડા થઈ ગયા. એક જોરદાર કંપન આખા શરીરમાં પસાર થઈ ગયું. પુરનમલ ની પાપણો પર હર્ષના અશ્રુ ના બિંદુઓ ચમકી ગયા. એ અશ્રુબિંદુઓ ને કારણે શ્રીજી ની ઝાંખી ઝાંખી થવા લાગી. વાટકામાં આંગળીઓ બોળતા જાય.લેપને હથેળીમાં પસરવતા જાય અને ધીમે ધીમે શ્રીનાથજીના સમગ્ર અંગે અરગજા સમર્પતા જાય. આખા ઓરડામાં વાતાનુકૂલિત ઠંડક છવાઇ વળી અને ખૂણે ખૂણો મહેકી ઉઠ્યો. વૈશાખ ની ગરમી પોષની ઠંડકમાં ફેરવાઈ ગઈ.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 75
પુરનમલના તમામ મનોરથો આજે પૂર્ણ થઈ ગયા. અશક્ય તો શું અસંભવ , અરે અકલ્પનીય દ્રશ્ય હતું! નિકુંજનાયક શ્રીનાથજી નો રંચક માત્ર ચરણ સ્પર્શ પણ જ્યાં અશક્ય હતો ત્યાં સમગ્ર શ્રી અંગે અરગજા નો લેપ લગાડવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું! પુરનમલ ના હૃદયના ધબકારા તેજ ગતિથી થવા લાગ્યા!! રૂપ માધુર્ય નો નશો નસેનસમાં છવાઈ વળ્યો! પુરનમલ પોતાનું દેહાનુસંધાન ગુમાવવા લાગ્યા…..
આ સૌભાગ્ય પ્રાપ્તિનો યશ કોને આપવો? પુરનમલે બહાર નીકળીને વધેલું તમામ દ્રવ્ય શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ધરી દીધું. 20 વર્ષ પહેલા વાયુ એ કાનમાં કહેલી વાત હવે પુરનમલ ને સમજાઈ ગઈ હતી. ભગવત સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવા ના મનોરથ અર્થે વેપાર કરીને કમાયેલું દ્રવ્ય ઘરે પાછું લઈ જઈને શું કરવું હતું? જેણે કમાવી આપ્યું હતું એને જ પાછું ભેટ ધરી દીધું. બલિહારી ગુરૂ આપકી, ગોવિંદ દિયો બતાય! શ્રી મહાપ્રભુજીએ પુરનમલ ને પ્રસાદી ઉપરણો(ખેસ) ઓઢાળ્યો.
ધનની સેવાથી મંદિર બનાવ્યું તનની સેવાથી શ્રી અંગે અરગજા સમરપ્યા. બાકી રહી મનની સેવા! એ શ્રી મહાપ્રભુજીએ મહાપ્રભુજી એ પ્રસાદી ઉપરણા ઓઢાડી ને પ્રાપ્ત કરાવી. વિશુદ્ધ પ્રીતિનું ફળ સિદ્ધ થઈ ગયું.
પુરનમલ શ્રીનાથજીની અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈને તથા શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઈજી) ને યથોચિત ભેટ ધરીને પોતાના ઘરે પાછા ફર્યા. જીવ્યા ત્યાં સુધી માનસી સેવામાં મગ્ન રહ્યા . નિયમિત રીતે આંખો મીંચીને બેસતા અને શ્રીનાથજીના શ્રી અંગ ના દર્શન કરી વિવિધ પ્રકારની સેવા કરતા. કોઈથી વિશેષ બોલતા નહીં. હરતા-ફરતા ઉઠતા-બેસતા પુરનમલ ને બસ સર્વત્ર શ્રીનાથજી જ. શ્રીનાથજીના દર્શન થતા! દર વર્ષે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીનો પ્રસાદી ડગલો પુરનમલ મોકલતા. ડગલા સ્વરૂપે શ્રીનાથજી સ્વયં પુરનમલ પાસે પધારતા. (આ ક્રમ શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈજી એ પણ જાળવી રાખ્યો હતો.) પુરનમલને હવે જ્યાં ત્યાં સર્વત્ર એક જ સાહિબ ના દીદાર(દર્શન) થતા હતા. તેઓ વારંવાર ગણગણી ઉઠતા: ‘ ‘સમાયા હે જબ સે તું નજરો મેં મેરી, જિધર દેખતા હુ ઉધર તુ હી તુ હૈ.’
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877