શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 87
શ્રીનાથજીનો એક દોરી સંચાર થયો જગન્નાથ પુરીની યાત્રા સમયે ગંગાસાગરે વિ.સં. 1582 માં આચાર્ય શ્રી વલ્લભની પૂર્વ ભારત ની એક લઘુ યાત્રા દરમ્યાન શ્રી ગોવર્ધન ધરણે ગંગાસાગરે બિરાજી રહેલા શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા દીધી.
ભગવદ આજ્ઞા થઈ એટલે શ્રી મહાપ્રભુજી ચેતી ગયા. પરંતુ હજુ ઘણા કાર્યો કરવાના બાકી હતા. ઘણું સાહિત્ય રચવાનું બાકી હતું. ઘણા દૈવી જીવોને શરણે લેવાના હતા. જગન્નાથ પુરીની યાત્રા એથી આપ શ્રી સ્વગૃહે પાછા પધાર્યા.
મોટા પુત્ર શ્રી ગોપીનાથજીના લગ્નની વાતચીત થવા માંડી. દક્ષિણના મૂળ વતનમાં શ્રી મહાપ્રભુજીના ભાઈ વસતા હતા એમણે પાયમાં નામની કન્યા સાથે ગોપીનાથજી ના લગ્ન વિ.સં 1585 માં કરાવી આપ્યા.
વ્રજના મધુવનમાં શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગવાની બીજીવાર ભગવદ આજ્ઞા થઈ. હવે આપ શ્રી એ સાવધાનીપૂર્વક બધુ સમેટવા માંડ્યું. થોડા જ સમય પછી અડેલ ના નિવાસસ્થાને શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગવાની ત્રીજી અને અંતિમ આજ્ઞા શ્રીનાથજી
એ કરી.
ત્રીજી આજ્ઞાને શિરોધાર્ય કરી શ્રી મહાપ્રભુજી એ વૈશાખ વદ ૮ ના રોજ ત્રિદંડી સન્યાસ ગ્રહણ કરીને ગૃહ ત્યાગ કર્યો અને મૌન વ્રત ધારણ કર્યું. 39 દિવસના સન્યાસ પછી 40 મેં દિવસે શ્રી મહાપ્રભુજીના બંને પુત્રો શ્રી ગોપીનાથજી તથા શ્રી વિઠ્ઠલનાથજી, કાશીના હનુમાન ઘાટ પર જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા હતા ત્યાં, આવી પહોંચ્યા અને અંતિમ ઉપદેશ માટે શ્રી આચાર્યચરણ ને પ્રાર્થના કરી.
બંને પુત્રોને ઉપદેશ આપવા શ્રી મહાપ્રભુજીએ રેતીમાં આંગળી વડે સાડા ત્રણ શ્લોક લખી દીધા. એ સાડા ત્રણ slok મા સમજાવેલી વાતને પોતાનું અનુમોદન છે એવું પ્રતિપાદિત કરવા શ્રી ગોવર્ધન ધરણ સ્વયં એ સ્થળે પ્રગટ થયા અને પોતે દોઢ શ્લોક લખી ને પૂર્તિ કરી. પુષ્ટિ સંપ્રદાયમાં આ પાંચ લોકો ‘ શિક્ષા શ્લોક ‘ ના નામથી પ્રસિદ્ધ છે.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 88
આમ સંન્યાસના 40 મા દિવસે અંતિમ કાર્ય પતાવી વિ.સં 1587 ના અષાઢ સુદ 2 ઉપરાંત 3 ને દિવસે (રથયાત્રા ના દિવસે) બપોરના સમયે શ્રી મહાપ્રભુજી કાશીના હનુમાન ઘાટ પરથી નીચે ઉતરીને ગંગાજીના જળપ્રવાહમાં પધાર્યા. ગંગાજીનો પ્રવાહ હિલોળે ચડ્યો. આપ શ્રી મધ્ય ધારામાં ત્યારે એક જ્યોતિપુંજ એ સ્થળેથી પેદા થયો અને દંડાકારે ગગનમાં સૂર્યમંડળ સુધી ઊંચે જઇ ધીમે ધીમે દેખાતો બંધ થયો.
ગંગા કિનારે એકઠા થયેલા અનેક સેવકોએ તેમના જ અન્ય હજારો લોકોએ આ દિવ્ય તેજપુંજ ના લગભગ ત્રણ કલાક સુધી દર્શન કર્યા. એ જ સમયે પ્રખર તેજ ની ધારા દંડવત થી શીલા પાસે થી શ્રીગિરિરાજજીની ની કંદરા પ્રવેશી.
53 વર્ષ 2 માસ અને 7 દિવસ સુધી ભૂમિને સતત પાવન કર્યા પછી આચાર્યશ્રી મહાપ્રભુજી એ ભુતલ નો ત્યાગ કર્યો અને શ્રી ગોવર્ધન ને ધરણ ની નિત્યલીલામાં પૂર્વવત પ્રવેશ કર્યો. હવે શ્રી ગોપીનાથજી એ શ્રી વલ્લભાચાર્યજીની આચાર્યપીઠ ઉપર વીરાજી ને પુષ્ટિ સંપ્રદાય નું શાસન કર્યું.
શ્રી મહાપ્રભુજીના નિત્ય લીલા પ્રવેશ પછી સવા બે મહિને ભાદરવા વદ 8 ના દિને શ્રી ગોપીનાથજી ને ત્યાં પ્રથમ પુત્ર નું પ્રાગટ્ય થયું. નામ રાખવામાં આવ્યું શ્રી પુરુષોત્તમજી. શ્રી ગોપીનાથજી ને શિરે હવે અનેકવિધ જવાબદારીઓ આવી પડી. શ્રી આચાર્યચરણે શ્રી વિઠ્ઠલનાથજીની જવાબદારી શ્રી ગોપીનાથજીને સોંપી હતી . પિતાના સ્થાને રહીને મોટાભાઈ શ્રી ગોપીનાથજી અને નાના ભાઈ શ્રી વિઠ્ઠલનાથજીના લગ્ન વિશ્વનાથ ની કન્યા રૂક્ષ્મણીજી સાથે ધામધૂમ પૂર્વક કરી દીધા. હવે વારાફરતી એક ભાઈ શ્રી નાથજી ની સેવામાં રહેતા તો બીજા ભાઈ અડેલ માં માતાની સેવામાં રહેતા અને સમગ્ર પરિવારનું ધ્યાન રાખતા.
શ્રી ગોપીનાથજી પ્રભુચરણે ગુજરાત, દ્વારકા, જગન્નાથપુરી વગેરે ઘણા સ્થળો નો પ્રથમ પ્રવાસ કરીને એક લાખ રૂપિયાના સોના ચાંદી ના પાત્રો અને આભૂષણો પોતાના પ્રાણપ્રેસ્થ શ્રીગોવર્ધન ધરણ માટે બનાવરાવી ને અંગીકાર કરાવ્યા. આપ શ્રી આચાર્યશ્રી મહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરતા અને સેવકો પાસે પણ પાલન કરાવતા. છતાંય ક્યાંક….. ક્યાંક…. એવું થઈ રહ્યું હતું કે જે શ્રીનાથજી ને પસંદ નહોતું પડી રહ્યું…. એવું તે એ શું હતું!?…..
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
