Explore

Search

August 30, 2025 10:32 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 81& 82 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 81& 82 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 81
કાશીમાં એક વહેલી સવારે ગંગાજીના કોઈ ઘાટ પરથી દરરોજની જેમ એક નાવ છુટવાની તૈયારીમાં જ હતી. ત્યાં તો કોઈ અજાણ્યા યુવાને ઘાટ ના પગથીયા ઉતરવાની તસ્દી ન લેતાં સીધો ઉપરથી ભૂસકો માર્યો અને વહેતી થયેલી નાવમાં સમાઈ ગયો. નાવ અડેલ તરફ વહી નીકળી.
નદીમાં નાવ ચાલી. નાવમા વિચારધારાની નદી ચાલી. યુવાન વિચારી રહ્યો હતો. ‘ મેં આટલી બધી એકાદશીની રાત્રીઓ ના જાગરણ કર્યા…… આટલા બધા કિર્તનો ગાયા …. પરંતુ ગઇકાલના જાગરણમાં શી વિશેષતા હતી ? એ કપૂર ક્ષત્રિ કોણ હશે? એને વશ શ્રી નવનીત પ્રિયાજી કઈ રીતે થયા હશે? એ ક્ષત્રિયને મેં આ તરફ જતાં જ જોયા હતા. એ જો મળી જાય તો મારું કામ થઈ જાય. ગમે ત્યાંથી એમને શોધવા જ રહ્યા…… કેટલું અદભૂત સ્વરૂપ એ સેવકના ખોળામાં બિરાજેલું હતું.. !!
એ યુવાન કાન્યકુબ્જ (હાલનું કનોજ) ગામનો કનોજીયા બ્રાહ્મણ હતો. નિર્ધન મા-બાપની ઝોપડી મા એનો જન્મ થયો હતો. જે દિવસે એનો જન્મ થયો હતો એ જ દિવસે બપોરે એના મા-બાપને ગામના એક શ્રીમંત વેપારી પાસેથી અઢળક ધન પ્રાપ્ત થયું હતું એ ધન મેળવીને મા-બાપને જે પરમ આનંદની પ્રાપ્તિ થઈ એના કારણે પુત્ર નું નામ ‘ પરમાનંદ ‘રાખવામાં આવ્યું હતું. વિ. સં. 1550 (ઈ. સ.1494) ના સાલની આ વાત હતી.
ધનના જોરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ ભવન ઊભુ થયું. દર વર્ષે પુત્રનો જન્મદિવસ ધામધૂમ પૂર્વક મા-બાપ ઉજવતા. સમયની સાથે પરમાનંદ નો વિદ્યા અભ્યાસ શરુ થયો. સાથે સાથે ગાન વિદ્યાનો પણ પરમાનંદને શોખ લાગ્યો. કંઠ નું માધુર્ય તો કુદરતે જન્મથી જ બક્ષીયું હતું.
ગીત-સંગીતની મહેફિલો ગોઠવવા લાગી. પરમાનંદ ના કંઠે કામણ વેરીયા. સુર શબ્દ અને સંગીત નો ત્રિવેણી સંગમ બહુ ઝડપથી પાંગર્યો. મધુરતમ કંઠ ની મીઠાશ લોક હૈયે રાજ કરવા લાગી. જેને જુઓ એ પરમાનંદ ના રચેલા ગીતો જ ગણગણતા હોય. મોટી મોટી મહેફિલોમાં મુખ્ય કલાકાર પરમાનંદ જ હોય. ધન ધનને ખેંચી લાવ્યું. પરમાનંદ ને કોઈ વાતની અછત ન રહી. દેશ-દેશાવરમાં પરમાનંદ ‘ કવીશ્વર ‘ તરીકે પંકાયા અને ગુણીજનો ના સાથ સંગાથ ને કારણે ‘ સ્વામી ‘ નું સંબોધન પામ્યા. અનેક શોખીન જીવો પરમાનંદ સ્વામીના સેવક બનવા લાગ્યા.
એકવાર ગામમાં દુષ્કાળ પડ્યો. સૌને ખાવાપીવાના સાચા પડી ગયા. ગામના હાકેમે દંડ ઉઘરાવ્યો. એમાં પરમાનંદ સ્વામી નું ઘર હાકેમના સૈનિકોએ લૂંટી લીધુ. ફરી પાછા પરમ આનંદના મા-બાપ નિર્ધન બની ગયા. પરંતુ આ અવસ્થા માય પરમાનંદ સ્વામી તો પ્રસન્ન જ રહ્યા. પિતાએ પુત્રને કમાવવા જવાનું કહ્યું. પુત્ર એ અમુક શરત મૂકી. પિતાને ધનનો મોહ છોડીને પ્રભુ ભજનમાં સમય વિતાવવાની એ શરત હતી. પિતા ભડકી ગયા. પુત્ર સાથે રક જક કરી. અંતે ધનના લોભી પિતાએ ઘર છોડ્યું અને કમાવવા માટે પરદેશ નીકળ્યા. પરમાનંદ સ્વામી એ ઘરે કિર્તન નો સમાજ રચ્યો.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
.

: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 82
એક દિવસ સ્નાન માટે પ્રયાગમાં ભાવિકોની ભીડ જામી હતી. સૌ પોતપોતાની રીતે શ્રદ્ધા પૂર્તિ કરી રહ્યા હતા. કોઈ દેવ દર્શન કરી રહ્યું હતું તો કોઈ દાન ધર્મ. કોઈ કથા સાંભળી રહ્યું હતું તો કોઈ કીર્તન. ગંગાજીના એક ઘાટ પર સવિશેષ ભીડ જામી હતી…. કારણકે પરમાનંદ સ્વામી ત્યાં કિર્તનોની રમઝટ બોલાવી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીના એક સેવક જલઘરિયા કપૂર ક્ષત્રિ પણ પરમાનંદ સ્વામીના કિર્તનો સાંભળવા માં સામે અડેલ થી આવ્યા હતા. પરમાનંદ સ્વામી ને જલઘરિયના ના ખોળામાં અપ્રતિમ સૌંદર્ય વાળા ભગવદ્ સ્વરૂપ નવનીત પ્રિયાજી ના દર્શન થયા. એ જ રાત્રે સ્વપ્નમાં ફરી પરમાનંદ સ્વામીને શ્રી નવનીત પ્રિયાજી એ દર્શન દીધા. સ્વામી ની આંખ ખૂલી ગઈ. તેઓ સફાળા બેઠા થઇ ગયા. કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી ને તેઓ આમતેમ શોધવા લાગ્યા. બાકીની રાત એમણે બહુ બેચેનીના પસાર કરી. સવાર પડતાં મા તો તેઓ દોડ્યા અને ઘાટ પરથી એક નાવ છુટવાની તૈયારીમાં જ હતી એમાં ઉપરથી ભૂસકો માર્યો અને વહેતી થયેલી નાવમાં સમઈ ગયા. નામ આડેલ તરફ વહી નીકળી.
ધીમે ધીમે સામેના તટ તરફના આછા જળમાં નાવ આવી રહી હતી ત્યાં જ પરમાનંદ સ્વામીને નદીના નિરમા શ્રી મહાપ્રભુજી ના દર્શન થયા. દર્શન થતાં વેત એમના કર્ણપટ પર એકી સાથે સેંકડો શરણાઈઓ ગુંજી ઉઠી. તરત તેઓ જલમાં કૂદી પડ્યા અને સ્નાન કરીને બહાર પધારી રહેલા શ્રી મહાપ્રભુજી ની પાછળ પાછળ ઘાટ પર આવી પહોંચ્યા. થોડી વાતો થઈ.
ઘાટ પર સંધ્યા વંદન કરવા બિરાજેલા શ્રી મહાપ્રભુજી ની સન્મુખ બેસીને પરમાનંદ સ્વામીએ સારંગ રાગમાં વિરહના ચાર પદ ગાયા. સાંભળીને આચાર્યશ્રી અત્યંત પ્રસન્ન થયા. થોડીવારે જળઘરિયા કપૂર ક્ષત્રી જળ ભરવા ઘાટ પર આવી પહોંચ્યા. પરમાનંદ સ્વામી એમની સાથે શ્રી મહાપ્રભુજીના ગૃહે આવ્યા. કપૂર ક્ષત્રિય ની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ પરમાનંદ સ્વામી ને નવનીત પ્રિયાજી સમક્ષ નામ સંભળાવીને આત્મનિવેદન કરાવ્યું. વિ. સં.1577 ( ઇ. સ.1521) ના જેઠ સુદ 12 ની સવારની આ વાત છે. પરમાનંદ સ્વામી ત્યારે 27 વર્ષના હતા.
સમય સમયના નિત્યા નવા પદ કરીને પરમાનંદ સ્વામી નવનીત પ્રિયાજી ને સંભળાવતા અને જ્યારે અનોસર થાય ત્યારે શ્રી મહાપ્રભુજી ની આગળ વ્રજ લીલાના અનેક કિર્તનો કરતા. એક દિવસ ‘ યહ માંગો શ્રી ગોપીજન વલ્લભ ‘પદ સાંભળીને આચાર્ય શ્રી વલ્લભ સમજી ગયા કે પરમાનંદ સ્વામી ને હવે વ્રજ ના દર્શન કરવાની તાલાવેલી લાગી છે. ભક્તેછા પૂરક શ્રી વલ્લભે વ્રજમાં વધારવાની તૈયારી કરી. નિજ સેવકો ની સાથે થોડા જ દિવસમાં આપી શ્રી એ અડેલ થી વ્રજ તરફ પ્રયાણ આદર્યું. માર્ગમાં પરમાનંદ સ્વામી નું ગામ કનોજ આવ્યું. પરમાનંદ સ્વામી એ વિનંતી કરીને આચાર્યશ્રી ને પોતાના ઘરે પધરાવ્યા. ચાર દિવસનો ત્યાં મુકામ રહ્યો. પરમાનંદ સ્વામીના જેટલા પણ સેવકો હતા એ બધા એમને મળવા આવ્યા ત્યારે એ સૌને આચાર્યશ્રીના શરણે લઈ જઈ પોતાના ‘ સ્વામી પણા નો સદાયને માટે ત્યાગ કર્યો. અને ‘ પરમાનંદ દાસ ‘ બની ગયા!
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements